દિયરના લગ્નમાં અંબાણી પરિવારની વહુ શ્લોકાએ કંઇક આ રીતે જીતી લીધા લોકોના દિલ, મજેદાર વિડીયો જોવા કરો ક્લિક

દીયર અર્જુન કોઠારીએ ભાભી શ્લોકા સાથે કરી ટીખળઃ જુઓ વિડિયો

image source

અંબાણી કુટુંબમાં લગ્ન હોય તો જાણે આખા ભારતમાં લગ્નનો માહોલ સર્જાઈ જાય છે. અને નીતા અંબાણીના ઘરે તો જાણે ક્યારેય ઉત્સવોનો અંત જ નથી આવતો ક્યારેક દીવાળી પાર્ટી તો ક્યારેક, આઈપીએલની પાર્ટી તો ક્યારેક લગ્ન બસ આખું વર્ષ ઉત્સવો જ ઉત્સવો. અને પછી તે ઉત્સવોની વાયરલ થતી તસ્વીરો અને વિડિયો. જાણે અજાણે જ અંબાણી કુટુંબે તેમના ઉત્સવોમાં ભારતના કરોડો લોકોને પણ શામિલ કરી જ લીધા છે.

image source

ગયા વર્ષથી દીકરાના લગ્નથી અંબાણી કુટુંબમાં ઉત્સવોની શરૂઆત થઈ છે જે હજુ પુર્ણ થવાનું નામ જ નથી લેતી. કારણ કે આકાશ-શ્લોકાના લગ્ન બાદ, ઇશા અંબાણી –આનંદ પિરામલના લગ્ન. ત્યાર બાદ દીવાળી પાર્ટી અને હાલ આખુ કુટુંબ મુકેશ અને અનિલ અંબાણીની નાની બહેન નીના કોઠારીના દીકરા અર્જુન કોઠારીના લગ્નની ઉજવણીમાં ડુબેલું છે.

image source

થોડા સમય પહેલાં જ અર્જુન કોઠારીની પ્રિ વેડિંગ પાર્ટીનું આયોજન નીતા અંબાણીના એન્ટિલિયામાં કરવામાં આવ્યું હતું જેમાં બોલીવૂડની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. હવે અર્જુન કોઠારીના લગ્નના કેટલાક વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. અને લગ્નના દરેક ફંક્શનમાં મુકેશ અંબાણીનું કુટુંબ પુરતા જુસ્સા સાથે ભાગ લઈ રહેલું જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shloka Ambani Encyclopedia (@shlokaakashambani_fp) on

પણ આ વિડિયોમાં જો કોઈ સૌથી વધારે હાઇલાઇટ થઈ રહ્યું છે તો તે છે નીતા અંબાણીની લાડકી વહુ શ્લોકા મેહતા. સોશિયલ મિડિયા પર જે વિડિયો વાયરલ થઈ રહી છે તેમાં શ્લોકા મેહતા પેતાના દીયર અર્જુન કોઠારીની જાનમાં મહાલતી જોવા મળી છે. જાનમાં ફિલ્મ સિંબાનું ગીત, ‘આંખ મારે ઓ લડકી આંખ મારે’ વાગી રહ્યું છે, દુલ્હે રાજા અર્જુન ઘોડાના રથ પર ઉભા ઉભા જ જુમી રહ્યો છે તો વળી ત્યાં હાજર શ્લોકા મેહતા પણ ડાન્સ કરી રહી છે. અને દીયરને ત્યાં ઉભો ઉભો ડાન્સ કરતો જોઈ તેને પંખાની હવા નાખી રહી છે. ભાભીને આમ કરતાં જોઈ અર્જુન હસી પડે છે.

તો બીજો એક વિડિયો પણ લગ્ન દરમિયાનનો વાયરલ થઈ રહ્યો છે જેમાં શ્લોકા મેહતા સ્ટેજ નીચે ઉભી છે અને તેનો દીયર અર્જુન પોતાની ભાવિ પત્નીને જોઈ રહ્યો છે. અર્જુનની દુલ્હરન મંડપમાં પ્રવેશી રહી છે શ્લોકા મેહતા તેની નણંદ ઇશા અંબાણી અને ભાવિ દેરાણી રાધિકા મર્ચન્ટ સાથે મંડપમાં દુલ્હનનું સ્વાગત કરી રહી છે. અને શ્લોકાએ તો અર્જુનની ભાવી પત્નીનું ફ્લાઇંગ કીસ સાથે સ્વાગત કર્યું હતું.

શ્લોકાએ લગ્નમાં પોતાના લૂકને સિંપલ છતાં આકર્ષક રાખવાનું પસંદ કર્યું છે. તેણીએ સફેદ રંગના ચણિયા ચોળી પહેર્યા છે જેમાં ગોલ્ડન ભરત કામ કરવામાં આવ્યું છે. તેની સાથે તેણીએ રૂબિ પિંક રંગનો મલ્ટી લેયર હાર પહેર્યો છે જેને બીજા ડાયમન્ડ નેકલેસ સાથે પેર કર્યો છે. તેણીનો મેકઅપ હંમેશની જેમ લાઇટ જ છે. તેણી એ પોતાના વાળ પીનઅપ કર્યા છે.

image source

તમને જણાવી દઈએ કે મુકેશ અને અનીલ અંબાણીની નાની બહેન નીનાના લગ્ન કોઠારી ગૃપના માલિક ભદ્રશ્યામ કોઠારી સાથે થયા હતા. તેમના બે બાળકો પણ છે. દીકરી નયનતારા અને દીકરો અર્જુન કોઠારી. નીના કોઠારી આજે પોતાના ભાઈ અને ભાભીની જેમ એક પાવરફુલ બિઝનેસ વુમન છે તેણી કોઠારી શુગર મીલ્સની માલિક છે. તેમનો દીકરો અર્જુન કોઠારી, પિતાનો બિઝનેસ સારી રીતે સંભાળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 2015માં અર્જુન કોઠારીના પિતા ભદ્રશ્યામનું અવસાન થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ