આ આદતોને ફોલો કરો આજથી જ, બીમાર પડ્યા વગર જીવશો લાંબુ જીવન

આ આદતો પાળશો તો તમે દસ વર્ષ વધારે જીવશો

image source

સ્વસ્થ આદતો જેમ કે નિયમિત વાયાયામ અને સ્વસ્થ ખોરાક તમારા જીવનમાં બીજા દસ સ્વસ્થ વર્ષોનો ઉમેરો કરી દે છે. બ્રીટેનમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં 1,10,000 લોકોને સમાવવામાં આવ્યા હતા. આ અભ્યાસ 1980-2014 દરમિયાન કરવામાં આવ્યો હતો આ લાંબાગાળાના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે સ્વસ્થ આદતો તમારા જીવન પર અર્થપૂર્ણ અસર કરી શકે છે.

image source

આ આદતોમાં ધૂમ્રપાન નહીં કરવું, દીવસ દરમિયાન નિયમિત 30 મીનીટ વ્યાયામ કરવો, વધારે પડતું મદ્યપાન ન કરવું, યોગ્ય ખાનપાનની ટેવ કેળવવી, 18-25 વચ્ચેનું BMI મેઇન્ટેઇન કરવાનો સમાવેશ થાય છે. આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે જો નિયમિત રીતે યોગ્ય સ્વસ્થ આદતો કેળવવામાં આવે તો હૃદયના રોગો, કેન્સર તેમજ ટાઈપ ટુ ડાયાબીટીસનું જોખમ ઘણા અંશે ઘટી જાય છે.

image source

ભેગી કરેલી માહીતી પ્રમાણે 50 વર્ષ ઉપરની સ્ત્રીઓ સ્વસ્થ જીવનશૈલીવાળી આદતો ધરાવતી હોય તો તે વધારાના 41 વર્ષ જીવી શકે છે, અને જો સ્ત્રીઓ સ્વસ્થ જીવનશૈલી નહીં અપનાવે તો તેઓ 31 વર્ષ વધારે જીવે છે. પુરુષોની વાત કરીએ તો સારી આદતો ધરાવતા પુરુષો 39 વર્ષ વધારે જીવે છે અને સારી આદતો નહીં ધરાવતા પુરુષો વધારાના 31 વર્ષ જીવે છે.

હવે અમે તમને એ જણાવીએ કે એક સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું

image source

સ્વસ્થ જીવન શૈલી અપનાવવા માટે તમે ઘણા બદા પગલા લઈ શકો છો. અહીં અમે તમને કેટલીક ટીપ્સ આપી રહ્યા છે જે લાંબા ગાળાના અભ્યાસ દ્વારા જાણવા મળી છેઃ

1. એક સ્વસ્થ સંતુલીત ખોરાકની આદત પાળોઃ

સંતુલીત આહારમાં વિવિધ પ્રકારના સમુહોનો સમાવેશ થાય છે. તેમા તેનું પ્રમાણ પણ યોગ્ય હોવું જોઈએ આ ખોરાક શરીર માટે જરૂરી ખનીજ તત્ત્વો અને વીટામીન્સની રોજીંદી જરૂરિયાતો પૂરો કરતો હોવો જોઈએ.

image source

તેના માટે તમારે રોજ પાંચ વાર ફ્રૂટ તેમજ શાકભાજીઓના મિશ્રણવાળો ખોરાક ખાવો જોઈએ. જેમાં કેળા, સફરજન તેમજ જે કોઈ પણ સીઝનલ ફળો તેમજ શાકભાજી હોય તેનો સમાવેશ થવો જોઈએ. તમારે પેકેજ્ડ ફ્રૂટ જ્યુસને અવગણવો જોઈએ. તેમાં ઉચ્ચ પ્રમાણમાં ખાંડ હોય છે અને ફાયબર તો નામના પણ નથી હોતા.

2. વ્હાઇટ બ્રેડની જગ્યાએ આખા અનાજને ખોરાકમાં સમાવો. ઘઉંના આખા દાણામાં ફાઈબર, વિટામીન્સ અને મીનરલ્સનુ પ્રમાણ વધારે હોય છે. ભારતીયોએ ઘઉંના લોટની જ રોટલીઓ ખાવી જોઈએ. તે તમે બજારમાંથી પણ મેળવી શકો છો અને ઘરે ઘઉં ભરીને તેનો લોટ દળાવીને પણ બનાવી શકો છો.

image source

3. ઓછી ચરબીવાળા દૂધના ઉત્પાદનો આરોગો. ડેરીની જગ્યાએ તમે સોયા મિલ્ક તેમજ લો ફેટ મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો.

4. રેડ મીટની જગ્યાએ વ્હાઇટ મીટ વાપરો. મટન તેમજ લેંબનો ઉપયોગ ઘટાડી દેવો. તેની જગ્યાએ ચીકન યોગ્ય છે. આ ઉપરાંત માછલી તેમજ ઇંડા પણ પ્રોટીનનું સારુ પ્રમાણ ધરાવે છે. અઠવાડિયામાં બે વાર તો ફીશ ખાવી જ જોઈએ.

5. ઉચ્ચ શર્કરાવાળા ખોરાકને સદંતર અવગણવો જોઈએ. આ ઉપરાંત મીઠુ અને સેચ્યુરેટેડ ફેટ્સનું સેવન પણ ઓછું કરવું જોઈએ.

2. નિયમિત વ્યાયામ કરોઃ

image source

અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટનો વ્યાયામ તો કરવો જ જોઈએ. અઠવાડિયાના પાંચ દીવસ તમારે રોજ 30 મીનીટનો વ્યાયામ કરવો જોઈએ. એ પ્રકારની એક્સરસાઇઝ કરો જેનાથી તમારા હાર્ટ રેટ વધે અને તમને અંદરથી હુંફ લાગે. તેના માટે તમે ઝડપી ચાલ, ચઢાણ, સાઇકલીંગ, ડાન્સીંગ પણ કરી શકો છો.

3. મદ્ય પાન ઘટાડો અને ધૂમ્રપાન છોડી દેવુઃ

image source

આલ્કોહોલમાં ઢગલા બંધ કેલરી હોય છે. વધારે પડતું મદ્યપાન કરવાથી તમારું શરીર ભારે થાય છે. સ્મોકીંગની વાત કરીએ તો તેની સાથે તો લાંબા ગાણાના ઘણા બધા ગંભીર રોગો જોડાયેલા છે માટે તેને છોડવું તે જ ઉત્તમ ઉપાય છે. તેના માટે તમે નીકોટીન રીપ્લેસમેન્ટ થેરાપી અપનાવી શકો છો અને સાથે સાથે કાઉન્સેલીંગ પણ કરી શકો છો.

image source

તમારે સજાગ જીવન જીવવું જોઈએ. જે તમે ખાઓ છો, જે તમે વર્તો છો, જે પ્રવૃત્તિ કરો છો તે બાબતે સતત સજાગ રહો તેના પર ધ્યાન આપો. હવે તમારા યોગ્ય સ્વાસ્થ્ય પર એકાગ્ર થાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ