ચાર વર્ષના નાના ભાઈ પર દીપડાએ કર્યો હુમલો, બહેન તેને મોતના મુખમાંથી બચાવી લાવી, સેલ્યુટ..

દીપડાના મોઢામાંથી ચાર વર્ષના ભાઈને બચાવી લાવી 11 વર્ષની બહેન !

image source

છેલ્લા કેટલાય સમયથી જંગલી જીવો માનવ વસ્તી વાળા વિસ્તારોમાં આવીને માણસો પર હુમલા કરતાં હોવાના ક્યાંકને ક્યાંકથી સમાચાર મળતા રહે છે. આપણા ગુજરાતમાં પણ સાસણ ગીર આસપાસના ગામડાઓમાં અવારનવાર સિંહના હૂમલાની ખબરો મળતી રહે છે અને ઘણી વાર તો તેનાથી માણસના જીવ પણ જતા રહે તેટલુ નુકસાન થતું હોય છે.

image source

પણ ક્યાંક એવું બની જતું હોય છે કે લોકો પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર લોકોને મોતના મોઢામાંથી બચાવી લાવતા હોય છે અને આવા પ્રસંગે માનવનો માનવ પરનો વિશ્વાસ ઓર વધારે દૃઢ બનતો જાય છે.

image source

તાજેતરમાં ઉત્તરાખંડમાં પણ કંઈક એવું જ બની ગયું. અહીં 11 વર્ષિય બહેને પોતાના ચાર વર્ષના ભાઈને દીપડાના મોઢામાંથી બચાવ્યો હતો. ઉત્તરાખંડના કોટેશ્વરમાં આવેલા બીરોંખાલ બ્લોકમાં રહેતી 11 વર્ષિય રાખીએ પોતાનો જીવ જોખમમાં મુકીને દીપડાથી પોતાના ભાઈને બચાવ્યો છે.

image source

રાખી માત્ર 11 વર્ષની જ છે તેણી તો વળી દીપડાનો સામનો કઈ રીતે કરી શકે પણ દીપડાનો હુમલો થતાં જ તેણી પોતાની જરા પણ ચીંતા કર્યા વગર પોતાના ભાઈને લપેટાઈ ગઈ. તેણી પોતાના ભાઈ માટે એક કવચ બની ગઈ. દીપડાએ તેના પર અગણિત પ્રહાર કર્યા તેમ છતાં તેણીએ પોતાના ભાઈને દીપડાના હાથમાં ન જ આવવા દીધો.

image source

આમ તેના નાનકડા ભાઈનો જીવ તો બચી ગયો. જોકે ચાર વર્ષિય રાઘવને દીપડો વધારે નુકસાન નહોતો પહોંચાડી શક્યો. નાની સરખી પાટાપીંડી બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી હતી પણ રાખી પર દીપડાના ઘણા બધા જીવલેણ પ્રહાર થયા હતા. તેને તેના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ તેણીને દિલ્લીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની સારવાર ચાલી રહી છે.

image source

ત્રણ બહેનોમાં આ એક ભાઈ હોવાથી તેની ત્રણે બહેનો તેને જીવની જેમ પ્રેમ કરે છે અને તેને કોઈ કીંમતી વસ્તુની જેમ સાંચવે છે. ઉત્તરાખંડના દેવકુંડાઈ ગામમાં રહેતા દલવીર સિંહ રાવત એટલે કે રાખીના પિતા અહીં ખેતીવાડીનું કામ કરે છે. તેમને ત્રણ દીકરી અને એક દીકરો છે. 11 વર્ષિય રાખી પાંચમાં ધોરણમાં અભ્યાસ કરી રહી છે અને તેણીને બે બહેનો પણ છે. અને એક ચાર વર્ષનો ભાઈ રાઘવ પણ છે જે આંગણવાડીમાં ભણવા જાય છે.

આ ઘટનાની માહિતી આપતા રાખીની માતા શાલિનીબહેને ઝણાવ્યું હતું કે ગત શુક્રવારની બપોરે તેણી ખેતરમાં કામ કરવા ગઈ હતી, તે વખતે તે રાઘવ અને રાખીને પણ પોતાની સાથે લઈ ગઈ હતી. ખેતરમાં કામ પત્યા બાદ તેઓ જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા. ત્યારે રાખી પોતાના ભાઈ રાઘવને ખભા પર બેસાડીને લઈ જઈ રહી હતી.

image source

ત્યારે જ આગળ ઝાડીઓમાં દીપડો ઘાત લગાવીને બેઠો હતો. દીપડાએ તરત જ રાઘવ પર પ્રહાર કર્યો. પણ રાખીએ એક ક્ષણની પણ વાર કર્યા વગર પોતાના ભાઈને પોતાની છાતીએ વળગાડી દીધો. અને પોતાના ભાઈ માટે એક રક્ષાકવચ બની ગઈ.

દીપડાના નિશાના પર હવે રાઘવ નહીં પણ રાખી હતી. તેણે રાખી પર પંજા તેમજ તેના તીક્ષ્ણ દાંતથી હૂમલા કર્યા. તેણી લોહી લુહાણ થઈ ગઈ હોવા છતાં પોતાના ભાઈને નહોતો છોડ્યો. તે કોઈ પણ સંજોગોમાં પોતાના ભાઈને દીપડાના પંજામાં નહોતી આવવા દેવા માગતી.

image source

માતા શાલીનીની નજર પડતાં જ તેના મોઢામાંથી એક કારમી ચીસ નીકળી ગઈ. તેનો જીવ તાળવે બંધાઈ ગયો હતો. તેણીએ તરત જ મદદ માટે જોરજોરથી બૂમો પાડવા માંડી. ખુબ બૂમરાણ મચી ગઈ હોવાથી આસપાસના લોકોમાં પણ હોહા મચી ગઈ હતી.

ભારે હોહા મચવાથી અને રાખી કોઈ પણ ભોગે પોતાના ભાઈને નહોતી છોડતી હોવાથી દીપડાએ હાર માની ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. દીપડો ત્યાંથી ભાગી જતાં રાખીને ખાતરી થઈ ગઈ કે તેનો ભાઈ સહીસલામત છે. અને ત્યાર બાદ થોડી જ ક્ષણોમાં રાખી બેભાન થઈ ગઈ.

image source

દીપડાના આ હૂમલામાં રાખીના માથાના કેટલાક હાડકાનું ફ્રેક્ચર થઈ ગયું હતું, તેમજ દીપડાના પંજા તેમજ દાંતના પ્રહારોના કારણે તેને શરીરના કેટલાક ઠેકાણે ઉંડી ઇજાઓ પહોંચી હતી. તેણીને તરત જ નજીકના દવાખાને લઈ જવામાં આવી. જ્યાં તેણીને તરત જ ઋષિકેષની એમ્સ હોસ્પિટલ લઈ જવામાં આવી.

image source

ત્યાં તેણીની પ્રાથમિક સારવાર કરવામાં આવી અને ત્યાર બાદ તેણીને દીલ્લીની સફદરજંગ હોસ્પિટલ ખસેડી લેવામાં આવી. હાલ રાખીની હાલત સ્થિર છે પણ તેણીને આ ઇજાઓમાંથી બહાર આવતા ઘણો લાંબો સમય લાગશે. ધન્ય છે આવી બહેનને જેણે પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર નાનકડા ભાઈને જીવન દાન આપ્યું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ