બહેને ભાઇને કીડની આપી આપ્યુ નવુ જીવન, સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો

બહેને વીરાને પોતાની કીડની આપી ભાઈ-બહેનના સંબંધને એક નવી જ ઉંચાઈ પર મુકી દીધો

બન્ને કીડની ખરાબ થતાં બહેને જરા પણ વિચાર કર્યા વગર પોતાની એક કીડની વીરાને આપી

આજકાલના સમયમાં કોઈ કોઈનું નથી તેવી ફરિયાદો તમે અવારનવાર કરતાં પણ રહેતા હશો અને લોકોના મોઢે સાંભળતાં પણ હશો અને તેમ છતાં તમારી નજર સમક્ષ તમે એવા ઉદાહરણો પણ જોતા હશો જે તમારી આ ફરિયાદને મૂળિયા સમેત ઉખાડી ફેંકે છે.

image source

તાજેતરમાં ગોંડલમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે જેમાં બહેને ભાઈની બન્ને કીડની સંકોચાઈ જતાં પોતાની એક કીડની વાહલા વિરાને દાન કરીને તેને જીવનદાન આપ્યું છે.

ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતું પાતર કુટુંબ છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

પાતર પરિવારના નાના પુત્ર મનસુખભાઈની કિડની ધીમે ધીમે સંકોચાઈ રહી છે અને માટે જ તેમનું શરીર પણ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. યોગ્ય સમયે જો કિડની ના મળે તો તેમનો જીવ જોખમાય તેમ હતો અને તેવા જ સમયે તેમની બહેન ગીતા તેમની વહારે આવી.

image source

તેણીએ કોઈ જ વિચાર કર્યા વગર પોતાના નાના ભાઈને કિડની આપી દીધી અને વાહલા ભાઈનો જીવ બચાવ લીધો. અને ભાઈ-બહેનના સંબંધને એક નવી જ ઉંચાઈ પર મુકી દીધો.

મનસુખભાઈ પર અચાનક જ ટૂટી પડ્યો દુઃખનો પહાડ

મનસુખભાઈ પાલાભાઈ પાતર પીજીવીસીએલના એક કર્મચારી છે અને એકાએક તેમની તબિયત કથળવા લાગતાં તેમના કુટુંબીજનો અને તેમની મોટી બહેનને ચિંતિત કરી મુક્યા અને તેમને તરત જ સારવાર કરાવવા જણાવ્યું.

image source

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનસુખભાઈની બન્ને કીડનીઓ સંકોચાવા લાગી હતી. આ જાણતા જ આખાએ પરિવાર પર આભ ટૂટી પડ્યું. નિદાન થતાં તરત જ તેમની સારવાર શરૂ કરવામાં આવી.

તેમનું 21વાર ડાયાલિસિસ કરાવવામાં આવ્યું હતું તેમ છતાં તબિયત સુધરવાની કોઈ જ આશા નહોતી દેખાતી. હવે તેમના જીવનને ટકાવી રાખવા માટે એક સ્વસ્થ કિડનીની જરૂર હતી અને તેના માટે તેમના મોટા બહેન વગર સંકોચે તૈયાર થઈ ગયા.

image source

મોટી બહેનનું સમાજને દાખલો આપતું પરોપકારી કામ

હાલ ગીતા બહેન અને તેમના ભાઈને અમદાવાદની સેલ્વી મલ્ટી સ્પેશ્યાલિટિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બન્નેની સારવાર ચાલી રહી છે. ગીતા બહેનના આ પરોપકારી કૃત્યથી સમાજમાં એક ઉત્તમ ઉદાહણ પૂરું પાડ્યું છે.

તેમણે હંમેશા પોતાના કુટુંબ અને ભાઈઓની મુશ્કેલીઓમાં સાથે જ રહેવાનું નક્કી કર્યું છે. મનસુખભાઈના બીજા ભાઈ દિનેશભાઈ ગોંડલમાં ધારાશાસ્ત્રીનું કામ કરે છે.

image source

તેઓ જણાવે છે કે કુટુંબ એક હોવાથી આર્થિક મુશ્કેલી તો ઉભી નહોતી થઈ શકી પણ સ્વસ્થ કિડની મેળવવાનો જે પડકાર હતો તે ગીતા બેહને જીલી લીધો હતો. પૈસાની તોલે તેમનું આ દાન સાવજ નગણ્ય છે.

બહેનના આ દાનને ભાઈઓ ક્યારેય નહીં ભૂલે

image source

બન્ને ભાઈઓ ગીતા બહેને જે રીતે મન મોટુ રાખીને પોતાના એક મહત્ત્વના અંગનું દાન ભાઈને કર્યું છે તે જોતાં ભાઈઓ પણ એક વાતે વચન આપે છે કે તેઓ ક્યારેય બહેનના આ દાનને એળે નહીં જવા દે.

આજના કળયુગમાં ભાઈઓ-બહેનો પ્રોપર્ટીના એક ટુકડા માટે લડી મરે છે તેવા સંજોગોમાં આ ઉદાહરણ ખરેખર વખાણવા યોગ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ