૨૦૧૮ની આ વિચિત્ર ઘટનાઓ વાંચીને તમારું મગજ ભમી જશે…

વર્ષ ૨૦૧૮ પૂર્ણ થયે આજે ૫ દિવસ થઇ ગયા છે ગયા વર્ષે તમારા પણ અમુક સારા અને અમુક ખરાબ અનુભવ રહ્યા હશે પણ આજે અમે તમને જણાવીશું વિદેશની એવી વિચિત્ર ઘટનાઓ જે ૨૦૧૮માં ઈન્ટરનેટ પર બહુ વાઈરલ રહી હતી. તમે કદાચ જ જાણતા હશો આ ઘટનાઓ વિષે.

૧. પ્રેમમાં અનેક લોકો પાગલ થઇ જાય છે એ તો તમે સાંભળ્યું જ હશે પણ શું તમે આવું પાગલપન ક્યાય નહિ જોયું હોય.  ઘટના વાંચીને જ તમે થોડા વ્યથિત થઇ જશો પણ આ ખરેખર હકીકતમાં બન્યો છે આ બનાવ. યુનાઇટેડ અરબ અમીરાતમાં ૩૦ વર્ષની એક મહિલાએ પોતાના બોયફ્રેન્ડને મારીને તેના શરીરના અમુક ભાગને બિરિયાનીમાં ઉમેરીને કન્સ્ટ્રકશનના કામ કરતા અમુક મજૂર વ્યક્તિઓને ખવડાવી દીધી હતી. આ મહિલાએ જાતે જ પોતાનો આ અપરાધ કબૂલ કર્યો છે.

૨. બહુ વિચિત્ર બનાવ છે પણ આ એક હકીકત છે. એક દર્દીના ઈલાજ દરમિયાન એક ડોકટરે તેના પેટમાંથી એક લાઈટર કાઢ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ લાઈટર એ આ વ્યક્તિના પેટમાં છેલ્લા ૨૦ વર્ષથી હતું. ડોક્ટર પણ આ જોઇને હેરાન છે કે આટલા વર્ષો સુધી અંદર રહેલ આ લાઈટરથી દર્દીને કોઈ કેમિકલ ઇન્ફેકશન થયું નહિ. જો પેટમાં કોઈ તકલીફ થઇ હોત તો આ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોત.

૩. ઘણાને એવું કહેતા સાંભળ્યા છે કે વ્યક્તિ નશામાં હોય ત્યારે એ શું કરતો હોય છે એ પોતે એ નથી જાણતો હોતો. આવો જ એક બનાવ પણ બહુ વિચિત્ર બનાવ બન્યો છે લંડનના એક કપલ સાથે તેઓ પોતાનું હનીમુન કરવા માટે શ્રીલંકા આવ્યા હતા એક રાત્રે તેઓ એટલા નશામાં હતા કે નશામાં તેઓએ તે જ્યાં રોકાયા હતા એ હોટલ ખરીદી લીધી હતી, પણ બીજે દિવસે જયારે તેઓ ઉઠ્યા ત્યારે તેમને પોતાની ભૂલ સમજાઈ પણ આખરે તેઓએ એ હોટલ ખરીદી અને તેનું રીનોવેશન કરાવ્યું હતું.

૪. આજકાલ દરેક જગ્યા એ લોંગ ટ્રાવેલિંગ માટે કેબ બુક કરવી એ સારો ઓપ્શન છે કારણ કે કેબમાં રહેલ જીપીએસ સીસ્ટમ એ ડ્રાઈવરને લોકેશન વિષે જણાવતું રહે છે પણ જરૂરી નથી કે એ દરેક વખતે સાચું જ હોય. ઘણીવાર જીપીએસ પર આંધળો વિશ્વાસ મુકવો એ આપણને ભારે પણ પડી શકે છે. આવી જ એક ઘટના બની હતી સન ફ્રાંસીસ્કોમાં. એક ડ્રાઈવર એ જીપીએસને ફોલો કરોને પાર્કિંગની જગ્યા સુધી પહોચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ એ સીડીઓ પર આ ફોટોમાં દેખાઈ રહ્યો છે એવી રીતે અટકી ગયો. જીપીએસમાં જ્યાં રૂટ બતાવવામાં આવી રહ્યો હતો ત્યાં રસ્તો નહિ પણ સીડીઓ હતી. તો હવે જયારે પણ ગુગલ મેપનો ઉપયોગ કરો તો જરા સાવચેતી રાખજો.

૫. પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા એ બહુ સામાન્ય વાત છે દરેક પતિ પત્નીમાં કોઈને કોઈ વાતને લઈને ઝઘડો થતો જ હોય છે. પણ હવેના કપલ તો એવી નાની નાની વાતે ડિવોર્સ લઇ લેતા હોય છે જે આપણે વિચારી પણ ના શકીએ. આ બનાવમાં વાત એમ છે કે પતિ અને પત્ની બહાર ફરવા માટે ગયા હતા ત્યારે મહિલાએ પોતાના પતિ પાસે કોઈ ફેવરીટ વસ્તુ ખાવાની માંગણી કરી અને ત્યારે પતિએ તેને ના કહી બસ આજ વાત થી પત્નીને ખોટું લાગી ગયું અને તેણે ડિવોર્સ લઇ લીધા. આ ઘટના એ સાઉદી અરબની છે અને આ પતિ પત્ની એ લગ્નના ૪૦ દિવસ પછી તરત જ અલગ થઇ ગયા હતા.

જો તમે પણ આવી કોઈ અજીબો ગરીબ ઘટનાઓ જાણતા હોવ તો અમને અને બીજા મિત્રોને કોમેન્ટમાં જણાવો.