સલ્લુની બહેન અર્પિતાની ટેણી છે એકદમ ક્યૂટ, જોઇ લો તસવીરોમાં તમે પણ

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માએ નક્કી કર્યું હતું કે તેઓ પોતાના બીજા બાળકને સલમાન ખાનના જન્મ દિવસના દિવસે આ દુનિયામાં લાવશે.

image source

ભાઈ-બહેનના પ્રેમ વિશે આમ તો ઘણી વાર્તાઓ સાંભળી છે. પરંતુ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માએ જે ઉદાહરણ આપ્યું છે તે ખરેખર જોવા જેવું છે. જી હા પોતાના ભાઈ સલમાન ખાનને ૫૪મા જન્મદિવસ પર અર્પિતાએ ફરી એકવાર મામા બનાવી દીધા છે. બોલીવુડના દબંગ એટલે કે સલમાન ખાનને ૨૭ ડિસેમ્બરના દિવસે ૫૪મો જન્મદિવસ મનાવવા અને આ જ દિવસે સલમાનની બહેન અર્પિતાએ જન્મદિવસની સૌથી મોટી ગિફ્ટ છે આયત. સલમાન ખાનની ભાણીનું આ દુનિયામાં સ્વાગત થયું છે.

image source

સલમાન ખાનના જન્મદિવસના અવસર પર તેમની બહેન અર્પિતા ખાન શર્મા માં બની છે અને તેણીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. જ્યારથી સલમાન ખાનના મામા બનવાની વાત પ્રશંસકો સુધી આ વાત પહોંચી ત્યારથી બધા જ સલમાન ખાનની ભાણીને જોવા માટે ખૂબ જ ઉત્સુક હતા. પરંતુ હવે રાહ જોવાનો સમય ખતમ થઈ ગયો છે. અર્પિતાના પતિ અને બૉલીવુડ એકટર આયુષ શર્માએ દીકરીની પહેલી તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી દીધી છે.

આયુષ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક ફેમિલી ફોટોસ પણ શેર કરી છે. જેમાં ક્યૂટ બેબી ગર્લ આયત પણ નજર આવી રહી છે. બેબી ગર્લ આયાતની તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે તો સલમાન ખાનના ફેન્સ પણ બેબી ગર્લની તસ્વીર જોઈને ખૂબ જ ખુશ છે. ઉપરાંત આયતની ખૂબ તારીફ પણ કરી રહ્યા છે.

image source

પુરા ખાન પરિવારમાં અત્યારે ખૂબ જ ખુશીનો માહોલ ચાલી રહ્યો છે. અર્પિતાએ સલમાન ખાનને તેમના બર્થ ડે પર આ ખૂબ ખાસ ભેટ આપી છે. જો કે અર્પિતાએ આ વિશે પહેલા જ વાત કરી દીધી હતી કે તે ભાઈજાનને ૫૪મા જન્મદિવસ પર ખૂબ ખાસ ગિફ્ટ આપવાની છે. સલમાન ખાન પણ મામા બનીને ખૂબ જ ખુશ છે.

આપને જણાવીએ કે અર્પિતાએ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. અર્પિતાની ડિલિવરી સમયે ખાન પરિવારના બધા જ સભ્યો હાજર હતા. સૂત્રો મુજબ અર્પિતાએ બાળકને સી સેક્શન દ્વારા જન્મ આપ્યો છે.

image source

આયુષ શર્માએ તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ” આયત ઈસ ખુબસુરત દુનિયામે આપકા સ્વાગત હૈ. આપ હમારે જીવનમે ઢેર સારી ખુશીયા લેકર આયી હૈ. મેં ઉમ્મીદ કરતા હું કી આપ હમ સભી કે જીવનમેં પ્યાર ઔર આંનદ ભર દેગી.”

અર્પિતા અને આયુષની દીકરીના નામ વિશે વાત કરતા સલમાન ખાન લખ્યું હતું કે “બે નામ હતા સિફારા અને આયત. અર્પિતાએ આયત નામ પસંદ કર્યું અને તે જ નામ રાખવામાં આવ્યું છે.”

image source

આયુષ અને અર્પિતાની વાત કરીએ તો બન્નેના લગ્ન વર્ષ ૨૦૧૪માં થયા હતા. આ લગ્ન પછી તેઓને એક દીકરો પણ છે. દીકરાનું નામ આહીલ શર્મા છે. સલમાન ખાન અને આહીલ શર્માનું ક્યૂટ બોન્ડિંગ પહેલેથી જગજાહેર છે. સલમાન ખાન જ્યારે પણ ફ્રી હોય છે ત્યારે સલમાન આહીલ સાથે ક્વોલિટી ટાઈમ ગાળતા જોવા મળી આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Aayush Sharma (@aaysharma) on

અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માના પહેલા દીકરા આહીલના જન્મ પછીથી સલમાન ખાન પોતાના જન્મદિવસની કેક આહીલ સાથે જ કાપતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ