KBC 12: જાણો નેહા શાહ વિશે, જે બની ચોથી કરોડપતિ, પૈસા કરતાં બિગ બી સાથે ફ્લર્ટ કરવામાં હતો વઘારે રસ

કૌન બનેગા કરોડપતિ’ ગેમ શોની ૧૨મી સિઝનમાં હવે ચોથી કરોડપતિ મળી ગઈ છે. KBCના નવા પ્રોમોમાં આપ જોઈ શકો છો કે, ડૉ. નેહા શાહ KBC ગેમ શોની ચોથી કરોડપતિ બની ગઈ છે. એટલું જ નહી, ડૉ. નેહા શાહ KBC ગેમ શોની કરોડપતિ બનનાર ચોથી મહિલા સ્પર્ધક છે. ડૉ. નેહા શાહની પહેલા શિક્ષક અનુપા દાસ, કમ્યુનિકેશન મેનેજર નાઝિયા નસીમ, IPS ઓફિસર મોહિત શર્મા KBCની ૧૨મી સિઝનમાં કરોડપતિ બની ગયા છે.

મહાનાયક અમિતાભ બચ્ચનએ KBC ના પ્રોમોમાં એનાઉન્સ કર્યું છે.

image source

આવનાર અઠવાડિયામાં ટીવી પર ટેલીકાસ્ટ થનાર KBC ગેમ શોના પ્રોમોમાં ડૉ. નેહા શાહ અમિતાભ બચ્ચનની સાથે ફલર્ટ કરતી જોવા મળશે. ત્યાર બાદ અમિતાભ બચ્ચન સાહેબ ડૉ. નેહા શાહને એવું કહે છે કે, આપ ૧ કરોડ રૂપિયા પર ફોકસ કરો. ત્યાર બાદ અમિતાભ બચ્ચન જેવા ૧ કરોડ બોલે છે કે, તરત જ ડૉ. નેહા શાહ અમિતાભ બચ્ચનને ફ્લાઈંગ કિસ આપે છે અને LOVE YOU કહી દે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર KBC ગેમ શોના પ્રોમોને શેર કરવામાં આવ્યો છે.

ડૉ. નેહા શાહના આવી રીતે કહ્યા પછી અમિતાભ બચ્ચન એવું કહે છે કે, મારો અને તેમનો રોમેન્ટિક એંગલ ચાલી રહ્યો છે. KBC- 12 ગેમ શોના પ્રોમોને અમિતાભ બચ્ચનએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યો છે. KBC- ૧૨ ગેમ શોના પ્રોમોમાં ડૉ. નેહા શાહ ૭ કરોડ રૂપિયાના જેકપોટ પ્રશ્ન સુધી પહોચી ગયેલ જોઈ શકશો. ત્યારે સોની ટીવી ચેનલ દ્વારા લખવામાં આવ્યું છે કે, સ્પર્ધક ડૉ. નેહા સહજ અને અમિતાભ બચ્ચનની વચ્ચે કેટલાક હળવી ક્ષણો વિતાવી છે.

image source

KBC 12 સિઝનમાં અત્યાર સુધી ત્રણ મહિલાઓ કરોડપતિ બની ગઈ છે. જેમાં પ્રથમ કરોડપતિ મહિલા નાઝિયા નસીમ છે. નાઝિયા નસીમ દેશના પ્રતિષ્ઠિત પત્રકારિતા સંસ્થાન ઈન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ માસ કોમ્યુનીકેશન (IIMC) સાથે વર્ષ ૨૦૦૪-૦૫થી એડવર્ટાઝિંગ એન્ડ પબ્લિક રિલેશન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાની ડીગ્રી પણ લીધી છે.

image soucre

જયારે KBC 12 સિઝનની બીજી કરોડપતિ મહિલા મોહિતા શર્મા જેઓ દિલ્લીમાં અભ્યાસ કર્યો છે. મોહિતા શર્મા મૂળરૂપે હિમાચલ પ્રદેશના કાંગડાના રહેવાસી છે. મોહિતાના પિતા દિલ્લીમાં મારુતિ કંપનીમાં જોબ કરતા હતા અને મોહિતાની માતા ગૃહિણી છે. મોહિતા શર્મા વર્ષ ૨૦૧૭ બેચની આઈપીએસ ઓફિસર છે અને જમ્મુ- કશ્મીરમાં પોસ્ટેડ છે. વર્ષ ૨૦૧૯માં મોહિતાએ આઈએફએસ ઓફિસર રુશલ ગર્ગ સાથે લગ્ન કર્યા છે મોહિતાની સાસરી ચંડીગઢમાં છે.

image source

જયારે KBC 12 સિઝનની ત્રીજી કરોડપતિ મહિલા અનુપા દાસ છે. જેઓ છત્તીસગઢ રાજ્યના બસ્તર જીલ્લાની રહેવાસી છે. અનુપા દાસ એક કરોડ રૂપિયા જીતીને આ શોની ત્રીજા કરોડપતિ બન્યા હતા. જો કે, તેઓ પણ ૭ કરોડના પ્રશ્નને પાર કરવામાં સફળ થયા હતા નહી. અનુપા દાસે જણાવ્યું હતું કે, જીતેલ પૈસાથી તેઓ પોતાની માતાની ટ્રીટમેન્ટ કરાવશે જેમને ત્રીજા સ્ટેજનું કેન્સર છે.