બોલિવૂડના આ અભિનેતાની ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ, ગુજરાતી ફિલ્મમાં પણ કરી ચુક્યા છે કામ

દિવાળી પહેલા બોલિવૂડ ઈન્ડ્રસ્ટ્રી માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફિલ્મ અભિનેતા આસિફ બસરાએ ગુરુવારે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આત્મહત્યા કરી લીધી છે. જાણીતા ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા આસિફ ધર્મશાળામાં ભાડાના મકાનમાં રહેતા હતા. અભિનેતાએ આજે સવારે 11.30 વાગ્યે આ આત્મહત્યા કરી હતી. પોલીસને સવારે 12.30 વાગ્યે આપઘાત અંગેની માહિતી મળી હતી.

અભિનેતા આસિફ બસરાએ આત્મહત્યા કરી

image source

આસિફની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. હિમાચલ પ્રદેશના કાંગરાના એસએસપી વિમુક્ત રંજનએ જણાવ્યું હતું કે, ફિલ્મ અભિનેતા આસિફ બસરા ધર્મશાલાના એક ખાનગી પરિસરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેણે ફાંસી લગાવી હતી. ફોરેન્સિક ટીમ સ્થળ પર પહોંચી છે અને પોલીસ કેસની તપાસ કરી રહી છે. તેણે આટલું મોટું પગલું કેમ ભર્યું તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

કોણ છે આસિફ બસરા?

આસિફ બસરાની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાએ તેની અભિનય કુશળતા નાના પડદાથી મોટા પડદા સુધી બધે ફેલાવી છે. તેણે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કાઈ પો છે માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય રાની મુખર્જીની હિચકીમાં પણ આસિફે એક સરસ કામગીરી કરી હતી.

રિતિક રોશન સાથે પણ કામ કર્યું હતું

image source

તેમણે રિતિક રોશનની ક્રિશ 3 અને સૈફ અલી ખાનની કલાકાંડીમાં પણ ઉત્તમ કામ કર્યું હતું. વેબ સિરીઝની વાત કરીએ તો આસિફે પાતાલ લોક અને હોસ્ટેજેસમાં પણ અભિનય કર્યો હતો. આસિફે કોઈ ના કોઈ સમયે દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. એવામાં જ્યારે તેઓ અચાનક દુનિયા છોડીને જતા રહેતા બોલિવૂડમાં શોકની લાગણી શવાઈ ગઈ છે. દરેક લોકો આ ઉમદા કલાકારને યાદ કરી રહયા છે.

1998માં આસિફે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

image source

53 વર્ષીય આસિફ બસરા ‘પરઝાનિયાં’, ‘બ્લેક ફ્રાઈડે’ ઉપરાંત હોલિવૂડ મૂવી ‘આઉટસોર્સ’માં પણ જોવા મળ્યા હતા. ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’માં ઈમરાનના પિતાનો રોલ પ્લે કર્યો હતો. 1998માં આસિફે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. આસિફે ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’માં પણ કામ કર્યું હતું. તેમણે ‘હોસ્ટેજ’ તથા ‘પાતાલ લોક’ જેવી વેબ સીરિઝમાં પણ કામ કર્યું હતું.

ણા અભિનેતાઓએ આ દુનિયાને અલવિદા કરી

image source

વર્ષ 2020 માં, ઘણા અભિનેતાઓએ આ દુનિયાને અલવિદા કરી છે. જેમા ઋષિ કપૂર, ઇરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત જેવા ઘણા મોટા કલાકારો સામેલ છે. મહામારી વાળું આ વર્ષ બોલિવૂડ માટે પણ ખરાબ સાબિત થઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ