અમદાવાદીઓના આ અનોખા કેમ્પેઇનમાં લોકોએ મૌન રહીને આપ્યો જોરદાર મેસેજ, વાંચી લો ક્લિક કરીને તમે પણ

અમદાવાદની બર્થડે પર અમદાવાદીઓનું અનોખું કેમ્પેઈન

image source

અમદાવાદના જન્મદિનના અવસર પર અમદાવાદની એક સંસ્થાએ પોતાના સોશિયલ મીડિયા ફેસબુક અકાઉંટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કાગળ પર મોટા અક્ષરે લખાણ લખેલ કેટલાક ફોટાઓ અપલોડ કરવામાં આવ્યા છે.

આ ફોટામાં લોકો ચુપ રહીને કે મૌન રહીને અમદાવાદ વિશેનો પોતાનો અભિગમ લોકો સુધી પહોચાડવા માટે આ એક કોન્સેપ્ટના સહારે એક કેમ્પેઈન દ્વારા લોકોમાં અમદાવાદ શહેર પ્રત્યે વધારે લાગણી જન્માવવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે.

image source

આ સંસ્થાએ અમદાવાદના જન્મદિનના અવસરે જેને જે કઈપણ કેહવું હોય તે એકપણ શબ્દ બોલ્યા વગર આપના વિચારોને એક મોટા કાગળ પર મોટા અક્ષરે લખીને લોકોની વચ્ચે આ પોસ્ટર પકડીને ઉભું રહેવાનું છે.

આ સંસ્થાએ અમદાવાદના ૬૦૯મા જન્મદિનના અવસરે અમદાવાદની કેટલીક જાણી-અજાણી વાતો ડીજીટલ દુનિયાના માધ્યમથી લોકો સુધી પહોચાડીને તેને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે.

image source

આ સંસ્થા આટલેથી ના અટકતા લોકોને પણ અમદાવાદ શહેર વિષેની વાતો અને વિચારો રજુ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદના કેટલાક યુવક-યુવતીઓએ પોતાના ફોટોસ અપલોડ કરીને તેઓને પ્રતિક્રિયા આપી હતી.

image source

એક યુવક અમદાવાદના હેરીટેજ પ્લેસ વિષે લખે છે કે, ‘હેરીટેજ પ્લેસ માત્ર પ્રીવેડીંગ ફોટોશુટ માટે જ નથી.’ આ વાતને સમર્થન આપતા અન્ય એક યુવતી પણ આવું જ લખાણ લખીને લોકો સમક્ષ ઉભી છે.

image source

ત્યાંજ અન્ય એક યુવતી લખે છે કે, ‘oyo રૂમ વાપરો’ કદાચ આ યુવતી અમદાવાદના પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે આમ લખ્યું હશે.

image source

અન્ય એક યુવક લખે છે કે, ‘પોળમાં ઉત્તરાયણ સિવાય પણ જવાય.’ સાચી વાત છે. કેમકે અમદાવાદની ઉત્તરાયણ જગ પ્રસિદ્ધ છે એટલે લાગે છે કે અમદાવાદની પોળમાં મોટાભાગે લોકો ઉત્તરાયણ પર જ આવતા હશે. એ સિવાય કદાચ કોઈ આવતું જ નહી હોય?..

image source

એક યુવતીએ લખ્યું છે કે, ‘અમદાવાદની વચ્ચે નદી વહે છે, સરહદ નહી.’ જો આપ ક્યારેય રીવર ફ્રંટ પર જઈને સાબરમતી નદીનો નજરો જોયો હશે તો કદાચ આ વાતનો ખ્યાલ આવી શકે છે ઘણીવાર સાંભળવા મળે છે નદીની આ બાજુ કે નદીની પેલી બાજુ પણ બન્ને બાજુ છે તો અમદાવાદ જ ને.

image source

ત્યાં અન્ય એક યુવક લખે છે #પીરાણા સ્ટેશન કરીને લખ્યું છે આ સાચો ડુંગર નથી. આ યુવકે જ્યાં ઉભા રહીને ફોટો પડાવ્યો છે તેમાં લાગે છે કે જાણે પાછળ જ ડુંગર હોય આવું કદાચ ભ્રમ તોડવા માટે લખ્યું હશે.

image source

બીજી યુવતીએ લખ્યું છે કે, ‘રીવર ફ્રંટ ફેમીલી પ્લેસ છે. I Guess!!’ સાચી વાત છે ઘણીવાર રીવર ફ્રંટ પર એવા દ્રશ્ય જોવા મળી જાય છે જે ના જોવા જોઈએ. આ યુવતી માહિતી આપે છે કે રીવર ફ્રંટ એક ફેમીલી પ્લેસ છે.

image source

અન્ય એક યુવતી લખે છે કે, ‘આ માત્ર IIMનો લોગો નથી’ કારણ કે ખરેખરમાં અમદાવાદમાં આવેલ સિદી સૈયદની જાળી એ ફક્ત એક IIMનો લોગો નથી અમદાવાદની સાથે સાથે ગુજરાત માટે પણ પ્રતિષ્ઠાની વાત છે.

image source

તેમજ હવે એક યુવતી લખે છે કે, ‘ઓનલાઈન કરતા રતન પોળમાં સાડીઓ વધારે સારી મળે છે.’ આ વાત તો એકદમ સાચી છે. આ યુવતી કદાચ કહેવા ઈચ્છે છે કે ઓનલાઈન છેતરાયા કરતા રતન પોળમાં સારામાં સારી સાડીઓ મળે છે અને એ પણ ભાવતાલ પણ કરાવી શકાય છે.

image source

આમ, અમદાવાદના કેટલાક લોકોએ આ સંસ્થા દ્વારા આયોજિત કેમ્પેઈનમાં આ રીતે ભાગ લીધો અને ક્યાંક ફરિયાદ થઈ છે, તો ક્યાંક માહિતી પણ અપાઈ છે, તો ક્યાંક માન અને પ્રતિષ્ઠાની વાત પણ થઈ છે અને આ બધું ચુપચાપ કઈપણ બોલ્યા વગર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ