આ ગે કપલની પ્રિ વેડિંગ તસવીરો થઇ વાયરલ, ક્લિક કરીને જોઇ લો તમે પણ

કેરલના ગે કપલની પ્રિ વેડિંગ તસ્વીરો થઈ રહી છે વાયરલ

ઘણા લાંબા સમય સુધી પણ સમલૈગિંક સંબંધોને કાયદેસર નહોતા ગણવામાં આવતા. પણ ધીમે ધીમે દુનિયાના વિવિધ દેશોમાં તેને કાયદેસર માનવામાં આવી રહ્યા છે અને તેના કારણે આ પ્રકારના સંબંધો ધરાવતી વ્યક્તિઓ હવે નિખાલસ રીતે પોતાના સંબંધો જાહેર કરતી થઈ છે અને લગ્નો પણ થવા લાગ્યા છે.

image source

આજકાલ કેરલના આવા જ એક ગે કપલની પ્રિવેડિંગ ફોટો શૂટની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જે બાબતે આ જોડી જણાવી રહી છે કે તેઓ આ દ્વારા દુનિયાને જણાવવા માગતા હતા કે તેમનો સંબંધ પણ કોઈ સામાન્ય જોડી જેવો જ છે અને તેઓ પણ તેમની જેમ જ લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ હાલ પોતાના લગ્નની તૈયારીઓમાં સંપુર્ણ વ્યસ્ત છે અને ખુબ જ ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે.

image source

તેઓ જણાવે છે કે તેમણે આ ફોટો શૂટ માટે ઘણા લાંબા સમયથી આયોજન કર્યું હતું. તેમણે પોતાની આ તસ્વીર એવા સંદેશથી શેર કરી હતી કે નિવેદ એંટોની ચુલ્લિકલ અને અબ્દુલ રહિમ પોતાની અલગ ઓળખ ઉભી કરી ચુક્યા છે. તેઓ આ દ્વારા લોકોને એવું દર્શાવવા માગતા હતા કે સમાન લીંગના લગ્નો પણ કોઈ સામાન્ય લગ્ન જેવા જ હોઈ શકે છે. જો કે તેમણે ક્યારેય એવી આશા નોહતી રાખી કે તેમનું આ પ્રિવેડીંગ ફોટોશૂટ વાયરલ થશે. અને અમારો તેવો કોઈ આશય પણ નહોતો.

image source

તમને જણાવી દઈએ કે નિવેદ બેંગલુરુમાં તેલેરેડિયોલોજી સોલ્યૂશન્સમાં એક ક્લાયન્ટ ઓડિટર છે તેઓ 32 વર્ષના છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે આ ફોટો શૂટ એટલા માટે કર્યું હતું કે તેઓ પણ બીજી સામાન્ય જોડીની જેમ પોતાના લગ્નની ઉજવણી કરવા માગતા હતા. અને માટે અમે પણ સામાન્ય લગ્નની જેમ પીઠી ચોળ, સંગીત, મહેંદી વિગેરે વિધિઓનો સમાવેશ પણ અમારા લગ્નમાં કર્યો છે.

image source

જો કે આ લોકો લગ્ન તો ઇંગ્લિશ સેરેમનીથી જ કરવા જઈ રહ્યા છે. જો કે તેમના લગ્નનું સ્થળ હજુ નક્કી નથી થયું.પણ તેઓ નવા વર્ષની શરૂઆત પહેલાં એકબીજાના બંધનમાં જોડાઈ જવા આતુર છે.

image source

તમને જણાવી દઈએ કે તેમણે બે પાર્ટમાં રોમેન્ટિક પ્રિ વેડિંગ ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં એક ફોટોશૂટ તેમણે પોતાના પાળેલા કૂતરા તેમજ ગિની પિગ્સ સાથે ઘરે જ કરાવ્યું હતું જ્યારે બીજું ફોટો શૂટ તેમણે કુદરતી સૌંદર્ય ધરાવતા સેટિંગમાં કરાવ્યું છે. ઇન્ટરનેટ પર લોકોએ તેમના આ ફોટો શૂટને ખૂબ જોયું તેમજ ખુબ વખાણ્યું પણ હતું. તેમણે આ ફોટો શૂટ એટલા માટે પણ કર્યું છે કે લોકોને એક સંદેશ મળે કે સમલૈંગિક યુગલ પણ સામાન્ય યુગલ જેવા જ રોમેન્ટિક હેઈ શકે છે તેમાં કશું જ અસામાન્ય કે ખરાબ નથી.

image source

અને તેઓ ઇચ્છે છે કે તેમના ફોટોશૂટથી તેમના જેવા બીજા લોકોને પણ પ્રેરણા મળે અને આ પ્રકારના સંબંધને લોકો અસામાન્ય ન સમજે. પણ આ પ્રેમ જ છે અને પ્રેમમાં કશુંજ ખરાબ નથી હોતું.

image source

વિશ્વના ઘણા બધા દેશોમાં હવે ગે સંબંધોને સામાન્ય ગણવામાં આવી રહ્યા છે અને લોકો પણ તેને હવે સામાન્ય યુગલો જેવી જ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. પણ ઘણા દેશોમાં તેને ગેરકાયદેસર ગણવામાં આવે છે અને તેના માટે કેટલીક આકરી સજા પણ રાખી છે. પણ આપણા દેશમાં તેને ઘણા આધુનિક દેશોની જેમ કાયદેસર ગણવામાં આવ્યા છે જેથી કરીને ગે કપલ્સને પોતાના સંબંધોને છૂપાવી ન રાખવા પડે અને તેઓ પણ બીજાઓની જેમ પોતાના સંબંધોને સામાન્ય રીતે એન્જોય કરી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ