શું ખરેખર મલાઈકા અરોરા બની ગઈ છે કપૂર પરિવારની મેમ્બર? વાંચો અને જાણો…

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એ બંનેના અફેરની વાતો લાંબા સમયથી ચર્ચાનો વિષય બની છે બંનેમાંથી કોઈ પણ આ વાતમાં મગનું નામ મારી પાડવા તૈયાર નથી. બંને હજી પણ બહાર પાર્ટીમાં, અનેક જગ્યાએ, અનેક શો પર સાથે જોવા મળે છે અને મીડિયાથી સંતાઈને પણ તેઓ એકબીજા સાથે ફરે છે એવા પણ અને સમાચારો અવારનવાર આપણને જાણવા મળ્યા છે પણ આજે અમે વાત કરવાના છે જેનાથી તમને પાક્કો વિશ્વાસ થઇ જશે કે નક્કી બંને વચ્ચે કઈક ચાલી રહ્યું છે. ૨૦૧૮ નું વર્ષ પૂર્ણ થયાની સાથે ૨૦૧૯ની શરૂઆત થઇ છે ઘણા બધા કલાકારોએ પોતાના પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરી છે. આજે અમે તમને બતાવીશું અર્જુન અને મલાઈકાના નવા વર્ષની તસ્વીરો.

નવા વર્ષ દરમિયાન સંજય કપૂરે પોતાના ઘરે પાર્ટી રાખી હતી અને આ પાર્ટીમાં સામેલ થવા માટે અર્જુન અને મલાઈકા એ એકબીજાના હાથોમાં હાથ નાખીને આવ્યા હતા. આ દરમિયાન મલાઈકાએ શીમરી આઉટફીટ પહેર્યું હતું. મલાઈકા આ ડ્રેસમાં બહુ સુંદર દેખાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે સંજય કપૂર એ અર્જુન કપૂરના કાકા છે. અહિયાં ફોટોમાં આપણે એવું પણ જોઈ શકીએ છીએ કે કપૂર પરિવારમાં મલાઈકાની એન્ટ્રી થઇ ગઈ છે. સંજય કપૂરે પરથી પૂર્ણ થયા પછી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક ફોટો શેર કર્યો હતો.

ફોટોમાં અર્જુન કપૂર, મલાઈકા અરોરા, સંજય કપૂર, મહીપ કપૂર અને કરણ જૌહર એક સાથે દેખાઈ રહ્યા છે અને સંજય કપૂરે ફોટોના કેપ્શનમાં ફેમેલી લખ્યું હતું અને સાથે એક હાર્ટનું ઈમોજી પણ મુક્યું હતું.

થોડા અમય પહેલા કોફી વિથ કરણના શોમાં અર્જુન કપૂર આવ્યા હતા તેમાં અર્જુને કબૂલ કર્યું હતું કે તેઓ પોતે એક રીલેશનમાં છે પણ તેઓ કોની સાથે રીલેશનમાં છે એ વાત જણાવી હતી નહિ. હવે એ નામ ના કહે તો પણ આપણે અંદાજો લગાવી શકીએ કે તે મલાઈકાની જ વાત કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના શો પર જયારે પોતાના મુવી નમસ્તે ઇંગ્લેન્ડ માટે પ્રમોશન કરવા અર્જુન અને પરણિતી આવ્યા હતા ત્યારે પણ અર્જુન અને મલાઈકાની વચ્ચે સ્પેશીયલ કેમેસ્ટ્રી દેખાઈ રહી હતી. મલાઈકા એ આ શોની એક જજ છે.