સારા અલી ખાને ભાઇને સુપર બોલ્ડ તસવીર શેર કરીને કરી બર્થ ડે વિશ, વાંચો શું કહી દીધુ લોકોએ…

ઈબ્રાહીમ અલી ખાન બર્થ ડે સારા થઈ ટ્રોલ

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન કદાચ એક જ એવી એક્ટ્રેસ છે જેને સૌથી ઓછી ટ્રોલ કરવામાં આવે છે. સારા અલી ખાન, ટ્રોલર્સના નિશાને ખુબ જ ઓછી જોવા મળે છે. પરંતુ હાલમાં જ સારા અલી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર કેટલાક એવા ફોટો શેર કર્યા છે જેના કારણે લોકો સારા અલી ખાનને ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

ઈબ્રાહીમ અલી ખાનને બર્થ ડે વિશ કરવા માટે સારા અલી ખાને આ જ ટ્રીપના બે ફોટો શેર કર્યા છે. આ બન્ને ફોટોમાં સારા અલી ખાન બિકીનીમાં જોવા મળી રહી છે. સારા આ પોસ્ટના કેપ્શનમાં લખે છે કે, હેપ્પી બર્થ ડે ભાઈ. હું તમને એટલો બધો પ્રેમ કરું છું કે તમને એનો કોઈ અંદાજ નથી લગાવી શકતા.’

image source

સારા અલી ખાન બોલીવુડની ટેલેન્ટેડ સ્ટાર કીડ તરીકે આગળ આવવામાં સફળ રહી છે. પોતાના બોલીવુડ ડેબ્યુ પછીથી જ સારા ફેંસની ફેવરેટ બની ગઈ છે. જો કે સારા અલી ખાને હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉંટ પર કરેલ પોસ્ટ પર સારા ખુબ ટ્રોલ થઈ રહી છે અને તેનું કારણ છે સારા અલી ખાનનો બોલ્ડ લુક છે. ખરેખરમાં ન્યુ યર પછી સારા અલી ખાન પોતાના ભાઈ ઈબ્રાહીમ અલી ખાન અને માં અમૃતા સિંહ સાથે માલદીવ પહોચી હતી.

image source

સારા અલી ખાનએ આ ટ્રીપથી પણ પોતાના ભાઈ ઈબ્રાહીમ અલી ખાન સાથેના કેટલાક ફોટો શેર કર્યા હતા અને આ ફોટોસ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી હતી. હવે ઈબ્રાહીમને બર્થ ડે વિશ કરવા માટે સારાએ એ જ ટ્રીપના બે ફોટો શેર કર્યા છે. આ બન્ને ફોટોમાં સારા અલી ખાન બિકીનીમાં નજર આવી રહી છે. સારા અલી ખાનએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે ‘હું તમને એટલો પ્રેમ કરું છું કે તમે તેનો અંદાજો પણ નથી લગાવી શકતા અને આજે હું તમને ખુબ યાદ કરી રહી છું. કાશ તમે મારી સાથે હોત.’

ભાઈ માટે બર્થ ડે પોસ્ટ શેર કરતા જ ટ્રોલ થવા લાગી સારા અલી ખાન

image source

સારા અલી ખાનની આ પોસ્ટ ઘણી ટ્રોલ થઈ રહી છે. કેટલાક ફેંસનું કહેવું છે કે સારા અલી ખાન કમ સે કમ પોતાના ભાઈને બર્થ ડે વિશ કરવા માટે કોઈ બીજા ફોટો પસંદ કરવા જોઈતા હતા ત્યાં જ કેટલાક લોકોએ સારા અલી ખાનને શરમ રાખવાની સલાહ આપી દીધી. તેમજ અન્ય એક યુઝર ટ્રોલ કરતા કહે છે કે પણ કોઈ ભાઈ સાથે આવો પોઝ કોણ આપે છે, ત્યાં જ એક યુઝર સારા અલી ખાનનો બચાવ કરતા લખે છે કે શરમ શરીરમાં નહી પરંતુ આંખોમાં હોવી જોઈએ.

સારા અલી ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો સારા અલી ખાન તાજેતરમાં જ ફિલ્મ ‘લવ આજ કલ’ રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે કાર્તિક આર્યનએ કામ કર્યું હતું. વેલેન્ટાઈન ડે પર રીલીઝ થયેલ આ ફિલ્મ દર્શકોને ઘણી આશા હતી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ખાસ પ્રદર્શન કરી શકી નહી.

image source

સારા અલી ખાન હવે પોતાની ફિલ્મ ‘કુલી ન.1’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ ‘કુલી ન.1’ની રીમેક છે. આ ફિલ્મમાં સારા અલી ખાન વરુણ ધવન સાથે જોવા મળી શકે છે. વરુણ ધવનના પિતા ડેવિડ ધવન આ ફિલ્મ ‘કુલી ન.1’ની રિમેકને ડાયરેક્ટ કરી રહ્યા છે. સારા અલી ખાન આ ફિલ્મ સિવાય અક્ષય કુમાર અને ધનુષ સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ