શિયાળામાં ચેહરાની શુષ્કતા અને કાળાશ દૂર કરવા માટે અહીં જણાવેલા ઉપાય અપનાવો

લોકો તેમની ત્વચા માટે ઘણી ટ્રીટમેન્ટ કરાવે છે, પરંતુ આ ટ્રીટમેન્ટની અસરો ફક્ત ટૂંકા સમય માટે જ રહે છે. આવી ટ્રિટમરન્ટથી ચહેરો ખરાબ હોવાનો ભય પણ હે છે. આજના સમયમાં લોકો તેમની ત્વચાની સંભાળ માટે કેટલા ઉત્પાદનોનો ઉપયોગ પણ કરે છે, પરંતુ તેઓ જાણતા નથી કે આ ઉત્પાદનો તેમના માટે ઘણા નુકસાનોનું કારણ પણ બની શકે છે.

image source

અત્યારના ઉત્પાદનોમાં ઘણા પ્રકારના કેમિકલ જોવા મળે છે. જે આપણી ત્વચાને ઘણું નુકસાન પણ પોહચાડી શકે છે. આવા ઉત્પાદનોનો ઉપયોગ કરવાના બદલે આપણે ઘરેલુ ઉપાયો જ અજમાવવા જોઈએ. જે આપણો ચહેરો ગ્લોઈંગ બનાવી અને ચેહરાની કાળાશ સંપૂર્ણ દૂર કરે, સાથે તે લાંબા સમય સુધી આપણા ચહેરાની પ્રાકૃતિક સુંદરતા જાળવી રાખે છે. તો ચાલો આપણે જાણીએ એ ઘરેલુ ઉપાયો વિશે.

ચેહરાને સુંદર બનાવવા માટેના ઉપાય

image source

આ ઉપાય માટે તમારે અહીં જણાવેલી ચીજોની જરૂર પડશે, સૌથી પેહલા એલોવેરા જેલની અડધી ચમચી, એલોવેરા જેલ આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. ત્યારબાદ અડધી ચમચી ચણાનો લોટ, હવે આ બંનેને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં એક ચમચી નારંગીનો રસ ઉમેરો. નારંગીનો રસ આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. ત્વચાને ચમકદાર બનાવવા અને ત્વચા પરની કાળાશ, ડાઘ અને ફોલ્લીઓ દૂર કરવા માટે આ ઉપાય ખૂબ ઉપયોગી છે. હવે આ ત્રણેયને એક સાથે સારી રીતે મિક્સ કરીને એક પેક બનાવી લો.

ફેસ-પેક લગાવવાની રીત-

image source

આ ફેસ-પેકનો ઉપયોગ કરવા માટે, પહેલા તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો. આ પછી આ ફેસ-પેકને તમારા ચહેરા પર સારી રીતે લગાવો. તેને લગાડ્યા પછી, ઓછામાં ઓછા 2 કલાક માટે રહેવા દો અને 2 કલાક પછી તમારો ચેહરો સારી રીતે ધોઈ લો, આ ઉપાયનો ઉપયોગ તમે સતત 7 દિવસ સુધી કરો. 7 દિવસ પછી આ ફેસ-પેકના ઉપયોગથી તમે જ તમારા ચહેરા પર તફાવત જોશો.

કેળા અને મધનું ફેસપેક બનાવવા માટે અહીં જણાવેલી સામગ્રી-

છૂંદેલા કેળા – ½, લીંબુનો રસ – 1 ટીસ્પૂન, મધ – ½ ટી

ફેસ-પેક લગાવવાની રીત-

image source

એક વાટકીમાં ત્રણેય વસ્તુને મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરો. પેસ્ટને ચહેરા અને ગળા પર હળવા હાથથી લગાવો. હવે તેને 20 મિનિટ માટે છોડી દો. થોડીવાર પછી તમારો ચેહરો ઠંડા પાણીથી સાફ કરો. આ ફેસપેક તમારી ત્વચા ઊંડે સુધી સાફ કરીને ત્વચા પર રહેલી ગંદકીને દૂર કરે છે સાથે આ ફેસ-પેક ચહેરા પરના પિમ્પલ્સ, ફોલ્લીઓ, કરચલીઓ વગેરેની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.

સફરજન અને દ્રાક્ષનું ફેસપેક

આ માટે, સફરજન – ½, દ્રાક્ષ – 7-8

ફેસ-પેક બનાવવાની રીત-

સૌથી પેહલા સફરજન અને દ્રાક્ષને મિક્સરમાં નાખીને એક પેસ્ટ તૈયાર કરો, ત્યારબાદ તૈયાર પેસ્ટને ચહેરા અને ગળા પર હળવા હાથથી લગાવો. આ પેસ્ટને ચેહરા પર 10 મિનિટ માટે અથવા જ્યાં સુધી સૂકાય નહીં ત્યાં સુધી રાખો. આ પેસ્ટ સુકાઈ જાય પછી સ્વચ્છ પાણીથી ફેસપેકને ધોઈ લો.

image source

આ ફેસપેક ચહેરાની ત્વચા પર જમા થતી ગંદકીને ઊંડાણથી સાફ કરે છે, નિસ્તેજ અને શુષ્ક ત્વચામાંથી છુટકારો મેળવવા માટે મદદ કરે છે. આ સાથે તે ચહેરા પર હાજર ફોલ્લી, કરચલી અને લાલાશને દૂર કરવામાં અને ત્વચાને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે.

કાકડી અને દૂધનું ફેસપેક

કાકડી – ½, ખાંડ – 1 ટીસ્પૂન, કપ દૂધ – ¼, મધ – 1 ટીસ્પૂન

ફેસ-પેક બનાવવાઈ રીત

સૌથી પેહલા એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરો અને એક પેસ્ટ તૈયાર કરો. તૈયાર ફેસપેક હળવા હાથથી ચેહરા પર લગાવો. હવે તેને લગભગ 20 મિનિટ સુધી ચહેરા પર રાખો, ત્યારબાદ તમારો ચેહરો તાજા પાણીથી ધોઈ લો.

આ ફેસપેક ત્વચાના મૃત કોષોને શુદ્ધ કરવામાં અને નવી ત્વચા લાવવામાં મદદ કરે છે. આ ફેસ-પેક લગાવવાથી ચેહરાની નીરસતા દૂર થાય છે અને ત્વચા સાફ થાય છે. આવી રીતે ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચાને લગતી સમસ્યા દૂર થશે અને ચહેરો કુદરતી રીતે ગ્લોઈંગ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ