સીમ સ્વેપિંગ શું છે ? તો તે માટેની સંપૂર્ણ જાણકારી અમે આજની આ પોસ્ટમાં લાવ્યા છીએ.

સીમ સ્વેપિંગથી થતી છેતરપીંડીથી કેવી રીતે બચવું. આ બાબતને લગતી એક ઘટના તાજેતરમાં જ એટલે કે જાન્યુઆરી 2019માં જ મુંબઈમાં ઘટી ગઈ હતી. મુંબઈ સ્થિત એક બિઝનેસ મેન સાથે આ જ સીમ સ્વેપિંગ ફ્રોડ દ્વારા 1.86 કરોડની છેતરપીંડી થઈ હતી.

હવે તમે એ જાણવા માગશો કે સીમ સ્વેપિંગ વળી શું છે ? તો તે માટેની સંપૂર્ણ જાણકારી અમે આજની આ પોસ્ટમા લાવ્યા છીએ.

સૌ પ્રથમ તો આપણા માટે એ જાણવું જરૂરી છે કે આ સીમ સ્વેપિંગ શું છે ?

સીમ સ્વેપ એક એવી મેથડ છે જેના દ્વારા ફ્રોડ લોકો તમારી ફાયનાન્શિયલ ડીટેઇલ્સ ચોરી લે છે. તેમાં તમારા સિમ કાર્ડને બ્લોક કરી દેવામાં આવે છે અને તેને તમારા નેટવર્ક ઓપરેટર પાસેથી બીજા નકલી સીમ કાર્ડ સાથે બદલી દેવામાં આવે છે. એટલે સાદી ભાષામાં કહીએ તો તમારા સીમને બીજા સીમ સાથે બદલી દેવામાં આવે.

ધારો કે તમારી પાસે 3જી સીમ કાર્ડ હોય અને તમે તેને 4જી સીમ કાર્ડમાં બદલવા માગો તો તમે શું કરશો. તો તેના માટે તમે તમારા નેવર્ક પ્રોવાઇડર પાસે તેને બદલાવી દેશો. આ એક કાયદેસર સ્વેપિંગ થયું. અહીં તમે તમારા નેવર્ક પ્રોવાઇડરને રીક્વેસ્ટ કરો છો ત્યાર બાદ તે તમારા જુના સીમને બંધ કરે છે અને તમને નવું સીમ આપી દે છે જે થોડાક જ કલાકોમાં ચાલુ થઈ જાય છે.

આપણા ફોનમાં આપણા કોન્ટેક્ટ્સ ઉપરાંત ફોટાઓ, ઇમેઇલ્સ, એટીએમના એલર્ટ્સ અને નેટબેંકિંગ વખતે આવતા ઓટીપી જેવી અગત્યની માહિતીઓ સમાયેલી હોય છે.

અને આ જ પ્રક્રિયા ફ્રોડ લોકો તમારી પાસેથી નજીવી જાણકારી મેળવીને તમારા જ સીમની નકલ તમારા સર્વિસ પ્રોવાઇડર પાસે બનાવડાવી દે છે અને ત્યાર બાદ તેમને તમારા બેંકના ખાતાઓ તેમજ બેંકના ડેબીટ-ક્રેડીક કાર્ડને લગતી જાણકારીઓ મેળવી લે છે.

સીમ સ્વેપિંગ માટે તમને કેવી રીતે છેતરવામાં આવે છે ?

આ છેતરપીંડી માટે માત્ર બે જ સ્ટેપ્સને અનુસરવા પડે છે, સિમ સ્વેપ અને નેટ બેંકિંગ ફ્રોડ. સૌ પ્રથમ તો આવા ફ્રોડ લોકો તમને લલચામણા મેસેજ કરે છે અને તેમાં તમને અમુક બાબતો કરવા કહે છે. અને તમે અજાણતા જ તમારા બેંક ખાતાની સામાન્ય જાણકારી અને તમારો મોબાઈલ નંબર તેમને મોકલી દો છો. હવે તે તમારા નંબર પર ફોન કરી તે તમારો નેટવર્ક પ્રોવાઇડર એજન્ટ હોવાનો ડોળ કરે છે અને તમારી પાસેથી કેટલીક જાણકારીઓ માંગે છે. અને તમને વિશ્વાસ નહીં થાય પણ હજારો લોકો કશા જ કોઈ પ્રશ્નો કર્યા વગર સામાન્ય જાણકારી આવી વ્યક્તિને આપી દે છે.

હવે આ જ જાણકારીનો ઉપયોગ આ ફ્રોડ લોકો તમારા નેટવર્ક પ્રોવાઇડરની ઓફિસમાં કરે છે. તે લોકો તમે બનીને તમારા ખોટા કાગળીયા રજૂ કરીને તમારા નેટવર્ક સર્વિસ પ્રોવાઇડર પાસે જઈ સીમ સ્વેપની રીક્વેસ્ટ કરે છે અને વેરિફિકેશન બાદ તમારો સર્વિસ પ્રોવાઇડર તમારું સીમ ડીએક્ટીવેટ કરાવી દે છે કે જે તમારા મોબાઈલમાં નાખેલું હોય છે. હવે ફ્રોડ લોકોને તમારા નંબરવાળુ નવું સીમ કાર્ડ મળી જાય છે અને તમારા મોબાઈલમાં રહેલું સીમ બંધ થઈ જાય છે. અને હવે તમારા બધા જ મેસેજ, ઓટીપી એલર્ટ અને અન્ય ફાઈનાન્શિયલ એલર્ટ તેમજ ટ્રાન્સેક્શન કન્ફર્મેશન નવા એક્ટીવ કરવામાં આવેલા સીમ કાર્ડ પર જાય છે. અને આમ એક ફ્રોડ પાસે તમારા આર્થિક વ્યવહારની માહિતી જતી રહે છે.

હવે તમને જ્યાં સુધીમાં ખબર પડે કે તમારા મોબાઈલ પર નેટવર્ક નથી આવી રહ્યું અને તમે તમારા નેટવર્ક પ્રોવાઇડરને ફરિયાદ કરો કે તમારું નેટવર્ક બંધ થઈ ગયું છે અને તે લોકો તમને માહિતી આપે કે તમારા તરફથી સીમ સ્વેપિંગની રીક્વેસ્ટ કરવામાં આવી છે ત્યાં સુધીમાં તો તમારા ખાતાના બધા જ પૈસા ચોરાય જાય છે.

સીમ સ્વેપિંગથી કેવી રીતે બચવું ?

કોઈનો ફેક કોલ આવે તો તમારે તમારી કોઈ પણ જાતની જાણકારી તેમની સાથે શેયર ન કરવી. તમારી પાસે કોઈ પણ વ્યક્તિ ઓટીપી માગી શકે નહીં. લલચામણા મેસેજીસ પર માંગવામાં આવતી માહિતીઓ પુરી ન પાડવી.

તમારા એકાઉન્ટના પાસવર્ડ હંમેશા સ્ટ્રોંગ રાખવા તેમાં નંબર્સ અને કેરેક્ટર્સનું સ્ટ્રોંગ મીશ્રણ રાખો. તમારા ઇમેઇલ એકાઉન્ટ પર આવતા વિવિધ જાતના મેઇલ્સમાં આવતી લિંક પર ક્લિક કરતી વખતે ધ્યાન રાખો. વેબસાઇટના યુઆરએલને ડબલ ચેક કરો. ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે ક્યારેય પબ્લીક નેટવર્ક કે પબ્લિક કંપ્યુટર્સ કે કાફેના ફ્રી વાઈફાઈનો ઉપયોગ ન કરવો. તમે સોશિયલ મિડિયા પર જે કંઈ પણ શેયર કરી રહ્યા છો તેને તપાસી લો.

આવો કોઈ કોલ આવે અને તમને ફોન સ્વિચ ઓફ કરવાનું કેવામાં આવે ત્યારે ક્યારેય ફોન બંધ કરવો નહીં. કારણ કે જો તમારા ફોન નંબર પરથી તમારી વતી આવી કોઈ ફ્રોડ વ્યક્તિ કોઈ વ્યવહાર કરતું હોય તો કંફર્મેશન માટે સામે વાળી બેન્ક કે કોઈ પણ જાતની કંપની તમારા ફોન પર મેસેજ કરે અને તમારું કન્ફર્મેશન માંગે પણ જો તમે ફોન બંધ કરી દીધો હોય તો તમારા સુધી કન્ફર્મેશન પહોંચતું નથી. અને ફ્રોડતસ્ટ માટે ચીટીંગ કરવાનો રસ્તો મોકળો બની જાય છે.

માટે ફોન બંધ ન કરવો સાઇલેન્ટ પણ ન કરવો પણ તમારા ફોન પર આવતા બધા જ મેસેજ ને રીડ કરતા રહો જેથી કરીને તમે તમારા નામે થતાં ખોટા વ્યવહારોથી માહિતગાર રહો અને યોગ્ય સમયે તેની વિરુદ્ધ પગલા લઈ શકે.

આ ઉપરાંત જો તમે તમારી બેન્ક સાથે તમારો ફોન નંબર રજીસ્ટર કરાવ્યો હોય તો તેની સાથે સાથે તમારું આઈડી વેરિફિકેશન પણ કરાવી લો અને ફોનની સાથે સાથે તમારું ઇમેઇલ એડ્રેસ પણ રજીસ્ટર કરાવો કારણ કે તમને જો ફોન પર ઇન્ફોર્મેશન ન મળી શકે તો તમારા પર ઇમેઇલ પણ મોકલી શકાય. જેથી કરીને કોઈ પણ જાતનું ફ્રોડ જો તમારી સાથે થતું હોય તો તમને તરત જ તેની જાણ થઈ જાય અને તમે તરત જ તેની વિરુદ્ધ પગલા લઈ શકો.

સીમ સ્વેપ થઈ જાય તેવા સંજોગોમાં શું કરવું ?

તમારું સીમ હેક કેવી રીતે થયું છે તેની જાણ કેવી રીતે થશે ?

ન કરે નારાયણ અને જો તમારું સીમ હેક થયું હશે તો તમારા ફોનનું નેટવર્ક બંધ થઈ જશે તમારા પર મેસેજીસ કે કોલ્સ આવવાના બંધ થઈ જશે.

હવે જ્યારે તમને ખબર પડી ગઈ કે તમારું સીમ હેક થયું છે તો આ વખતે સૌ પ્રથમ તમારે એ પગલું લેવાનું છે કે જે જે બેંક એકાઉન્ટ સાથે તમારો ફોન નંબર રજીસ્ટર થયો છે તે તે બેંકને ઇન્ફોર્મ કરીને તમારું અકાઉન્ટ હોલ્ડ કરવા સૂચના આપી દેવી જેથી કરીને તમને નુકસાન થતું અટકે અને ફ્રોડ વ્યક્તિ પૈસા કાઢી ન શકે.

ત્યાર બાદ તમારે તમારા નેટવર્ક ઓપરેટર પાસે જવું અને તેમને ફરિયાદ કરવી કે તમારું સીમ હેક થઈ ગયું છે બીજા કોઈને એલોટ થઈ ગયું છે અને તમારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે. તરત જ તે સીમને બંધ કરાવો અને તમારા પોતાના માટે નવું સીમ અલોટ કરાવો.

આમ જો થોડા સજાગ રહેવામાં આવશે તો તમે આ પ્રકારના નિતનવા ફ્રોડથી બચી શકશો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ