જાણો વધુ પ્રમાણમાં બદામ ખાવાથી સ્વાસ્થ્યને થતા આ અઢળક નુકસાન વિશે

બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તમે વધુ ખાશો તો તે આટલું નુકસાન કરશે.

image source

વધુ બદામ ખાવાથી ઘણી આડઅસર થાય છે.

આપણે બધા એ તો જાણીએ છીએ કે બદામ ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બદામ પ્રોટીન, ફાઈબર, સારી ચરબી, વિટામિન એ, વિટામિન ઇ અને મેગ્નેશિયમથી ભરપુર હોય છે. આ જ કારણ છે કે કોઈ પલાળેલા બદામ ખાવાનું પસંદ કરે છે, તો કોઈને નાસ્તાની જેમ અથવા તો કોઈ ડ્રાય રોસ્ટ કરેલાં.

image source

બદામ ને એક આરોગ્યપ્રદ ડ્રાયફ્રુટ માનવામાં આવે છે અને ભાગ્યે જ કોઈ એવું વિચારશે કે બદામ ખાવાથી કોઈ નુકસાન પણ થઈ શકે છે. પરંતુ જો તમે મર્યાદા કરતા વધારે બદામ ખાઓ છો, તો પછી આ સ્વાસ્થ્ય માટે સારી કહેવાતી બદામ પણ શરીર પર આડઅસર બતાવવાનું શરૂ કરે છે.

તો અહીં વધુ બદામ ખાવાના ગેરફાયદા કેટલા છે, અહીં જાણો.

1. કબજિયાત અને પેટનું ફૂલવું:-

image source

આમ તો બદામ ફાઇબરથી ભરપુર હોય છે, જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે, પરંતુ જો બદામ વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે કબજિયાત, પેટનું ફૂલવું અથવા ઝાડાનું કારણ બની શકે છે. આ એટલા માટે કે, આપણું શરીર વધારે ફાઇબર પચાવી શકતું નથી. આવી સ્થિતિમાં, જો તમે ફાઈબરનું સેવન વધારી રહ્યા છો, તો તમારે પાણીનું સેવન પણ વધારવું પડશે. પરંતુ શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે બદામના ઓવરડોઝથી બચો.

2. કમજોરી, ધૂંધળું દેખાવું:-

image source

100 ગ્રામ (અડધો કપ) બદામમાં 25 ગ્રામ જેટલું વિટામિન ઇ હોય છે અને આપણી દૈનિક વિટામિન ઇની જરૂરિયાત ફક્ત 15 ગ્રામ હોય છે. આવી સ્થિતિમાં, તમે અનુમાન લગાવી શકો છો કે જો તમે 1 કપ બદામનું સેવન કરો છો, તો પછી શરીરમાં દૈનિક જરૂરિયાત કરતા વિટામિન ઇ 3 ગણા સુધી પહોંચશે. આને લીધે તમને કમજોરી, ઝાડા, અથવા જોવામાં મુશ્કેલી અનુભવી શકો છો અને ધૂંધળું દેખાવાની સમસ્યા આવી શકે છે.

3. દવાઓની અસર ઓછી થશે:-

image source

100 ગ્રામ બદામમાં મેંગેનીઝ 2.4 મિલિગ્રામ હોય છે, જે તમારી મેંગેનીઝની રોજિંદા જરૂરિયાતોનો ઉપલા મર્યાદાનો ભાગ છે. બદામ સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જેમાં મેંગેનીઝ હોય છે જેમ કે, આખા અનાજ, ચા, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરે. આવી સ્થિતિમાં જો શરીરમાં મેંગેનીઝનું પ્રમાણ વધારે હોય તો બ્લડ પ્રેશરની દવા, એન્ટીબાયોટીક્સ અને રેચક જેવી દવાઓનો પ્રભાવ ઓછો થવા લાગે છે.

4. વજન વધવાનું જોખમ:-

 

image source

બદામમાં ચરબી અને કેલરીની માત્રા પણ વધુ હોય છે. 100 ગ્રામ બદામમાં લગભગ 50 ગ્રામ મોનોસેચ્યુરેટેડ ચરબી હોય છે જે તમારા હૃદય માટે ફાયદાકારક હોય છે. પરંતુ જો તમારી જીવનશૈલી એવી છે કે તમારી પાસે ઘણી શારીરિક પ્રવૃત્તિ નથી અને કેલરી બર્ન થવાની સંભાવના નથી, તો વધુ બદામ ખાવાથી ચરબી જમા થવા લાગે છે અને તમારું વજન પણ વધવા લાગે છે.

5. એલર્જીનું જોખમ:-

image source

બદામમાં એક પ્રકારનું પ્રોટીન જોવા મળે છે, જેનાથી કેટલાક લોકોને ઓરલ એલર્જી થવાનું જોખમ રહે છે. તેનાથી મોંઢામાં ખંજવાળ આવવી, ગળા ઉપર અને અંદરના ભાગે ખંજવાળ, જીભ, મોં અને હોઠમાં સોજો આવવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. વળી, જો બદામનું વધુ સેવન કરવામાં આવે અને એલર્જી વધી જાય તો ઉલટી, ચક્કર આવવું, લો બીપી અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

6. દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ:-

 

image source

એફડીએ એટલે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અનુસાર, વ્યક્તિએ દરરોજ એક તૃતીયાંશ કપ એટલે કે લગભગ 40 ગ્રામ (10 થી 15) બદામનું સેવન ન કરવું જોઈએ. વળી, જો તમે પલાળેલા બદામ ખાશો તો તેમાં રહેલ ફાઈબર પણ પચવામાં સરળ રહેશે અને તે તમારા સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક સાબિત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ