ફોલો કરો આ ક્વિક ટીપ્સ, અને બીઝી શેડ્યુઅલમાં ત્વચાને આ રીતે રાખો સુંદર

શું તમારા સ્કીનકેર રુટીન માટે તમારી પાસે સમય નથી ? તો આ ટીપ્સ ફોલો કરો અને બીઝી શેડ્યુલમાં પણ તમારી ત્વચાને રાખો સુંદર

image source

આપણામાંના ઘણા બધા લોકો સવારે પાંચ મીનીટ વધારે ઉંઘવા માટે મોબાઈલના અલાર્મમાં સ્નૂઝ બટન દબાવી દેતા હોઈએ છે. અને તેના કારણે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારે મોડું થઈ ગયું હોય છે અને દરેક કામ માટે તમારે ઝડપ કરવી પડે છે. નાહવું, કપડાંને ઇસ્ત્રી કરવી, નાશ્તો કરવો આ બધામાં તમે તમારી ત્વચાની સંભાળ લેવાનો તો વિચાર પણ નથી કરી શકતા. અને એક બિઝી લાઈફમાં આવું થવું સામાન્ય છે.

તેમ છતાં તમારે તમારી ત્વચાની સંભાળને જરા પણ અવગણની ન જોઈએ. દીવસનું માત્ર પંદર મીનીટની જો સ્કીન કેર રુટીન તમારા માટે ફાળવશો તો તમારે ભવિષ્યમાં રોવાનો વારો નહીં આવે. અને આ કોઈ બીનજરૂરી બાબત નથી.

image source

આજના જમાનામાં દરેક શહેરોમાં પોલ્યુશનની કોઈ જ કમી નથી રહી, બીજું તમારું વ્યસ્ત જીવન, અને તમારા અપોષક ખોરાક આ બધાની અસર તમારી ત્વચા પર થાય છે. અને તેના કારણે તમે નાની ઉંમરમાં પણ વધારે મોટા દેખાવા લાગો છો, અને તડકાના કારણે ત્વચા પર જે સનબર્ન થાય છે તેની તો વાત જ ન કરવી જોઈએ.

હા, તમે મેકઅપથી તમારી ત્વચાની કેટલીક ખામીઓ છૂપાવી શકો છો પણ તે કોઈ કાયમી ઉપાય નથી. અને તેનાથી તમારી ત્વચા અંદરથી સુંદર પણ નહીં બને. માટે હવે જો દીવસ દરમિયાન તમારી પાસે ઓછો સમય હોય તો અમે તમને કેટલાક સ્કીનકેર રુટીન જણાવીએ છે જે અમે 15 મીનીટ, 10 મીનીટ અને 5 મીનીટમાં વહેંચ્યા છે.

દીવસ દરમિયાન 15 મીનીટનું સ્કીનકેર રુટીન

image source

તમારી ત્વચાને હંમેશા સ્વસ્થ અને સુંદર રાખવા માટે રોજની પંદર મીનીટ પુરતી છે. અહીં અમે તમને કેટલાક એવા સ્ટેપ્સ બતાવ્યા છે જે તમે માત્ર પંદર મીનીટમાં જ કરી શકો છો.

– સૌ પ્રથમ તમારા ચહેરા પર ઠંડુ પાણી નાખો. હવે એક નીચા પીએચ સ્તરવાળા હળવા ક્લીન્ઝરથી તમારો ચહેરો ધોઈ લો. અહીં તમે કોઈ હર્બલ પ્રોડક્ટનો પણ ઉપોયગ કરી શકો છો. તમે કોઈ ટોનર તમારી હથેળીમાં લઈને તેને પણ તમારા ચહેરા તેમજ ત્વચા પર લગાવી શકો છો.

image source

તેને તેમ જ 2 મીનીટ માટે છોડી દેવું. ટોનર તમારા ચહેરા પરના પોર્સને સંકોચવામાં મદદ કરશે. જો તે સંકોચાશે નહીં તો તેમાં કચરો ભરાઈ જશે અને તેના કારણે તમને ખીલ તેમજ બ્લેકહેડ્સ પણ થઈ શકે છે. ટોનર તમારી ત્વચામાં ઉંડે ઉતરી જાય છે અને ત્વચાને લાંબા સમય માટે હાઇડ્રેટ રાખે છે.

– ટોનર વાપર્યા બાદ, તમારે સીરમના કેટલાક ટીપાં લેવા અન તેનાથી ત્વચા પર મસાજ કરવું. આ મસાજ તમારે ત્રણ મીનીટ કરવું. વિવિધ પ્રકારની ત્વચા માટે બજારમાં વિવિધ પ્રકારના સીરમ ઉપલબ્ધ છે તે પ્રમાણે ઉપયોગ કરવો. સીરમ તમને બજારમાં ઓઈલ બેઝ્ડ, જેલ બેઝ્ડ, વોટર બેઝ્ડ અને ઇમલ્શન બેઝ્ડ મળી રહેશે. તેમાં સામાન્ય રીતે એન્ટીઓક્સીડન્ટ્સ અને વિટામીન એ, સી અને ઈ સમાયેલા હોય છે જે તમારી ત્વચાને સુંદર બનાવે છે

image source

– હવે તમારી આંખની આસપાસ તેમજ તમારી આંખની નીચે થોડી આઈ ક્રીમ લગાવો જેથી કરીને ડાર્ક સર્કલ્સ ન રહે, અહીં પણ તમારે આંખ પર હળવા હાથે 2 મીનીટ મસાજ કરવું.

– હવે એક ઉત્તમ ગુણવત્તાવાળા મોઇશ્ચરાઇઝરથી તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો જેથી કરીને તે શુષ્ક ન બની જાય, ઉનાળામાં પણ તમારે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો, ઓઈલી ત્વચાવાળાએ વોટર બેઝ્ડ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો.

image source

– હવે છેલ્લે તમારે તમારા બોડીના ખુલ્લા ભાગો પર સનસ્ક્રીન લગાવવું. આ સન સ્ક્રીન 30 SPF વાળું હોવું જોઈએ. સનસ્ક્રીન તમને સનબર્ન અને યુવી રેડીએશનથી બચાવશે. તમારે શિયાળામાં પણ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો.

દીવસ દરમાયન દસ મીનીટનું સ્કીનકેર રુટીન

હવે જો તમારી પાસે માત્ર દસ જ મીનીટ હોય તો તમે ઉપર જણાવ્યા છે તે સીરમ અને આઈ ક્રીમને તમારા રુટીનમાંથી સ્કીપ કરી શકો છો. દસ મીનીટમાં ત્વચાની સંભાળ લેવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

image source

– તમારા ચહેરાને ત્રણ મીનીટ સુધી માઇલ્ડ ઓછા પીએચવાળા ક્લીન્ઝરથી સાફ કરો. ત્યાર બાદ ચહેરાને પાણીથી ધોઈને તેને હળવા હાથે લૂછી લો.

– હવે ટોનરના કેટલાક ટીપાંને કોટન બોલ પર લો અને તમારા ચહેરા પર તેને સ્પ્રેડ કરી દો. તેને તેમ જ 2 મિનિટ માટે સુકાવા છોડી દો.

– હવે એક સારી ગુણવત્તાવાળુ મોઇશ્ચરાઇઝર લગાવી તમારી ત્વચાને સુરક્ષીત કરો. આ મોઇશ્ચરાઇઝરથી તમારી ત્વચા પર ત્રણ મીનીટ મસાજ કરો.

image source

– હવે ઘરની બહાર નીકળતા પહેલાં 15 મીનીટે તમારા ચહેરા પર સનસ્ક્રીન લગાવી લો.

દીવસ દરમિયાન 5 મીનીટનું સનસ્ક્રીન રુટીન

– સૌ પ્રથમ તો તમારા ચહેરાને સારા ક્લીન્ઝરથી સાફ કરી લો. આ પ્રક્રીયામાં ત્રણ મીનીટ તો તમારે આપવી જ જોઈશે. ચહેરો સાફ થઈ ગયા બાદ તેને હળવા હાથે લૂછી લો.

image source

– તમારે મોઇશ્ચરાઇઝરને ક્યારેય સ્કીપ કરવું નહીં. સારી ગુણવત્તાવાળું મોઇશ્ચરાઇઝર કોઈ પણ સીઝનમાં લગાવી જ લેવું.

– સનસ્ક્રીનને પણ ક્યારેય સ્કીપ ન કરવું. જો તમે બહાર જવાના હોવ તો ઘરમાંથી બહાર નીકળતા પહેલાં પંદર મીનીટે ઉચ્ચ ગુણવત્તાવાળુ સનસ્ક્રીન લગાવી લેવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ