શું તમે તમારા પેટની ચરબી અને તેના ઘેરાવાથી પરેશાન છો? આ રહ્યો અસરકારક ઉપાય…

મોટાભાગનાં લોકો મોટાપાની સમસ્યાથી હેરાન થતા હોય છે. તેમજ પેટની ચરબી વધી જાય છે. આજકાલ વર્કઆઉટ કરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. લોકો વર્કઆઉટ પ્રત્યે સભાન થઈ રહ્યા છે, એવામાં કેટલાક વર્કઆઉટ એવા હોય છે જે સરળ હોવાની સાથે શરીરમાં રહેલાં વધારાના ફેટને દૂર રાખવામાં મદદ કરે છે. કેટલાક લોકો જીમમાં જઈને વર્કઆઉટ કરી શકતા નથી અથવા તો કયું વર્કઆઉટ તેમના માટે બેસ્ટ છે તેની જાણ હોતી નથી. જો તમે પણ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો ફોલો કરો નીચે આપેલી ટિપ્સ

દરરોજની 500-600 કેલરી બર્ન કરવાથી અને યોગ્ય ખોરાક લેવાથી તમે તમારા પેટ પરની વધારાની ચરબીને દૂર કરી શકો છો. તેમજ જીમમાં પરસેવો પાડ્યા બાદ અને ડાયટ ફોલો કર્યા બાદ પણ બેલી ફેટ ઓછું થવાનું નામ જ ન લેતું હોય તો અહીં જણાવેલા ઘરેલૂ ઉપાય એકવાર અજમાવી જુઓ.

સાવ સરળ એવા ઘરેલૂ ઉપાય તમારા પેટ અને કમરની ચારેય બાજુ વધેલી ચરબીને દૂર કરી શકે છે. અહીં જણાવેલા આ ઉપાય તમને નિરાશ નહીં કરે. વજનને કાબૂમાં રાખવા માટે અને કમર અને પેટ પર વધારાની ચરબી ન વધે તે માટે જીમમાં જવું જરૂરી નથી.

બદામમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને પેટ પરની ચરબીને ઓછી કરે છે. જો કે, બદામ ખાતી વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે કેટલી બદામ ખાવ છો. કેમ કે, તેમાં કેલેરી વધારે માત્રામાં હોય છે. એટલાં માટે વધારે પડતી બદામ ન ખાવી. તેમજ પાંદડાવાળા શાકભાજી ખાવાથી પણ પેટની ચરબી ઘટે છે કેમ કે, તેમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. જેનાં લીધે તમને વાંરવાર ભુખ નથી લાગતી. તેમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. પાલક, બ્રોકલી જેવાં પાંદડાવાળા શાકભાદજીમાં ઓછી કેલેરી અને ભરપૂર ફાયબર હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

સવારની શરૂઆત કરો લીંબુ પાણીથી

જો તમે દરરોજ સવારે લેમન જ્યૂસનું સેવન કરશો તો તેનાથી તમારું શરીર ડિટોક્સીફાઈ થશે અને શરીરમાં રહેલાં ટોક્સિન્સ અને ફેટ પણ શરીરમાંથી બહાર નીકળી જશે. આ સિવાય સવારે નવશેકા પાણીમાં લેમન જ્યૂસ મિક્ષ કરીને પીવાથી તમારું લીવર મજબૂત બનશે અને કમરની આસપાસની ચરબી ફેટ પણ ઓછી થશે. ઉપયોગ માટે એક લીંબુ લેવું અને એક ગ્લાસ નવશેકું પાણી લેવું. નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરવું અને રોજ સવારે ખાલી પેટે નિયમિત સેવન કરવું. આનાથી તમારું મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થશે.

બપોરે કે સાંજે પીઓ આ પીણું

સવારની શરૂઆત નવશેકા પાણી અને લીંબુથી કર્યાના થોડા સમય બાદ ફરી લીંબુનું સેવન કરવું અને આ વખતે તેમાં કેટલીક ફેટ બર્નિંગ વસ્તુઓ મિક્ષ કરવી. તમે લંચ પછી કે સાંજે આ રીતે સેવન કરી શકો છો. ઉપયોગ માટે 4 ચમચી લીંબુનો રસ લેવો. એક ચમચી મરી પાઉડર, એક ચમચી મધ અને એક ગ્લાસ નવશેકું પાણી. હવે પાણીમાં આ બધી વસ્તુઓને બરાબર મિક્ષ કરી દેવી અને દિવસમાં એક કે બેવાર આ રીતે ફેટ બર્નિંગ પીણું બનાવીને તેનું સેવન કરવું.

વિટામિન સી છે જરૂરી

કાકડી અને લીંબુ તમારા પેટની ચરબીને દૂર કરવા માટે યોગ્ય ઉપાય છે. કાકડી ખાવાથી શરીરમાં ચરબી વધતી નથી. જેમા 96 ટકા ફાઇબર રહેલું છે. જેના કારણથી વજનમાં પણ ઘટાડો થાય છે. જ્યારે લીંબૂ પેટી ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. પેટની ચરબી દૂર કરવા માટે રોજ રાતે એક ગ્લાસ કાકડીના જ્યૂસનુ સેવન કરવાથી આ સમસ્યાથી છૂટકારો મળે છે. કાકડીનો જ્યૂસ પીવાથી ફેટ ઓછું થાય છે.તેમજ પેટની સફાઇ માટે લાભદાયી છે. તેમજ પેટની ચરબીથી છૂટકારો અપાવે છે.

શરીરમાં વિટામિન સીની ઉણપને કારણે ફેટ બર્ન કરવામાં સમસ્યા થાય છે, કારણ કે મેટાબોલિઝ્મ માટે આ વિટામિન બહુ જ જરૂરી છે. જો તમારા પેટની ચારેય બાજુ ચરબીના થર છે તો સમજી લેવું કે તમારા શરીરમાં વિટામિન સીની ઉણપ છે. જેથી એવા ફૂડનું સેવન કરવું જેમાં વધુ પ્રમાણમાં વિટામિન સી મળી રહે છે. પણ કેટલાક એવા ફૂડ છે જેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે જેમ કે, આમળા, ઓરેન્જ, લેમન, પપાયા, બ્રોકોલી, કેલ, સ્ટ્રોબેરી, કીવી, ફ્લાવર, કોબીજ, શક્કરિયા વગેરે. આ તમામ ફૂડનું રોજ સેવન કરવું જેથી તમારા શરીરમાં વિટામિન સીની ઉણપ ન સર્જાય અને તમે એક્સ્ટ્રા ફેટથી બચી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ