કંબાલા રેસ: શ્રીનિવાસ ગૌડા અને નિશાંત કેમ ચર્ચામાં છે તેમની બોડીને લઇને, જાણો તેમની ફિટનેસ પાછળનુ પારંપારિક રીત

કંબાલા રેસ, કર્ણાટકમાં રમવામાં આવતો એક મુખ્ય સ્થાનિક રમત છે. એમાં ભેસની દોડ થાય છે. આ રમતમાં બે ભેસોને બાંધવામાં આવે છે અને તેમને એક ખિલાડી હાંકે છે. આ રમત અહિયાં દર વર્ષે રમવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખિલાડીઓએ પોતાની ભેસોની સાથે ભાગ લીધો. ત્યાંજ આ રેસ ખૂબ ઝડપથી ત્યારે વાઇરલ થઈ, જ્યારે એક કંબાલા ખિલાડી શ્રીનિવાસ ગૌડાએ ૧૦૦ મીટરનું અંતર ફક્ત ૯.૫૫ સેકંડમાં પૂરું કરીને એક રેકોર્ડ બનાવી દીધો. હવે આ રેકોર્ડ નિશાંત શેટ્ટીએ તોડી દીધો છે. નિશાંત શેટ્ટીએ ૯.૫૧ સેકંડમાં ૧૦૦ મીટર દોડીને શ્રીનિવાસનો રેકોર્ડ તોડ્યો છે.

image source

ગૌડાનો કંબાલા દોડનો વિડીયો વાઇરલ થયા પછી શ્રીનિવાસ ગૌડાની તુલના વિશ્વ રેકોર્ડ દોડવીર જૈમેકાના ઉસૈન બોલ્ટ સાથે થવા લાગી અને ત્યારબાદ ખેલ મંત્રી કીરેન રિજિજુએ સાઈ (ભારતીય ખેલ સંઘ)ને તેમની ટ્રાયલ લેવા માટે બોલવવામાં આવ્યા હતા. જો કે સોમવારના શ્રીનિવાસ ગૌડાએ ટ્રાયલ આપવાથી ના પાડી દીધી હટી અને પોતાના સ્થાનિક રમત પર જ ધ્યાન આપવાની વાત કહી છે. ત્યાંજ શ્રીનિવાસ ગૌડાને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયૂરપ્પાએ સમ્માનિત કર્યા હતા અને તેમના પ્રદર્શન માટે ત્રણ લાખ રૂપિયાની રાશિ પણ આપી હતી.

ઉસૈન બોલ્ટના વર્લ્ડ રેકોર્ડથી તુલના:

કંબાલાના ખિલાડી શ્રીનિવાસ ગૌડાએ ૧૦૦ મીટર નું અંતર ફક્ત ૯..૫૫ સેકંડમાં પૂરું કરીને એક રેકોર્ડ બનાવી દીધો હતો, જેની તુલના જમૈકાના દોડવીર ઉસૈન બોલ્ટ થી થી રહી હતી કેમકે ૧૦૦ મીટર રેસને ૯.૫૮ સેકંડમાં પુરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ તેમના નામે છે. ત્યાંજ ગૌડાએ તેના માટે ૯.૫૫ સેકન્ડ, તો હવે નિશાંત શેટ્ટીએ તેના માટે માત્ર ૯.૫૧ સેકંડ નો સમય લીધો છે. ખિલાડી શ્રીનિવાસને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયૂરપ્પા દ્વારા સમ્માનિત થવા પર કહે છે કે “હું ખૂબ ખુશ છું. મુખ્યમંત્રીએ મને તેમને મળવા માટે બોલાવ્યો છે. હું કંબાલા માટે આ માન્યતાથી ખૂબ ખુશ છું. જ્યારે હું નાનો હતો, ત્યારે મે કિચડમાં દોડવા માટે પ્રશિક્ષણ લીધું છે. જો ભેસ ઝડપથી દોડી, તો હું પણ એટલી ઝડપથી દોડી શકું છે”. મુખ્ય ભૂમિકા ભેસની છે, જો અમે સાથે સાથે ચાલીએ છીએ. ઝડપથી ચાલવા માટે, ભેસને પણ પ્રશિક્ષિત કરવાની જરૂરિયાત હોય છે.

ખિલાડી શ્રીનિવાસ ગૌડાએ જણાવ્યું પોતાના આ રેકોર્ડનું રહસ્ય:

શ્રીનિવાસ ગૌડા પોતાની સ્પીડની વિષે વાત કરતાં કહે છે, કે તેમની પ્રભાવશાળી કાયા અને કંબાલાની પરંપરા વિષયમાં ઘણું બધુ કહી જાય છે, પણ આ એમના નાનપણથી કરવામાં આવેલી મહેનતનુ પરિણામ છે. ત્યાંજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરતાં કહે છે કે, “તેમના શરીર પર ફક્ત એક નજર નાખો, તો આપ સમજી શકશો કે આ વ્યક્તિ અસાધારણ એથ્લેટિક કારનામાઓ કરવામાં સક્ષમ છે.” ત્યાં જ આ વાતથી આપણને બધાને એ પણ પ્રેરણા મળે છે કે જિમ જઈને, એક્સરસાઈઝ કરીને કે યોગા કરીને જ પોતાને આપ ફિટ નથી રાખી શકતા ઉપરાંત ફિટ રહેવા માટે કેટલાક અન્ય પ્રકાર પણ છે.

પારંપરિક ભારતીય રમતો પણ બની શકે છે આપના ફિટનેસ સિક્રેટ:

કબડ્ડી:

image source

આ ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતો ક્લાસિક રમતો માંથી એક રમત છે. કબડ્ડી રમવાથી સ્ટેમિનાની સાથે સાથે સહનશક્તિ અને ઝડપી રિફલેક્સ એક્સરસાઈઝ પણ થઈ જાય છે.

ખો-ખો:

image source

આ દેશના અધિકાંશ ભાગોમાં લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. આ ભારતમાં બાળકોની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. એના માટે ગતિ, શક્તિ અને તેજ સજાગતાની જરૂરિયાત હોય છે.

મલ્લખંબ :

image source

આ એક એવી રમત છે, જેમાં એક જિમ્નેસ્ટિક થાંભલા પર ચાલે છે. આ રમત માટે ખૂબ જ લચીલુ અને સ્ફૂર્તિલા શરીરની જરૂરિયાત હોય છે. આ રમત રાષ્ટ્રીય સ્તર પર રમવામાં આવે છે અને તેને પોલ જિમ્નાસ્ટિકનું ભારતીય રૂપ માનવમાં આવે છે. આ કેટલાક વર્ષો સુધી સ્ટ્રેચિંગ અને લચીલાપણુંના અભ્યાસની જરૂરિયાત હોય છે. આ પ્રકારની રમતોને પણ રમીને આપ પોતાના ફિટનેસ મેન્ટેન રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ