આ સુંદર મહિલાનું મોં એટલું મોટું છે કે જે જોઇને તમારી આંખો થઇ જશે પહોળી

સ્ટેમફોર્ડમાં રહેતી એક મહિલા તેની વિચિત્ર પ્રતિભાને કારણે દુનિયાભરમાં કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. આ 30 વર્ષીય મહિલાને માત્ર મોં ફાડવા (ખોલવા) માટે 11 લાખ રૂપિયા મળે છે. તેનું નામ સામંથા રામસ્ડેલે છે. તે વ્યવસાયએ તબીબી પ્રતિનિધિ છે. તેણીને તાજેતરમાં જ વિશ્વના સૌથી મોટા માઉથ (મો)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

એક વીડિયોના બદલામાં 11 લાખ રૂપિયા મળે છે

image soucre

સામંથા તેના મો ના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. લોકો તેના વિશે ઘણી ચર્ચા કરી રહ્યા છે. લોકો તેના વિશે જાણવા ઇન્ટરનેટ પર પણ વધુને વધુ સર્ચ કરે છે. મોં ફાડવાની પ્રતિભાને કારણે સામંથા આ દિવસોમાં ઘણી કમાણી કરી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સામંથાને મો ફાડવા એક વીડિયોના બદલામાં 11 લાખ રૂપિયા મળે છે. તેણી દરેક વિડિયો વેચીને વાર્ષિક કરોડો રૂપિયાની કમાણી થાય છે.

ગીતો અને અભિનય માટે બનાવ્યું હતું ટિકટોક એકાઉન્ટ

image source

આટલું જ નહીં સમંથાને ગાવા અને અભિનયનો પણ શોખ છે. તેણે પોતાની કુશળતા લોકો સુધી પહોંચાડવા માટે પ્રથમ ટિકટોક પર વિડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું. પરંતુ થોડા દિવસો પછી તેણે જોયું કે લોકો તેના અભિનય અને ગાયન કરતાં તેના મોંની સાઈઝ વિશે વધુ ચર્ચા કરી રહી છે. તેની પાસેથી આ વસ્તુની માંગ પણ કરવામાં આવી રહી હતી. આ પછી, તેણીએ મોં ફાડીને વિડિયો નાવવાની શરૂઆત કરી અને લોકો આ વિડિયોને પણ પસંદ કરવા લાગ્યા. મોં ફાડવાના કારણે તે હવે સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થઈ ગઈ છે. લોકો વારંવાર તેમના વિશે લખે છે.

લોકડાઉનમાં 7 લાખ 40 હજાર ફોલોઅર્સ બનાવ્યા

image soucre

જો સામંથાની વાત માનીએ તો તેણે કોરોના કાળમાં તેની કુશળતાનો મોટો લાભ ઉઠાવ્યો. સોશિયલ મીડિયા વિવિધ રીતે મોં ફાડવાના વિડિયો અપલોડ કરતી રહી. જેના કારણે લોકડાઉનમાં 7 લાખ 40 હજાર ફોલોઅર્સ બન્યા. હવે તે પહેલા કરતા વધુ મોં-ફાડવાના વિડિયો બનાવી રહી છે અને સારી કમાણી કરી રહી છે. ત્યાં સુધી કે તેમણે કમાણીની બાબતમાં ઘણા લોકોને પાછળ છોડી દીધા છે.

9 વર્ષનો રયાન કાજી બન્યો સૌથી વધુ કમાણી કરનારો YouTuber

image soucre

હાલના દિવસોમાં યૂટ્યૂબ અને વી-લોગિંગનો ટ્રેન્ડ ખૂબ પ્રચલિત છે. અનેક લોકો વી-લોગર બનીને યૂટ્યૂબ પર પોતાની ચેનલ શરૂ કરે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓનું મોટું નામ થાય છે. યૂટ્યૂબ પર આપને દરેક પ્રકારની જાણકારી અને બીજા કન્ટેન્ટ સાથે જોડાયેલા વીડિયો જોવા મળશે. કન્ટેન્ટ પોસ્ટ કરીને અનેક યૂટ્યૂબર્સ ખૂબ જાણીતા થઈ ચૂક્યા છે. હાલમાં જ ફોર્બ્સ (Forbes)એ 2020માં સૌથી વધુ કમાણી કરનારા યૂટ્યૂબર્સની યાદી જાહેર કરી છે. તમે જાણીને હેરાન રહી જશો કે આ યાદીમાં એક 9 વર્ષના બાળક બાજી મારી ગયો છે.

રયાનની યૂટ્યૂબ ચેનલનું નામ રયાન વર્લ્ડ

image soucre

અમેરિકાના ટેક્સાસને રહેવાસી રયાન કાજીએ સૌથી વધુ કમાણી કરનારા યૂટ્યૂબર્સની ફોર્બ્સ 2020ની યાદીમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રયાન માત્ર 9 વર્ષનો છે પરંતુ રિપોર્ટ મુજબ આ વર્ષે તેણે 29.5 મિલિયન ડૉલરની કમાણી કરી છે. રયાનની યૂટ્યૂબ ચેનલનું નામ રયાન વર્લ્ડ (Ryan’s World) છે. તેની યૂટ્યૂબ ચેનલ પર 41.7 મિલિયન સબ્સક્રાઇબર છે. રયાન પોતાના અનબોક્સિંગના વીડિયો માટે જાણીતો છે. રયાને પોતાના વીડિયોમાં રમકડાને પેકિંગમાંથી કાઢીને તેના વિશે પોતાના સબ્સક્રાઇબર્સને જણાવે છે. રયાનની ચેનલ પર 12.2 બિલિયન સુધી વ્યૂઝ આવે છે. અનબોક્સિંગ ઉપરાંત રયાનપોતાના માટે સાયન્સ એક્સપરિમેન્ટ્સ પણ વીડિયોમાં રજૂ કરે છે. રિપોર્ટ મુજબ રયાન કાજી પોતે સામાન પણ વેચે છે. જેમાં રમકડા, બેગપેક, ટૂથપેસ્ટ અને અનેક પ્રકારનો સામાન સામેલ છે. રિપોર્ટ મુજબ રયાને ગયા વર્ષે 200 મિલિયન ડૉલરનું વેચાણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ