ચમત્કાર! 350 વર્ષ આ જૂના કિલ્લાના તળાવમાં ચમત્કારિક રીતે આવે છે મીઠું પાણી, પૂરી સ્ટોરી વાંચીને તમે પણ પડી જશો વિચારમાં..

આપણા દેશમાં પ્રાચીનકાળમાં નિર્માણ પામેલા અનેક કિલ્લાઓ આજે પણ સંરક્ષિત અને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

image source

આજના આ જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં અમે આપને આવા જ એક પ્રાચીન કિલ્લા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે કદાચ પહેલા ક્યારેય નહિ સાંભળ્યું હોય. અમે જે કિલ્લાની વાત કરી રહ્યા છીએ તે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા મુરુદ નામક ગામ નજીક આવેલો છે.

image source

ગામના નામ પરથી જ આ કિલ્લાનું નામ ” મુરુદ જંજીરા કિલ્લા ” રાખવામાં આવ્યું છે. કિલ્લો સમુદ્રતળથી 90 ફૂટ ઊંચાઈએ અને અરબ સાગરમાં સ્થિત છે.

image source

નોંધનીય છે કે મુરુદ જંજીરા કિલ્લો ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે આવેલો એકમાત્ર એવો કિલ્લો છે જેને કોઈ રાજા ક્યારેય નથી જીતી શક્યા. કહેવાય છે કે આ કિલ્લો જીતવા બ્રિટિશ, પોર્ટુગલ, મુઘલ, શિવાજી મહારાજ, કાન્હોજી આંગ્રે, ચીમ્મજી અપ્પા સહીત સંભાજી મહારાજે પણ પ્રયાસો કર્યા હતા પરંતુ આ પૈકી કોઈપણ આ કિલ્લો જીતવામાં સફળ નહોતું રહ્યું. આ જ કારણે લગભગ 350 વર્ષ જૂનો આ કિલ્લો આજે પણ ” અજય કિલ્લો ” કહેવાય છે.

image source

આ કિલ્લાની રચના પણ સમસનય કિલ્લાથી કઈંક અલગ છે. મુરુદ જંજીરા કિલ્લાનો દરવાજો દીવાલોની આડશમાં બનાવાયેલો છે જે કિલ્લાથી થોડા અંતરે દૂર જવાથી દીવાલોની આડશને કારણે દેખાવાનું બંધ થઇ જાય છે. આ કારીગરી વિષે એવું કહેવાય છે કે આ ભેદી દરવાજાને કારણે જ અહીં આવનાર દુશ્મનો કિલ્લા સુધી આવીને પણ ભુલભુલામણીમાં ફસાઈ જતા અને કિલ્લામાં પ્રવેશ નહોતા કરી શકતા.

image source

આ કિલ્લાના નિર્માણ કાર્ય અંગે કહેવાય છે કે 22 એકર વિસ્તારમાં ફેલાયેલા આ વિશાળ મુરુદ જંજીરા કિલ્લાનું નિર્માણ તે વખતની અહમદનગર હુકુમતના કર્તાહર્તા મલિક અમ્બરના માર્ગદર્શન હેઠળ 15 મી સદીમાં કરવામાં આવ્યું હતું અને લગભગ 22 વર્ષ સુધી તેનું નિર્માણકાર્ય ચાલ્યું હતું. કિલ્લો ચારે બાજુએ 40 ફૂટ ઊંચી દીવાલોથી ઘેરાયેલો છે અને તેમાં 22 સુરક્ષા ચોકીઓ પણ બનાવવામાં આવી હતી.

image source

અહીં સિદ્દીકી શાશકોની તોપ આજે પણ જોવા મળે છે જે પ્રત્યેક સુરક્ષા ચોકીઓમાં રાખવામાં આવતી હતી. આ કિલ્લાની અંદર જે તે સમયના સંત માણસ શાહ બાબાનો મકબરો પણ આવેલો છે અને મીઠા પાણીનું એક મીઠા પાણીનું તળાવ પણ આવેલું છે.

image source

પરંતુ નવાઈ એ વાતની છે કે કિલ્લાની ચારે બાજુ સમુદ્રનું પાણી હોય અને કિલ્લો પણ સમુદ્રમાં હોય તળાવમાં મીઠું પાણી કઈ રીતે અને ક્યાંથી આવે છે તે આજ સુધી રહસ્ય જ બનેલું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ