શિલ્પા શેટ્ટી એ આઠમના દિવસે શક્તિપૂજા ના ભાગ રૂપે બાળકીઓને પોતાના હાથે ખાણું પીરસ્યું.

નવરાત્રી દરમિયાન સામાન્ય વ્યક્તિથી લઈને બોલીવુડના સ્ટાર્સ પણ માતાજીની ભક્તિમાં લિન થયેલ જોવા મળ્યા હતા, આજે આપણે વાત કરવાના છીએ બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીની. હમણાં જ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર અમુક ફોટો શેર કર્યા હતા જેમાં શિલ્પાના ઘરમાં તેને નાની બાળકીઓને કન્યા ભોજ કરાવ્યું હતું. આવો વિગતે જણાવીએ.

image source

અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ લગભગ દરેક તહેવાર બહુ ધામધૂમ અને શાનથી ઉજવતી હોય છે. ભલે પછી એ ગણપતિ હોય કે નવરાત્રી કે હોળી. આ વર્ષે નવરાત્રીમાં શિલ્પાના ઘરે કન્યા ભોજ એટલે કે નાની નાની બાળકીઓને ભોજન કરાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

નવરાત્રીમાં શિલ્પાના ઘરે ઘટ સ્થાપિત કરવામાં આવ્યો હતો અને આઠમના દિવસે ઘરે બાળકીઓને જમાડવામાં આવી હતી સાથે સાથે હવન પણ કર્યો હતો અને આ પ્રસંગને લગતા ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર થયા હતા.

image source

આ ફોટોમાં તમે જોઈ શકો છો શિલ્પા એ પોતાના ઘરે આવેલ બાળકીઓને ભોજન કરાવી રહી છે. ફોટોમાં દેખાય છે કે શિલ્પાએ એ દિવસે પર્પલ અને પિન્ક રંગના ઇન્ડિયન કપડામાં દેખાઈ હતી. સાથે શિલ્પાના પતિ રાજ એ સફેદ શર્ટમાં દેખાઈ રહ્યા છે.

શિલ્પાએ ત્યાં આવેલ બાળકીઓને પૂરીઓ પણ જાતે પીરસી હતી. તમે આ ફોટોમાં જોઈ શકો છો કે શિલ્પાએ બાળકીઓને પ્લાસ્ટિકની ડીશમાં ભોજન નથી પીરસ્યું, ભોજન એ પાંદડાંમાંથી બનાવેલ પ્લેટનો ઉપયોગ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shamita Shetty (@shamitashetty_official) on

તમે ફોટોમાં શિલ્પાની બહેન શમિતા શેટ્ટીને પણ જોઈ શકો છો. તો શિલ્પાની સાથે તેમનો દીકરો પણ શિલ્પાને બાળકીઓને પુરી આપતો જોઈ રહ્યો છે. એક ફોટોમાં તે નાની બાળકીઓને પુરી પીરસતી દેખાઈ રહી છે તો બીજા ફોટોમાં તે પતિ રાજ કુન્દ્રા સાથે હવનમાં બેઠેલી નજર આવી રહી છે શિલ્પાએ ફોટો પોતાના સોશિયલ એકાઉન્ટમાં શેર કરતા સાથે લખ્યું હતું કે

‘होकर सिंह पर सवार माता आई है

था हमें इंतज़ार वो घड़ी आई है

कोई गम ना आये मेरी जिंदगी में

खुशियाँ नसीब हो आपकी जिन्दगी में

दुर्गा अष्टमी की बधाई ।’

દુર્ગાષ્ટમીની શુભેચ્છાઓ.

શિલ્પાના દરેક ફોટો પાર તેના ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. ઘણાબધા ફેન્સે તેને પણ દુર્ગાષ્ટમીની શુભેચ્છાઓ આપી હતી. સાથે શિલ્પાના વખાણ કરતા લખ્યું હતું કે જે રીતે દરેક તહેવાર અને ઉજવણીમાં તે પોતાના દીકરાને સામેલ કરે છે અને તેને શીખવાડે છે એ ખરેખર બહુ સારું કાર્ય કરી રહી છે.

થોડા સમય પહેલા ગણપતિ બાપ્પાને પણ શિલ્પાએ ઘણી ધામધૂમથી પોતાના ઘરે આવકાર્યા હતા. ત્યારે પણ શિલ્પાએ ઘણા ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

શિલ્પાની બહેન શમિતાએ પણ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો હતો જેમાં શિલ્પા એ પતિ રાજ સાથે હવનકુંડમાં આહુતિ આપતી દેખાઈ રહી છે. એ જ ફોટોમાં પાછળની બાજુએ તેની માતા પણ બેઠેલ દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પાએ બોલીવુડની એવી અભિનેત્રી છે જે દરેક તહેવારને ખુબજ સુંદર રીતે ઉજવતી હોય છે પછી એ તહેવાર ભલે જન્માષ્ટમી હોય કે હોળી, તે પોતાના દરેક તહેવારમાં પરિવાર સાથે દેખાતી હોય છે.

image source

જન્માષ્ટમીના પ્રસંગે પણ તેણે પોતાના દીકરા વિવાનને કૃષ્ણ બનાવ્યો હતો અને તેની પાસે મટકી પણ ફોડાવી હતી. એટલું જ નહિ તેની દરેક ખુશીમાં તેના પતિ રાજ પણ તેની સાથે જ હોય છે આમ આ કપલએ ઘણું જ ધાર્મિક અને સામાજિક છે.

શિલ્પા પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય વિષે પણ ઘણી કાળજી રાખતી હોય છે, થોડા સમય પહેલા તેણે એક વિડિઓ પણ શેર કર્યો હતો જેમાં તે પોતાના કિચન ગાર્ડનમાંથી અનેક શાકભાજી તોડતી દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

તેના યોગા અને કસરતના તો અનેક વિડિઓ તો તમે પણ જોતા જ હશો અને બરોબર ફોલો પણ કરતા જ હશો. શિલ્પાએ એક એપ્લિકેશન પણ બહાર પાડી છે જેમાં તેના અનેક કસરત કરતા વિડિઓ, અનેક હેલ્થી રેસિપી અને બીજું ઘણું બધું શેર કર્યું છે.

image source

શિલ્પાની ફિલ્મો અને કામની વાત કરીએ તો ટૂંક સમયમાં તે ફરીથી ફિલ્મોમાં દેખાશે. ફીલ નિક્કમાથી તે બોલીવુડમાં ફરીથી એન્ટ્રી કરશે. હવે એ ફિલ્મ કેટલી ચાલશે અને લોકોને કેટલી ગમશે એ જોવું રહ્યું. તમને આજ સુધી સૌથી વધુ પસંદ આવેલ શિલ્પાની ફિલ્મ જણાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ