નવા વર્ષમાં તમારી આ જૂની આદતો તમને મૂકી શકે છે મુશ્કેલીમાં…

નવા વર્ષ માટે અનેક લોકોએ કેટલાય સંકલ્પ લીધા હશે પણ આજે નવા વર્ષને પાંચ દિવસ વીતી ગયા છે તો તમે લીધેલા સંકલ્પમાંથી કેટલા સંકલ્પ પૂર્ણ થયા અને કેટલા તૂટી ગયા એ વિચારજો. પણ આજે અમે તમને એવી ૫ આદતો વિષે જણાવીશું જે તમારે આ વર્ષે છોડી દેવી જોઈએ. આ આદતો છોડી દેવાથી તમને અઢળક લાભ તો થશે જ પણ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

મોબાઈલ અને કોમ્પ્યુટરના ઉપયોગ દરમિયાન આંખને થોડી રાહત આપો.

આજકાલ એવું કોઈ નહીં હોય જેની પાસે ફોન નહિ હોય જયારે પણ તમે ફ્રી હશો તો તમે પણ મોબાઈલ લઈને બેસી જતા હશો પણ અમે એવું નથી કહેતા કે મોબાઈલ સંપૂર્ણ છોડી જ દો પણ તમારે ફાલતુંના સમયમાં ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જો તમારું કામ લેપટોપ કે કોમ્પ્યુટર સામે છે તો તમારે કામની વચ્ચે વચ્ચે થોડો બ્રેક લેવો.

ટીવી જોવાનો જેમને બહુ શોખ હોય તેમણે ટીવી દુરથી જોવું જોઈએ અને વચ્ચે વચ્ચે ૨૦ સેકંડ માટે આંખો બંધ કરીવી જોઈએ. જો તમે આવું નથી કરતા તો તમને આંખો કોરી થઇ જવી, આછું દેખાવું, આંખો દુખવી વગેરે જેવી સમસ્યા થઇ શકે છે. તમે ઈચ્છો તો ટીવી મોબાઈલ કે કોંપ્યુટર પર વધારે સમય વિતાવવા કરતા કોઈ સારી બુકનું વાંચન કરી શકો છો.

ચા – કોફીની આદત છોડો.

જો તમને ચા કે કોફીનો બહુ શોખ છે તો તમારે આ આદત બદલી દેવી જોઈએ. આ આદત એ તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે. વારંવાર ચા અને કોફી પીવાથી અનિન્દ્રાની બીમારી થઇ શકે છે. તમે ઈચ્છો તો ચા કે કોફીની જગ્યાએ ગ્રીન-ટી કે પછી ફળ કે શાકભાજીના જ્યુસ પીવાનું શરુ કરવું જોઈએ. આનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને કોઈ નુકશાન થશે નહિ.

સ્મોકિંગ કરવાનું ટાળો.

સ્મોકિંગ છોડવી એ સૌથી અઘરું કામ છે પણ જો એકવાર તમે આદત છોડી દેશો તો તમારા સ્વાસ્થ્ય માટે એ ખરેખર બહુ ઉપયોગી થશે. તમને ભલે એવું લાગતું હોય કે આનાથી સ્ટ્રેસ દૂર થાય છે પણ તેનાથી કેન્સર જેવી બીમારીનું જોખમ વધે છે. જો તમે નિયમિત સ્મોકિંગ કરો છો તો તમે એક જ વારમાં નહિ છોડી શકો પણ થોડી થોડી ઓછી કરીને બંધ કરી શકો છો.

આધુનિક જીવનશૈલીને કારણે આજે વ્યક્તિને પોતાના કામ અને વેપાર પર વધુ ધ્યાન આપવું પડે છે એ વાત સાચી પણ પોતાના પરિવારને પણ સમય આપવાનું રાખો. પરિવાર સાથે વિતાવેલ સમય એ તમારા જીવનનો સૌથી સારો સમય રહેશે. આ વર્ષે સંકલ્પ લો કે તમે રોજ દિવસના અમુક કલાક ફિક્સ તમારા પરિવારને સમય આપશો.

છેલ્લે સૌથી મહત્વની વાત. સવારનો નાસ્તો, સવારે જો તમને નાસ્તો કરવાની આદત નથી તો પછી આજથી જ એ આદત પાડો. સવારનો નાસ્તો એ તમને આખો દિવસ ઊર્જા પૂરી પાડે છે. તમે સવારે નાસ્તામાં ૧ થી ૨ પરોઠા લઇ શકો છો. જો તમે ઈંડા ખાવ છો તો પછી બાફેલા ઈંડા પણ ખાઈ શકો છો, ફળ અને નટ્સ પણ તમે સવારે નાસ્તામાં ખાઈ શકો. હવે તો કોર્નફ્લેક્સ પણ ઘણા લોકો ખાતા થયા છે સવારના નાસ્તામાં તો તે પણ સ્વાસ્થ્ય માટે સારો નાસ્તો છે. જો સવારે નાસ્તાનો સમય ના મળે તો આગલા દિવસની રાત્રે જ બેઝીક તૈયારી કરી રાખો જેથી સવારે પુરતો સમય મળે.