ડ્રાય સ્કિનના લોકો અચુક ખાઓ પાલકની ભાજી, જાણી લો બીજા આ ફાયદાઓ વિશે

શિયાળાની શરુઆત થાય એટલે શાકની લારીમાં અને બજારમાં સૌથી વધુ જોવા મળે પાલખની ભાજી. આ ભાજી સ્વાસ્થ્ય માટે એટલી ગુણકારી છે કે તેના સેવનથી શરીરને એક નહીં અનેક લાભ થાય છે. પાલખની ભાજીમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન એ, કે સહિતના પોષક તત્વ હોય છે.

image source

આ ભાજીનો સ્વાદ એવો હોય છે કે તે દરેક સબજી, સલાડ, સૂપ બધી જ વાનગીમાં સારી રીતે ભળી જાય છે. શરીરમાં લોહીની ઊણપ હોય તો આ ભાજી સપ્તાહમાં 3થી 4 વખત ખાવાથી લોહીની ઊણપ દૂર થાય છે. પાલખ શરીર માટે સંપૂર્ણ પૌષ્ટિક આહાર છે. પાલખ રોજ ખાવાથી અનેક રોગથી બચી શકાય છે.

image source

પાલખ ખાવાથી આંખોનું તેજ વધારવા મદદ મળે છે. જે લોકોની આંખ નબળી હોય તેમણે પાલખ અચૂક ખાવી જોઈએ. પાલક ખાવાથી આંખો પર સારી અસર થાય છે અને આંખની રોશની વધે છે તેથી આંખનું તેજ વધારવા માટે પાલખનું સેવન કરવું જોઈએ.

image source

સલાડમાં જો તમે પાલખ ખાશો તો તમારું પાચનતંત્ર મજબૂત બનશે. પાલકમાં બીટા કેરોટિન અને વિટામિન સી હોય છે જે પાચન સુધારે છે. પાલકના ખનિજ તત્વો અને બીટા કેરોટિન સાંધાની બીમારીઓ સામે રક્ષણ કરે છે.

શિયાળામાં બધા જ લોકોની ત્વચા ડ્રાય થઈ જતી હોય છે. તેવામાં પાલખ ખાવા ઉપરાંત તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરશે. આ સિવાય જો તમે દરરોજ પાલખ ખાશો તો તમારા ખરતાં વાળની સમસ્યા દૂર થશે.

image source

પાલખ આયર્નનો મહત્વનો સ્ત્રોત છે અને આયર્ન લોહી બનાવવામાં મદદ કરે છે. શરીરમાં લોહીની ઊણપ હોય તો પાલખનો જ્યૂસ પીવો જોઈએ. શરીરની રોગ પ્રતિરોધક શક્તિ મજબૂત કરવી હોય તો રોજ પાલખનો ઉપયોગ કરવો જોઈએ.

પાલખ ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે. પાલખમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે તેનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ખામી રહેતી નથી. જેના પરીણામે હાડકા મજબૂત થાય છે.

image source

ગર્ભધારણ કરવા ઈચ્છતી મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓ માટે ફોલિક એસિડ ખૂબ જરૂરી હોય છે. પાલખ ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તેવા વ્યક્તિઓએ પાલખ ખાવી જ જોઈએ.

પાલખ શરીરમાં બનતા યુરિક એસીડને બહાર કાઢવામાં મદદ કરે છે. યુરિક એસીડ શરીરમાં રહે તો તે અનેક સમસ્યા સર્જે છે તેથી પાલખ ખાવાથી લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ