ભિખારીની મૌત બાદ ઘરે પહોંચી પોલીસ, એટલા સિક્કા મળ્યા કે બે દિવસ ગણવામાં ગયા.

ભીખારીના ઘરેથી મળ્યા એટલા સિક્કા કે પોલીસ ગણી ગણીને થાકી ગઈ ! 80 વર્ષીય ભીખારીના નામે લાખો રૂપિયા

આપણે ઘણી બધી વાર લોકોને ભીખ માગતા જોઈએ છીએ ત્યારે મનમાં એમ થતું હોય છે કે હાથ-પગ બધું સ્વસ્થ હોવા છતાં એ વ્યક્તિ કેવી રીતે ભીખ માગી શકે ? પણ વાસ્તવમાં તો ભીખ માગવી તે મોટે ભાગે કોઈ મજબૂરી નથી હોતી પણ એક વ્યવસાય જ થઈ ગયો છે. તેના માટે વ્યક્તિએ કોઈ જ ઇનવેસ્ટમેન્ટની કે પછી મહેનતની પણ જરૂર નથી હોતી. માત્ર એક યોગ્ય જગ્યાની જરૂર પડે છે અને ભીખ માગવાની કળા. અને બસ ધંધો શરૂ કરી શકાય છે.

image source

ભીખ માગવાનો ધંધો ઘણીવાર એટલો બધો સફળ હોય છે કે એક સામાન્ય મજૂર કરતાં પણ એક ભીખારી ઘણી કમાણી કરી લેતો હોય છે. ઘણીવાર આપણી જાણમાં આવે છે કે ફલાણા શહેરનો ભીખારી તો બે-બે ફ્લેટ ધરાવે છે. અથવા તેના નામે બેંકમાં આટલા લાખ રૂપિયા જમા છે વિગેરે ત્યારે આપણી આંખો પહોળી થઈ જાય છે. તાજેતરમાં પણ એવો જ એક કિસ્સો મુંબઈમાં બની ગયો છે.

મુંબઈની રેલ્વે પેલીસને ગાડીના પાટા પર એક મૃતદેહ મળ્યાની જાણકારી મળી હોવાથી તરત જ પોલીસ ત્યાં દોડી ગઈ હતી. તે મૃતદેહની તપાસ કરતાં જાણવા મળ્યું કે તે મૃત વ્યક્તિનું નામ બિરાદીચંદ પન્નારામજી આઝાદ હતું, જે વ્યવસાયે એક ભીખારી હતા અને ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પોલીસ તપાસમાં ખબર પડી કે તે 82 વર્ષિય ભીખારીનું માનખુર્દ અને ગોવંડી સ્ટેશન વચ્ચે આવેલા રેલ્વે ટ્રેકને ક્રોસ કરતી વખતે ટ્રેન નીચે કપાઈ જઈને મૃત્યુ થયું હતું.

image source

પોલીસને તપાસ દરમિયાન તે મૃતક ક્યાં રહેતો હતો તેની જાણ થઈ અને તેઓ તેના ઝૂપડા સુધી પહોંચી ગયા. આસપાસના રેહવાસીઓના કહેવા પ્રમાણે આઝાદ તે ઝૂપડામાં એકલા જ રહેતા હતા. તેનું કોઈ સગુ સંબંધી નહોતું. તેના સગાઓ સુધી તેના મૃત્યુના ખબર પહોંચાડવા માટે પોલીસે તેના ઝૂપડાની તપાસ કરી.

image source

પોલીસને તેના ઝૂપડાંમા શોધખોળ દરમિયાન મોટા મોટા ચાર ડબ્બા મળી આવ્યા તેમાં એક રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયા અને દસ રૂપિયાના સિક્કાની અલગ અલગ પ્લાસ્ટીકની થેલીઓ ભરેલી પડી હતી. આઝાદનું કોઈ જ સગું સંબંધી ત્યાં હાજર ન હોવાથી પોલીસે આઝાદના ઝૂપડામાંથી મળી આવેલી આ પરચુરણ ગણવાનું અભિયાન શરૂ કર્યું.

આ સિક્કાની સંખ્યા એટલી બધી હતી કે પોલીસને તેને ગણતા બે દિવસનો સમય લાગ્યો અને જ્યારે પોલીસ સિક્કા ગણી રહી ત્યારે તેમને ખબર પડી કે તે કુલ 1.75 લાખ રૂપિયા હતા. પોલીસ આ જાણીને ચકીત રહી ગઈ હતી.

image source

ઝૂપડાની વધારે તપાસ કરતાં પોલિસને ત્યાંથી જ એક સ્ટીલનો ડબ્બો પણ મળી આવ્યો હતો, તે સ્ટીલનો ડબ્બો ખોલતા પોલીસને તેમાંથી પેન કાર્ડ, આધાર કાર્ડ અને વરિષ્ઠ નાગરિક કાર્ડ મળી આવ્યું જે બધું જ આઝાદના નામનું જ હતું. તેના આ ડોક્યુમેન્ટ્સના આધારે તેનો જન્મ 27 ફેબ્રુઆરી 1937ના રોજ થયો હતો. આ અગાઉ તે શિવાજી નગરમાં રહેતો હતો તેની પણ જાણકારી મળી હતી.

image source

આ ઉપરાંત આઝાદની ઝૂપડીની તપાસ દરમિયાન પોલીસને બીજા પણ કેટલાક દસ્તાવેજ મળી આવ્યા જેમાં 8.77 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટની રીસીપ્ટ પણ હતી સાથે સાથે બે બેંકના ખાતાની પાસબુકો પણ મળી હતી જેમાં કુલ 96000 રૂપિયા જમા હતા. અને આ ફિક્સ ડિપોઝિટની રીસીપ્ટથી પોલીસને આઝાદ મૂળે ક્યાંનો રહેવાસી હતો તેની પણ જાણ થઈ. તે મૂળે રાજસ્થાનના રામગઢનો રહેવાસી હતો.

image source

આજ દસ્તાવેજના આધારે પોલીસને આઝાદના સગાવહાલા વિષે ખબર પડી કે તેનો એક દિકરો છે જેનું નામ સુખદેવ છે. કારણ કે ફીક્સ ડીપોઝીટ તેમજ બેંકમાં તેના નોમિની તરીકે સુખદેવનું જ નામ હતું. હાલ પોલીસ તેના આ દીકરાનો સંપર્ક કરવા પ્રસાય કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે કોઈ ભીખારી તેની પાસેના લાખો રૂપિયાના કારણે ચર્ચામાં આવ્યો હોય પણ આ પહેલાં પણ ઘણા લખપતિ ભીખારીઓ પ્રકાશમાં આવી ચુક્યા છે. થોડા સમય પહેલાં જાણકારી મળી હતી કે મુંબઈનો ભરત જૈન નામનો ભીખારી દેશનો સૌથી ધનવાન ભીખારી છે.

image source

તે મુંબઈમાં 1 કરોડની કીંમતના બે ફ્લેટ ધરાવે છે આ ઉપારાંત તેણે પોતાની જ્યુસની દુકાન પણ ભાડે આપેલી છે અને દર મહિને સરેરાશ 60000 રૂપિયાથી વધારેની કમાણી ધરાવે છે. તે તેના પિતા, પત્ની, ભાઈ અને બે દીકરાઓ સાથે રહે છે અને તેના બન્ને દીકરાને તે સારી શાળાઓમાં ભણાવે પણ છે. આ ભીખારી પણ મુંબઈમાં ભીખમાંગીને લખપતી બન્યો છે. તે મુંબઈના પાર્લે વિસ્તારમાં ભીખ માંગીને લાખોની કમાણી કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ