ઇશા અંબાણીની ઇવેન્ટમાં નીતા અંબાણી અને શ્લોકા મહેતાએ કર્યુ જોરદાર મેચિંગ, સેલેબ્સ જોતા રહ્યા સાસુ-વહુની જોડીને

લગ્ન બાદ દિવસેને દિવસે ગ્લેમરસ બનતી જાય છે અંબાણી વહુઃ જુઓ બ્લેક બેકલેસ ડ્રેસમાં તેણીનો આકર્ષક લૂક

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણી પિરામલ પણ પોતાની માતાની જેમ જ સોશિયલ વર્કમાં ઘણી બધી પ્રવૃત્તિશીલ છે. તેણીએ એક સોશિયલ કોઝ ખાતર બોલીવૂડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર સાથે એક કોકટેલ પાર્ટીને હોસ્ટ કરી હતી. જેમાં બોલીવૂડની જાણીતી હસ્તીઓ ઉપરાંત રમત જગતની જાણીતી હસ્તીઓએ પણ હાજરી આપી હતી.

image source

શનિવારે થયેલી આ કોકટેલ પાર્ટીની તસ્વીરો હાલ સોશિયલ મિડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. તેમાં પણ નીતા અંબાણીની મોટી વહુ શ્લોકાના બ્લેક લૂકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અને એમ કહો કે આ પાર્ટીના આકર્ષણનું કેન્દ્ર પણ શ્લોકા મેહતા જ રહી હતી. શ્લોકાએ આ પાર્ટીમાં પોતાના પતિ આકાશ અંબાણી સાથે પ્રવેશ કર્યો હતો. બન્ને હંમેશની જેમ એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા. અને તે બનનેએ મિડિયાને સુંદર સ્મિત આપતા ફોટોઝ માટે પોઝ આપ્યા હતા.

શ્લોકાએ સુંદર લોંગ બ્લેક નેટ ગાઉન પહેર્યું હતું. જેમાં તેણી અત્યંત ગ્લેમરસ લાગી રહી હતી. જો કે તેણીએ હંમેશની જેમ મેકઅપનો કોઈ જ વધારે પડતો ભભકો નહોતો કર્યો. તેણી સાવજ સામાન્ય હળવા મેકઅપમાં આવી હતી. લગ્ન બાદ શ્લોકા પહેલીવાર આટલી ગ્લેમરસ લાગી રહી હતી. અને તે જોઈ તેના ફેન્સ તેનાથી પ્રભાવિત થઈ ગયા હતા.

image source

શ્લોકાની એસેસરીઝની વાત કરીએ તો તેણીએ ડાયમન્ડ ઇયરિંગ પહેરી હતી અને બ્લેક બેલ્ડ વાળી મોટા ડાયલવાળી વોચ પહેરી હતી. અને તેના હાથમાં રહેલી ટેપ રેકોર્ડરની ડિઝાઈનવાળી હેન્ડબેગે લોકોમાં ઘણું આકર્ષણ જમાવ્યું હતું.

તો શ્લોકાના પતિ અને નીતા અંબાણીના દીકરા આકાશની વાત કરીએ તો તે બ્લેક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. અને તેમનો આ લૂક એકબીજાને કોમ્પ્લિમેન્ટ આપતા હોય તેવો લાગી રહ્યો હતો. તો આકાશના પિતા અને એશિયાના સૌથી ધનાડ્ય વ્યક્તિ એવા બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીએ પણ દીકરીની આ ચેરેટી ઇવેન્ટમાં બ્લેકસૂટમાં હાજરી આપી હતી.

કોકટેલ પાર્ટીની હોસ્ટ ઇશા મેટાલિક લોંગ ગાઉનમાં લાગી અત્યંત આકર્ષક

image source

મુકેશ અંબાણીની દીકરી ભલે પોતાની માતાની જેમ અવારનવાર સોશિયલ મિડિયા પર વાયરલ ન થતી હોય તેમ છતાં તેણીએ ઘણીવાર પ્રૂવ કર્યું છે કે તેણી કોઈ પણ આઉટ ફીટમાં સુંદર લાગી શકે છે. હાલ તેણે હોસ્ટ કરેલી ચેરીટી કોકટેલ પાર્ટીમાં તેણીએ મેટાલિક ગાઉન પહેરીને ફરી સાબિત કરી દીધું હતું કે તેણી કોઈ પણ લૂકને સુદંર રીતે કેરી કરી શકે છે.

તેણી ભલે એક માલેતૂજાર બિઝનેસમેનની દીકરી હોય કે પછી આટલા વિશાળ બિઝનેસ એમ્પાયરની વારસ હોય તેમ છતાં તેણીનું વર્તન હંમેશા એક સામાન્ય છોકરી જેવું જ રહ્યું છે. તેણી હંમેશા ડાઉન ટુ અર્થ રહી છે અને પોતાના સંબંધોને સૌથી વધારે કીંમતી સમજે છે.

image source

નીતા અંબાણી બ્લેક લોન્ગ ગાઉનમાં લાગ્યા એલિગન્ટ

નીતા અંબાણીએ પણ દીકરીની આ ચેરિટિ ઇવેન્ટમાં હાજરી આપી હતી તેમણે. લોંગ બ્લેક ફ્રીલ વાળો ગાઉન પહેર્યો હતો જેમાં તેણી હંમેશની જેમ એલિગન્ટ લાગી રહ્યા હતા. એસેસરીઝની વાત કરીએ તો તેણીએ ડાયમન્ડ બ્રેસલેટ પહેર્યું હતું અને હાથમાં એક નાનકડું બ્લેક ક્લચ પર્સ પણ રાખ્યું હતું.

image source

આ ઉપરાંત પાર્ટીની બીજી હોસ્ટ સોનમ કપૂરે બ્લેક લેસવાળો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. સોનમે આ કોકટેલ પાર્ટીમાં પોતાના પતિ સાથે હાજરી આપી હતી જેમાં તેણીના માતાપિતાએ પણ તેણીનો સાથ આપ્યો હતો. બીજી બોલીવૂડ હસ્તીઓની વાત કરીએ તો ગૌરીખાન, કીયારા અડવાણી, સાનિયા મિર્ઝા, ભૂમિ પેડનેકર વિગેરેએ સુંદર ગ્લેમરસ વસ્ત્રોમાં હાજરી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ