જો તમે દિવસમાં વધારે પ્રમાણમાં પીતા હોવ ચા? તો આજે જ કરી દેજો બંધ કારણકે…

વધારે પડતી ચા પીવાથી રહો દૂર ! તેની આડઅસર તમારા શરીરને નુકસાન પહોંચાડે છે

image source

‘ચા’નું નામ સાંભળતાં જ ચાના રસિયાઓને ચાની સ્મેલ આવવા લાગે, મોઢામાંથી પાણી ઝરવા લાગતું હોય છે.

આજે ભારતના મોટા ભાગના લોકોને ચા વગર સવાર નથી પડતી.

અને કેટલાકને તો ચાનું એટલું વળગણ હોય છે કે દિવસ દરમિયાન 4-5 વાર ચા પી જતા હોય છે.

image source

પણ આપણે એક વાત જાણી લેવી જોઈએ કે કોઈ પણ વસ્તુનો અતિરેક આપણને નુકસાન તરફ જ દોરી જાય છે. અને તેમાં ચા પણ બાકાત નથી.

ચા માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ખુબ જ પ્રિય પિણું છે. આજે વિશ્વમાં માત્ર ચાનું માર્કેટ જ 65થી 70 બિલિયન અમેરિકન ડોલર છે. અને આ ચામાં પણ લોકોને અલગ અલગ પ્રકારની ચા ભાવતી હોય છે.

જેમ કે વિશ્વના કેટલાક ભાગોમાં ચાને દૂધ સાથે નહીં પણ પાણીમાં ઉકાળીને જ પીવામાં આવે છો.

image source

જ્યારે ભારતમાં ચા તો દૂધવાળી જ પીવાતી હોય છે અને તેની સાથે સાથે વિવિધ મસાલાઓ જેમ કે ચાનો મસાલો, આદુ, ફુદિના વિગેરે ચાના ચાહકોનો પણ એક મોટો વર્ગ છે.

એમાં કોઈ જ શંકા નથી કે ચાના પણ કેટલાક લાભો છે પણ ઉપર જણાવ્યું તે પ્રમાણે કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાન જ કરે છે.

image source

ભલે વધારે પડતી ચા પિવાના નુકસાનો દેખીતા ન હોય પણ તે તમને નુકસાન કરે જ છે. જેમ કે તમારા મેટાબોલિઝમને તો વધારે પડતી ચાનું સેવન ખતમ જ કરી દે છે. તો ચાલો જાણીએ વધારે પડતી ચાની આડઅસરો વિષે.

બેચેની વધારે છે

આપણે સામાન્ય રીતે દીવસના સ્ટ્રેસમાંથી મુક્ત થવા માટે અથવા તો આપણી સુસ્તિ ઉડાડવા માટે ચાનું સેવન કરતા હોઈએ છે.

image source

પણ તમને કદાચ એ નહીં ખબર હોય કે વધારે પડતી ચાનું સેવન કરવાથી તે તમારી માનસિક તાણને વધારે છે તમારો ઉચાટ વધારે છે તેમજ તમારામાં કારણ વગરની બેચેની જગાવે છે.

તેના માટે તમારે કશું જ નથી કરવાનું માત્ર તમારા ચાના કપને જ ઘટાડવાના છે. આ સિવાય તમે તમારી રેગ્યુલર ચાને ગ્રીન ટી સાથે પણ એક્સ્ચેન્જ કરી શકો.

અનિંદ્રાની બિમારી

image source

જો તમને અવારનવાર અનિંદ્રાની સમસ્યા સતાવતી રહેતી હોય તો તેના માટે તમારું વધારે પડતું ચાનું સેવન જવાબદાર છે. દિવસ દરમિયાન શરીરને જરૂર કરતાં વધારે ચા પીવાથી તમારી ઉંઘ ખોરવાય છે.

કારણ કે ચામા રહેલું કેફેઇન તમારા નિંદ્રા ચક્રને સદંતર ડીસ્ટર્બ કરી મુકે છે. ચામા રહેલું કેફેઇન તમારા મેલાટોનિન હોર્મોન્સમાં ખલેલ ઉભી કરે છે અને તેના કારણે તમારું નિંદ્રાચક્ર ખોરવાય છે.

ઉબકા આવવા

image source

ચા પીવાથી અને ખાસ કરીને દૂધવાળી ચા પીવાથી તમને ઉબકાની તકલીફ રહે છે. તે ચામા રહેલાં ટેનિન્સ તત્ત્વથી ઉદ્ભવે છે જે તમારા ડાયજેસ્ટિવ ટીશ્યુને ખલેલ પહોંચાડે છે અને તેના કારણે તમને પેટમાં દુઃખાવો તેમજ ઉબકા આવવાની ફીલીંગ રહ્યા કરે છે.

હાર્ટબર્ન – એસિડિટી – અસહજતા

image source

તમે ઘણા બધા લોકોને સાંભળ્યા હશે કે તેમને ચા પિવાથી એસીડીટી થાય છે. જે સંપુર્ણ સાચી વાત છે કારણ કે તેમાં રહેલું કેફેઇન તમારા પેટમાં એસિડનો વધારો કરે છે જેના કારણે તમને હાર્ટબર્ન તેમજ બ્લોટીંગ તેમજ અસહજતાની સમસ્યા રહે છે.

માથું દુઃખવું

image source

ચાથી થતું શરીરનું આ નુકસાન સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ભઈ અમે તો માથુ ઉતારવા માટે ચા પીએ છે અને તમો કહો છો કે ચા પીવાથી માથુ દુઃખે છે!

પણ તમને જણાવી દઈએ કે આ વારંવારનો દુઃખાવો તમારી આ ચાની આદત જ ઉત્પન્ન કરે છે.

કોઈ પણ જાતના કેફેઇનનું શરીરમાં વધારે પડતું ભળવું તમને માથાના દુઃખાવા તરફ લઈ જાય છે અને માટે જ જ્યારે તમે ચા નથી પીતા ત્યારે તમને માથુ દુઃખવા લાગે છે.

image source

પણ જો તેને ઓછી કરી દેવામાં આવે તો ધીમે ધીમે આ સમસ્યા દૂર થઈ જાય છે.શરીર પુરતા પ્રમાણમાં ખોરાકમાંથી પોષકતત્ત્વો શોષી શકતું નથી

ચામા રહેલા કેફેઇનથી અને ખાસ કરીને વધારે પડતી ચા પીવાથી શરીરમાં જે કેફેઇન ભળે છે તેના કારણે તમારું પાચન ખોરવાય છે અને તેના કારણે તમારું શરીર ખોરાકમાંથી યોગ્ય પ્રમાણમાં પોષકતત્તવો શોષી શકતું નથી.

માટે જ તમારે ભોજન લેતી વખતે ચાનો ઉપયોગ ન કરવો જોઈએ પણ બે ભોજન વચ્ચે ચાનું સેવન કરવું જોઈએ.
ગર્ભાવસ્થામાં અડચણો ઉભી કરે છે

image source

વધારે પડતી ચાનું સેવન બનનારી માતા તેમજ તેના બાળકને નુકસાન પહોંચાડે છે. શરીરમાં કેફેઇનનું પ્રમાણ વધતા પ્રેગ્નન્સીમાં અડચણો ઉભી થઈ શકે છે. અને માટે જ ડોક્ટર્સ હંમેશા ગર્ભવતિ સ્ત્રીને ચાની જગ્યાએ ગ્રીન ટી કે પછી હર્બલ ટી લેવાની સલાહ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ