લેડી ગાગાની આવી તસવીરો તમે ક્યારે નહિ જોઇ હોય પહેલા, ક્લિક કરીને જોઇ લો તમે પણ

લેડી ગાગા અમેરિકાની પ્રસિદ્ધ ગાયિકા છે. લેડી ગાગા ગાવાની સાથે સાથે પોતાના અજીબોગરીબ પહેરવેશ અને દેખાવ માટે પણ દુનિયાભરમાં પ્રસિદ્ધિ ધરાવે છે.

image source

લેડી ગાગા મોટાભાગે એવા પહેરવેશ કે રંગરૂપમાં સામે આવે છે જે લોકોને ચોંકાવી દે છે. જે ખૂબ જ ઉટપટાંગ કહેવામાં આવે છે.

image source

આપ એ જાણીને હેરાન થઈ જશો કે ઓગણીસમી સદીમાં યુરોપમાં એક એવી જ મહિલા હતી, જે આજની લેડી ગાગાની જેમ રહેવાકરવા માટે પ્રસિદ્ધ કે પછી એમ કહીએ કે બદનામ હતી.

લેડી ગાગા ઇટલી મૂળની અમેરિકન ગાયિકા છે અને ઓગણીસમી સદીની લેડી ગાગા એટલે કે લુઈસા કસાટી પણ ઇટલીની રહેનારી હતી.

image source

તે પોતાની પાગલપન ભરેલી આદતોના કારણે પ્રસિદ્ધ હતી. તેનું પૂરું નામ લુઈસા મારકેસા કસાટી સ્ટામ્પા ડી સોનસીનો હતું. આખા યુરોપમાં લુઈસા કસાટીના કિસ્સા મશહૂર હતા. અજીબોગરીબ કપડાં પહેરવા, દુનિયાથી અલગ શોખ રાખવા એ જ લુઈસા કસાટીની ઓળખ હતી.

image source

લુઈસા કસાટીનો જન્મ ઇટલીના મિલાન શહેરમાં થયો હતો. લુઈસા કસાટીના પિતા ઇટલીના રાજાના દરબારી હતા જેના કારણે તેની પાસે ખૂબ જ ધનદોલત હતા. એક જમાનામાં લુઈસા કસાટી ઇટલીની સૌથી અમીર મહિલા તરીકે પ્રસિદ્ધ હતી.

લુઈસા કસાટીની પાર્ટીઓમાં મોટાભાગે ઘણી વધારે ખબરોમાં રહેતી હતી. લુઈસા પોતાની સાથે ચિત્તાને લઈને ચાલતી હતી, ક્યારેક તે ગળામાં સાપોનો હાર પહેરીને પણ પાર્ટીઓમાં પહોંચી જતી હતી. રાતના સમયે લુઈસા મોટાભાગે ફક્ત એક ફરવાળો કોટ પહેરીને ફરવા નીકળી જતી હતી.

image source

કેટલીકવાર લુઈસાએ એવા અજીબોગરીબ કપડાં પહેરે છે જે જોવાવાળાના જ નહીં, પોતાના પણ હોશ ઉડાવી દીધા. ખરેખરમાં એકવાર લુઈસા કસાટીએ વીજળીના બલ્બવાળો ડ્રેસ પહેર્યો હતો. આ ઘટના પેરિસની એક એક્સલુઝીવ પાર્ટીમાં બની હતી.

આ ડ્રેસ પહેરીને લુઈસા જ્યારે અંદર જવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે તે દરવાજા સાથે અથડાઈ ગઈ હતી. વીજળીના તારવાળી તેમને ડ્રેસથી તેમને એવો ઝટકો લાગ્યો કે તે બેહોશ થઈ ગઈ હતી. ઉપરાંત તેના કેટલાક વાળ પણ બળી ગયા હતા.

image source

લુઈસા કટાસી કલાની ખૂબ મોટી પ્રેમી અને સંરક્ષક હતી. પ્રસિધ્ધ કલાકાર પાલ્બો પિકાસોએ પોતાની કેટલીક પેઇન્ટિંગ્સના પાત્ર બનાવ્યા છે. તેના જમાનામાં લુઈસા કસાટીએ ઘણા બધા કલાકારો માટે કામ કર્યું છે.

લુઈસા કસાટી સાપ, ચિત્તા, કૂતરા જેવા પ્રાણીઓને પાળતી હતી. લુઈસાની દરેક પોશાક તે જમાનામાં અલગ જ જોવા મળતી હતી. કેટલીક પાર્ટીઓમાં લુઈસા તેના આદમકદના પૂતળાઓ સાથે બેસતી હતી.

image source

તેમજ પાર્ટી દરમિયાન લાઇટ્સ બંધ કરાવી દેતી હતી. જેથી મહેમાનો સમજી શકતા નહિ કે કઈ ચેર પર અસલી લુઈસા બેઠી છે ને કઈ ચેર પર તેનું પૂતળું છે.

લુઈસા કસાટી પર હોલિવુડમાં કેટલીક ફિલ્મો પણ બની હતી. અમેરિકન પત્રિકા ધ ન્યુયોર્કરમાં લુઈસા કસાટી વિશે છાપવામાં આવ્યું હતું કે લુઈસા કસાટી ખૂબ લાંબી મહિલા હતી.

image source

તેનું માથું તલવારની જેમ હતું, તેનો ચહેરો જંગલી જાનવર જેવો હતો અને ખાસ લુઈસા કસાટીની આંખો ચમકતી હતી. લુઈસા કસાટી તેની આંખોની પુતળીઓ પર પણ લેપ લગાવતી હતી.

પલકોને હદથી વધુ કાળી કરીને રાખતી હતી. લુઈસાનો ચેહરો હમેશા મેકઅપથી ઢંકાયેલો રહેતો હતો. લુઈસા પાવડરથી પોતાના ચહેરાને સફેદ ઝાક કરીને રાખતી હતી.

image source

તે જમાનામાં કેટલાક લોકો લુઈસાને વેમ્પાયર કે જન્નત કી ચીડિયાથી લઈને દેવી, પાગલ અને ચુડેલ જેવા અનેક નામો કહેતા હતા.

હાલમાં જ બ્રિટિશ લેખિકા જુડીથ મેક્રેલે લુઈસા કસાટીની જિંદગી પર એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે ધ અનફિનિષડ પલાઝો. જેમાં લુઈસા કસાટીની જીંદગીના કેટલાક પહેલુઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

image source

જુડીથે લખ્યું છે કે અજીબોગરીબ પહેરવેશના કારણે પાગલ કહેવાતી લુઈસા કસાટીને કેન્દ્રમાં રાખીને ઘણા બધા કલાકારોએ પેઈન્ટિંગસ બનાવી હતી. એમાં ફિલિપો ટોમાસો, ગીનોવાન્ની બોલ્ડીની, પાલ્બો પિકાસો જેવા પ્રસિધ્ધ પેન્ટર પણ સામેલ છે. આ પેઇનટિંગ્સની ચર્ચાઓ પણ ખૂબ થઈ હતી.

જુડીથ કહે છે કે લુઈસા કસાટી ફક્ત ચર્ચાનું કેન્દ્ર રહેવા ઇચ્છતી હતી. તે કોઇ કળાનો ભાગ નહિ, પણ ખુદને જ એક કળા માનતી હતી. એટલે જ તે પોતાના પહેરવેશ અને શોખમાં આટલા બધા પ્રયોગો કર્યા કરતી હતી. ધનદોલત તેના માટે ઓક્સિજન જેવી હતી.

image source

તે હંમેશા લોકોથી ઘેરાયેલી રહેવા ઇચ્છતી હતી. તે કળાને સંરક્ષણ આપનારી મહિલા તરીકે નામના કમાવા ઇચ્છતી હતી.

જુડીથ લખે છે કે લુઈસા કસાટી આત્માઓ સાથે વાત કરવાનો દાવો કરતી હતી. લુઈસા પોતાના વિશે બધી જ અફવાઓ ફેલાવાની પણ મોજ માણતી હતી. જેવી કે વેનિસ શહેરમાં રાતના સમયે લુઈસા નિર્વસ્ત્ર જ ફરવા માટે નીકળી જતી હતી. વધારે ઠંડી હોવાના લીધે તે ફક્ત એક ફર કોટ પહેરતી હતી.

image source

પરંતુ છેલ્લા સમય દરમિયાન લુઈસા કસાટીને શાહીખર્ચ તેના પર ખૂબ ભારે પડ્યા હતા. ત્રીસના દશકની મહામંદીમાં તે ખૂબ ગરીબ થઈ ગઈ હતી. લુઈસા કસાટીના છેલ્લા દિવસો લંડનના એક રૂમના ફ્લેટમાં નીકળી રહ્યા હતા. લુઈસા કસાટીની મૃત્યુ ૧૯૫૭માં ૭૬ વર્ષની ઉંમરે થઈ હતી.

લુઈસા કસાટી પર હોલીવુડમાં કેટલીક ફિલ્મો પણ બની છે. જેમાં લુઈસાનું પાત્ર વિવિયન લે અને ઇનગ્રીડ બર્ગમેને નિભાવ્યું હતું.

image source

ઘણા બધા ફેશન ડિઝાઈનર જેવા કે જોન ગેલીયાનો, એલેકઝન્ડર મેકવીન અને ડ્રાઈસ વાન નોટેને લુઈસા કસાટીના પહેરવેશમાંથી પ્રેરણા લીધી હતી.

જુડીથ મેક્રેલ કહે છે કે આવા પાગલ લોકો એ વિચારે છે કે તેઓ એક અલગ જિંદગી જીવી રહ્યા છે. પરંતુ તેઓ પોતાની પાગલપન ભરી આદતોની સાથે બરબાદી તરફ આગળ વધી રહ્યા હોય છે.

image source

અને દુનિયાને આવા લોકોમાં ખૂબ રસ પડે છે. એ જ કારણ છે કે મરી ગયાના ૬૦ વર્ષ પછી પણ લુઈસા કસાટી યુરોપના ઘણા બધા લોકોની યાદમાં જીવિત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ