ઈડલી ખાઈ રહ્યા છો! શું તમે જાણો છો તેના ફાયદા? ઈડલી એક અદ્ભુત નાસ્તો છે જાણો કેવી રીતે.

આપણને બધાને પૌષ્ટિક નાસ્તો કરવાની સલાહ આપવામાં આવે છે.પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે નાસ્તામાં કોર્નફ્લેક્સ,ઓટ્સ અને આ પ્રકારની ચીજો ખાતા રહીએ .વારે-વારે એ ક જેવો નાસ્તો કરવાથી કંટાળો આવવા લાગે છે.એ વામાં તમારે નાસ્તામાં ઈડલી ટ્રાય કરવી જોઈએ .ઈડલી ખૂબ પૌષ્ટિક હોય છે અને ચટણી સાથે ખાવાથી લાજવાબ સ્વાદ આવે છે.પરંતુ આ સૌથી પહેલા તમે એ જરૂરથી જાણી લો કે ઈડલી ખાવાથી તમને શું ફાયદા થાય છે.

ઈડલીનાં ફાયદા

સાઉથ ઈન્ડિયાની આ પ્રખ્યાત ડિશ ઈડલીમાં ચોખા અને અડદની દાળ મળેલી હોય છે.એટલે એ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટિનનો એક સારો સ્ત્રોત હોય છે.ઈડલી બનાવવા માટે તેમાસ ખમીર ઉઠાવવામાં આવે છે,જેનાથી તેની અંદર રહેલ પ્રોટિનની બાયોવેલેબ્લિટી અને વિટામીન પણ વધી જાય છે.

ઈડલીને સ્ટીમ કરીને એટલે કે વરાળથી પણ બનાવવામાં આવે છે.એટલે તેની અંદર ફેટ ખૂબ ઓછી હોય છે અને તેને સરળતાથી પચાવી શકાય છે.

ઈડલીમાં ઉપયોગ કરવામાં આવેલા દાળ અને ચોખાનું મિશ્રણ એ મિનો એ સિડનો સારો સ્ત્રોત હોય છે.ઈડલી ખાવાથી એક સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમે તે પેટ ભરીને ખાશો,ત્યારે પણ તમને ઓ છી કેલેરી મળશે.”હેલ્ધીફાય મી” અનુસાર,૧ ઈડલીમાં માત્ર ૬૫ કેલેરી હોય છે.

ઈડલી રેસિપી(સાંબાર-તરલાદલાલ ડોટ કોમ)

૩૦ ઈડલી બનાવવા માટે

દાળ અને ચોખા પલાળવાનો સમય- ૨-૩ કલાક

તૈયારીનો સમય – ૧૫ મિનિટ

ખમીર ઉઠાવવાનો સમય -એ ક રાત

બનાવવાનો સમય – ૪૫ મિનિટ

સામગ્રી

૩ કપ ચોખા

૧ કપ અડદ દાળ

મીઠું સ્વાદ અનુસાર

તેલ (ગ્રીસિંગ માટે)

રીત

ચોખા અને અડદની દાળને હળવા ગરમ પાણીમાં બે થી ત્રણ કલાક માટે પલાળી રાખો.

પાણી કાઢીને પીસી લો અને પેસ્ટ બનાવી લો.

આખી રાત માટે ઢાંકીને રાખી દો.

ઇડલી બનાવતા સમયે મીઠું ઉમેરીને મિક્સ કરી દો.અને ચપટી ખાવાના સોડા એડ કરી ઇડલીના બેટરને સરસ રીતે હલાવો. હવે એક સ્ટીમર લો અને એમાં એક ગ્લાસ પાણી નાખી ને ગરમ કરો, પછી ઇડલી મોડમાં થોડુ તેલ લગાવો તેમાં ચમચી વડે ઇડલીની પેસ્ટ નાખો.

૧૫ મિનિટ માટે સ્ટિમ થવા દો.ગરમાગરમ ચટણી સાથે પીરસો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ