આ 5 માહિતી જાણીને તમને પણ લાગશે નવાઇ, વાંચી લો તમે પણ

વિશ્વમાં એવા અનેક આશ્ચર્યોથી ભરપૂર છે જેના વિશે જિજ્ઞાસુઓ સતત જાણવા ઉત્સુક હોય છે.

image source

આજે જેન્તીલાલ ડોટ કોમના જાણવા જેવું વિભાગમાં પ્રકાશિત આ આર્ટિકલમાં અમે તમને એવી આશ્ચર્યજનક વાતો.જણાવવાના છીએ જેના વિશે તમે અત્યાર સુધી લગભગ નહીં જ સાંભળ્યું હોય.

તો ચાલો થઈ જાવ તૈયાર જ્ઞાનસાગરમાં ડૂબકી મારવા..

ઉમંગોટ નદી – ભારત

image source

આપણે વાત શરૂ કરીશું આપણા દેશ ભારતની વાતથી. ભારતના મેઘાલય રાજ્યમાં આવેલી ” ઉમંગોટ નદી ” ને ભારતની સૌથી સ્વચ્છ નદી તરીકે ઓળખવામાં આવે છે. આ નદી માવલ્યાન્નાંગ ગામ પાસે આવેલી છે જેને એશિયાનું સૌથી સ્વચ્છ ગામ પણ કહેવામાં આવે છે.

image source

આ ગામમાં લગભગ 300 પરિવારો રહે છે અને સૌ સાથે હળીમળીને નદીને સ્વચ્છ રાખે છે. એટલું જ નહીં જો કોઈ નદીમાં ગંદકી કરે તો તેની પાસેથી 500 રૂપિયાનો ફરજીયાત દંડ પણ વસુલવામાં આવે છે.

પાંચ કરોડ વર્ષ જૂનું રણ

image source

હવે વાત કરીએ નામીબિયા દેશની. અહીં એટલાન્ટિક મહાસાગર વેસ્ટ કોસ્ટ રણપ્રદેશ સાથે મળે છે. કહેવાય છે કે આ દુનિયાનો સૌથી જૂનો રણપ્રદેશ છે અને તે લગભગ સાડા પાંચ કરોડ વર્ષ જૂનું છે.

image source

ખાસ વાત એ છે કે અહીંના દુનિયાના સૌથી મોટા રેતીના બનેલા ટેકરાઓ છે. અને સમયાંતરે અહીં સમુદ્રની ભરતી ઓટને કારણે રેતી વધતી રહે છે.

સૌથી વધુ પીવાલાયક પાણી

image source

દુનિયાભરમાં અલગ અલગ અનેક જગ્યાઓએ સમયાંતરે પાણીની અછતને કારણે સૂકા દુષ્કાળનો ભોગ બનવું પડે છે. જો કે દુનિયામાં મોટાભાગના દેશોમાં ઓછા-વત્તા અંશે પીવાનું પાણી પ્રાપ્ત થતું જ હોય છે.

image source

પરંતુ બ્રાઝીલ એક એવો દેશ છે જ્યાં સૌથી વધુ માત્રામાં પીવાલાયક પાણી ઉપલબ્ધ છે. આધુનિક સંસાધનોના ઉપયોગથી બ્રાઝીલ પાસે 8233 ઘન કિલોમીટર પીવાલાયક પાણીનો સંગ્રહ છે.

ચલણી નોટ કાગળની નથી હોતી

image source

સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે ચલણી નોટ કાગળથી નિર્મિત થાય છે અને સિક્કાઓ ધાતુથી. પરંતુ વાસ્તવમાં ચલણી નોટ કપાસમાંથી બને છે. તેના પાછળ કારણ એવું આપવામાં આવે છે કે કપાસ કાગળની સરખામણીએ વધુ મજબૂત હોય છે અને નોટ જલ્દી ફાટી નથી જતી.

હરીયલ પક્ષી

image source

મહારાષ્ટ્ર રાજ્યનું રાજ્યકીય પક્ષી એવું હરીયલ મોટેભાગે ઊંચા વૃક્ષો વાળા જંગલોમાં રહે છે અને પોતાનો માળો પીપળા અને વડના ઊંચાઈ વાળા વૃક્ષો પર બનાવે છે. ટોળામાં જ ઉડતા આ હરીયલ પક્ષી વિશે એવું કહેવાય છે કે તે ક્યારેય જમીન પર નથી ઉતરતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !