શું તમારા ચહેરા પર અત્યારથી કરચલીઓ દેખાવા લાગી છે? કરો આ ઉપાયની શરૂઆત…

સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે સાથે દરેક સ્ત્રી અને પુરૂષના શરીરમાં ફેરફાર થતા હોય છે, અને એમાં પણ વધતી ઉંમરની સાથે વ્યક્તિના ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે. જેથી ચહેરો જોઈને અન્યને ઉંમરનો ખ્યાલ આવી જતો હોય છૂ. જો કે આજકાલ લાઈફસ્ટાઈલમાં સતત ફેરફારને કારણે યુવાનીમાં પણ મોં પર કરચલીઓ દેખાવાના કિસ્સા વધી ગયા છે. કેટલાંક ઘરેલુ ઉપચાર તમને મોંઢા પર દેખાતી કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.


જો કે ફેસ પર કરચલીઓ ના પડે તે માટે લોકો અનેક ઘણી ટ્રિટમેન્ટનો પણ સહારો લેતા હોય છે. આ સાથે ચહેરા પરની કરચલીઓને દૂર કરવા માટે લોકો અનેક બ્યૂટી પ્રોડક્ટ્સ પણ વાપરતા હોય છે. આમ, જો તમે પણ આવી કોઇ પ્રોડક્ટ્સનો યુઝ કરો છો તો તમારે ચેતી જવુ જોઇએ કારણકે તેનાથી અનેક ઘણુ સ્કિનને નુકસાન થાય છે. જો તમે તમારા ફેસ પરની કરચલીઓને દૂર કરવા ઇચ્છતા હોવ તો આ ઘરગથ્થુ ઉપાયો તમારા માટે એકદમ બેસ્ટ છે.


– અડધું લીબું, અડધી ચમચી હળદર અને બે ચમચી ચણાના લોટને સરખી રીતે મિક્ષ કરી લો. આ પેસ્ટને 3-4 વાર ચહેરા પર લગાવો અને સૂકાઈ જાય ત્યારે ધોઈ નાખો. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી કરચલીઓ ઝડપથી દૂર થઈ જશે.

– કાકડીનો રસ કાઢો અથવા તો તેના નાના નાના ટુકડા કાપીને કરચલીઓ પર લગાવી દો. થોડો સમય રસથી ત્યાં મસાજ કરો. આમ કરવાથી થોડા જ દિવસોમાં તમને રિઝલ્ટ મળી જશે.

– એક ચમચી મલાઈ અને 3-4 બદામને પીસીને બન્નેને સરખી રીતે મિક્ષ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરી સૂઈ જાવો. સવારે ઉઠીને ચણાના લોટના પાણી વડે ચહેરો ધોઈ નાખો. આવું 2-3 સપ્તાહ સુધી કરવાથી કરચલીઓ જલ્દી દૂર થશે.

– નિયમિત સ્ક્રબિંગ કરવું જોઈએ જેથી ડેડ સેલ્સ દૂર થાય અને નવી સ્કિન ચહેરા પર દેખાય. હળદર અને ચંદનનો લેપ પણ મોં પરની કરચલી દૂર કરવામાં મદદરૂપ બને છે.

– દિવસમાં એકવાર એક ગ્લાસ ગાજરના રસમાં કંઈ પણ નાખ્યા વગર પીવો, આવું કરવાથી કરચલી તો દૂર થશે જ સાથે રંગ નિખરશે અને ચહેરો ચમકીલો બનશે.

– તાજા ટામેટા કાપી તેનાથી હળવા હાથે ચહેરા પર મસાજ કરવાથી કરચલીની સમસ્યા દૂર થશે અને ચહેરો ગોરો પણ બનશે

– દરરોજ લગભગ 10થી 12 ગ્લાસ પાણી પીવું. દૂધ, દહીં, લીલા શાકભાજી અને સલાડ ખાવું, જેથી શરીરને પૂરતું પોષણ મળી રહે અને આવી તકલીફો ન થાય.


– પાકેલા પપૈયાનો એક ટુકડો કાપીને ચહેરા પર ઘસીને લગાવો. થોડા સમય બાદ મોં ધોઈ લો. આમ નિયમિત કરવાથી ચહેરા પર કરચલીઓ તો દૂર થાય જ છે પણ ચહેરાનો નિખાર પણ વધે છે.

– સવાર સાંજ ચહેરા પર લીંબૂ ઘસવાથી પણ કરચલીઓ દૂર થાય છે અને ચહેરાનો રંગ ખીલે છે.

– સફરજનનો માવો ચહેરા પર લગાવી રાખી ત્યારબાદ ઘસીને ધોવાથી પણ ફાયદો થાય છે. નિયમિત સફરજન ખાવાથી પણ કરચલીઓ પડતી નથી
– રાતે સરખી ઉંઘ ન આવવાથી પણ ચહેરા પર કરચલીઓ પડે છે જેથી રાતે ચહેરો ધોઈને વહેલા સૂવાની આદત પાડો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ