કેરી પાકકી છે કે કાચી ?? જાણો કેરીને કેવી રીતે ઓળખાવી એની ટિપ્સ ..!!!

કેરી પાકેલી છે કે નહિ,આ છે ઓળખવાની ટિપ્સ આ મોસમમાં બજારમાં કેરીની ભરમાર છે પરંતુ ક્યાંક આવુ તો નથી કે તમે કેમિકલ વાળી કેરી ખાઈ રહ્યા છો કારણ કે બજારમાં આર્ટિફિશિયલી પાકેલી કેરી ખૂબ જ વહેંચાઈ રહી છે. કાચી કેરીને કેલ્શિયમ કાર્બાઈડની મદદથી પકાવવામાં આવે છે જે હેલ્થ માટે હાનિકારક હોય છે. અહી અમે જણાવી રહ્યા છીએ કેરી ઓળખવાની રીતો..

ટિપ્સ -બજારમાં મળતી કેરીનાં રંગ પર ન જાઓ કારણ કે જરૂરી નથી કે જે પીળા હોય એ પાકેલી કેરી હોય. કુદરતી રૂપથી પાકેલી કેરી લીલા અને નારંગી રંગની હશે.
– પાકેલી કેરીને ડિંટીયા પાસે સૂંઘવા પર ખાસ પ્રકારની સુગંધ આવશે જ્યારે કે કાર્બાઈડથી પકાવવામાં આવેલી કેરીમાં કોઈ સુગંધ નહિ આવે.
– જો કેરીમાં આલ્કોહોલ, કાર્બાઇડ કે કોઇ અન્ય પ્રકારની સુગંધ આવે એ વી કેરી ન ખરીદવી. આ વધુ પાકેલી અને અંદરથી ખરાબ હોઈ શકે છે.

-સારી કેરી પર સામાન્ય સિવાય કોઈ ડાઘ નથી હોતા. જ્યારે કેમિકલ વાળી કેરીનો રંગ ૨-૩ દિવસની અંદર કાળી પડવા લાગે છે.

– કેરી ખરીદતા સમયે તેને દબાવીને જુઓ. પાકેલી કેરી આસાનીથી દબાઈ જશે.

– કેરી ખરીદતા પહેલા તેને ચાખી જુઓ ચાખવાથી મીઠી અને સ્વાદિષ્ટ લાગે તો જ લો. જ્યારે કે કાર્બાઈડથી પકાવેલા ફળનો સ્વાદ કિનારા પર કાચો અને વચ્ચે મીઠો હોય છે.-પાકેલા ફળનું વજન અને કલર એ ક સમાન હોય છે. સ્વાદમાં પણ આખું ફળ એ ક સમાન મીઠું હોય છે. આ લાંબા સમય સુધી ખરાબ નથી થતી. જ્યારે કે કાર્બાઈડથી પકાવેલા ફળોનો ભાર એ ક સમાન નથી હોતો.

– સંભવ હોય તો બજારથી કેરી ખરીદવાને બદલે સીધી કેરીનાં બાગમાંથી જ ખરીદો અને ઘરમાં જ ઘાંસ, કાગળ કે કાંદા વચ્ચે રાખી તેને પકાવો. બજારથી ખરીદેલી કેરી પહેલા ચોખ્ખા પાણીથી ધોઈ લો પછી કોઈ ઠંડી જગ્યા પર ૧-૨ કલાક રાખી દો. ત્યારબાદ ખાવામાં ઉપયોગ કરો.

કેરીને ઘોળીને તેનો રસ સીધો મોંથી ચૂસવાને બદલે તેની છાલ ઉતારી મિક્સરમાં રસ બનાવીને પીવો. કેરીનાં ઉત્પાદનનાં મામલામાં દુનિયામાં ભારત ટોપ પર છે. હકીકતમાં મોટા પાયે કેરીની પેદાવાર એ શિયામાં જ થાય છે. ભારતમાં કેરીની ૨૮૦થી વધારે જાત મળી આવે છે. પરંતુ આમાથી પોપ્યુલર કેરીની ગણતરી ૩૦ આસપાસ જ છે. બજારમાં કેરી આવવા લાગી છે અને વહેંચવા વાળા પાસે ભલે કોઈપણ કેરી હોય પરંતુ તે તેને પોપ્યુલર જાતનાં નામ પર જ વહેંચે છે. અહી અમે તમને ભારતમાં પેદા થનાર કેરીની ૧૦ સારી પ્રજાતિ વિશે જણાવીશું જેથી તમે તેને સરળતાથી ઓળખી શકો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ