જાહ્નવી કપૂર શ્રીદેવીની પ્રેયરમીટમાં ભાવુક થઇને માતા વિશે લખ્યુ એવુ કે વાંચીને તમે પણ થઇ જશો દુખી

શ્રીદેવીની પ્રાર્થના સભા

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી (sridevi)ની મૃત્યુ થયે ૨ વર્ષ થઈ ગયા છે. શ્રીદેવી ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ના દિવસે આ દુનિયાને અલવિદા કહી ગઈ હતી. ત્યાંજ આટલો સમય પસાર થઈ ગયા પછી પણ લોકો આ દર્દને ભુલાવી નથી શક્યા. શ્રીદેવીને યાદ તો બધા જ કરે છે પરંતુ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર (jahnvi kapur) શ્રીદેવીને સૌથી વધારે યાદ કરે છે.

image source

સોશિયલ મીડિયા પર તે ક્યારેક ક્યારેક પોતાની માં ની ફોટો શેર કરતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં જાહ્નવી કપૂરે એક ફોટો શેર કરતા લખ્યું હતું કે ‘હું આપને દરરોજ યાદ કરું છું’. તેમજ તાજેતરમાં જ શ્રીદેવીની પ્રાર્થના સભામાં જાહ્નવી કપૂર ખુબ ભાવુક જોવા મળી.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

ખરેખર, ચેન્નાઈમાં શ્રીદેવી માટે એક ખાસ પ્રાર્થના સભા રાખવામાં આવી. આ પૂજામાં જાહ્નવી ટ્રેડીશનલ અવતારમાં પહોચી. અહિયાં જાહ્નવી કપૂરે કેટલીક મહિલાઓ સાથે મળીને પૂજા કરી. તાજેતરમાં જ જાહ્નવી કપૂરે પોતાના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર આ પૂજાના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં જાહ્નવી કપૂર પૂજા કરતી જોઈ શકાય છે. તેની આસપાસ કેટલીક મહિલાઓ ઉભી છે.

image source

તેમજ જાહ્નવીએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું કે ‘કાશ, તુમ યહાં હોતી’… આ કેપ્શન પરથી જાણી શકાય છે કે જાહ્નવી કપૂર પોતાની માં ને ખુબ જ યાદ કરી રહી છે. જાહ્નવી કપૂરના બોલીવુડમાં ડેબ્યુ પહેલા જ શ્રીદેવીનું નિધન થઈ ગયું હતું. ફિલ્મ ‘ધડક’ના ટ્રેલર સમયે પણ શ્રીદેવીને ખુબ જ યાદ કરવામાં આવી હતી. તેમજ આ ફિલ્મ ‘ધડક’ના રિલીઝના સમયે પણ ખુબ જ યાદ કરવામાં આવી હતી.

શ્રીદેવીની પ્રાથના સભામાં અજીત કુમાર પણ આવ્યા હતા ઉપરાંત બોની કપૂર સાથે પોઝ પણ આપ્યો હતો.

image source

જાહ્નવી કપૂરે પૂજા કરવા દરમિયાન પણ માં શ્રીદેવીને ખુબ જ યાદ કરે છે. આની પહેલા પણ પોતાની માં શ્રીદેવી સાથે એક નાનપણની ફોટો શેર કરતા લખ્યું હતું કે ‘મેં હર દિન આપકો મિસ કરતી હું…’ જાહ્નવી કપૂરના આ ફોટો પર ચારે બાજુથી પ્રતિક્રિયાઓ મળી હતી. કેટલાક સેલેબ્રીટીસે આ ફોટોના કેપ્શનમાં શ્રીદેવીને યાદ કર્યા હતા.

image source

જાહ્નવી કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો તાજેતરમાં જાહ્નવી કપૂર પોતાની આવનાર કેટલીક ફિલ્મોને લઈને ખુબ જ વ્યસ્ત છે. આ વર્ષે જાહ્નવી કપૂરની આવનારી ફિલ્મોમાં ‘રુહી આફ્જાના’, ગુંજન સક્સેના બાયોપિક’ અને મલ્ટી સ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં સામેલ છે. આ બધી જ ફિલ્મોમાં જાહ્નવી કપૂરના અલગ અલગ અવતારમાં જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ