શિવરાત્રિએ ભોલેનાથને પ્રસન્ન કરવા છે તો રાશિ અનુસાર આ ચીજો અચૂક ચઢાવો

ગુરુવારે પવિત્ર એવો શિવરાત્રિનો તહેવાર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. આ દિવસે ભોલેનાથને પ્રસન્ન કરવાનો મહિમા છે. શિવલિંગ પર કેટલીક ખાસ ચીજો ચઢાવવાની સાથે આ દિવસે ભક્તો શિવજીના આર્શિવાદ મેળવવાની કામના કરી રહ્યા હોય છે. પણ શું તમે જાણો છો કે તમે તમારી રાશિ અનુસાર કેટલીક ચીજનો ભોગ ભગવાનને ધરો છો તો તમે વધારે પુણ્ય કમાઈ શકો છો.

મેષ રાશિ

મેષ રાશિના લોકોએ શિવરાત્રિના ખાસ દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે કાચું દૂધ અને દહીંથી સ્ન્ના કરાવવું. આ સાથે કપૂર પ્રગટાવીને આરતી કરવાથી પણ પુણ્ય મળે છે.

વૃષભ

આ રાશિના લોકોએ શિવલિંગને શેરડીના રસથી અભિષેક કરવો. શિવજીને મોગરાનું અત્તર અર્પણ કરો અને ભોગ ધરાવીને આરતી કરો. ભોલેનાથ પ્રસન્ન થશે.

મિથુન

મિથુન રાશિના લોકોએ શિવરાત્રીના દિવસે સ્ફટિકના શિવલિંગની પૂજા કરવી. આ સાથે જ શિવજીને લાલ ગુલાલ, કંકુ, ચંદન, અત્તરથી અભિષેક કરવો. આંકડાના ફૂલ અર્પણ કર્યા બાદ મિઠાઈનો ભોગ ધરવો. આ પછી ભોલેનાથની આરતી કરવી.

કર્ક

શિવરાત્રિના ખાસ દિવસે આ રાશિના લોકોએ અષ્ટગંધ અને ચંદનથી અભિષેક કરવો. દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવીને આરતી કરવાથી પુણ્ય મળશે.

સિંહ

આ રાશિના લોકોએ ભોલેનાથને પ્રસન્ન કરવા શિવરાત્રિના ખાસ દિવસે આંકડાના ફૂલ ચઢાવીને ભોલેનાથની પૂજા કરવી. આ સિવાય કોઈ પણ એક ફ્રૂટના રસમાં મિસરી મિક્સ કરીને શિવલિંગને અભિષેક કરવો. આમ કરવાથી તમે પુણ્ય મેળવી શકો છો.

કન્યા

કન્યા રાશિના લોકોએ શિવજીને પ્રસન્ન કરવા શિવરાત્રિના દિવસે બોર, ધતૂરો અને ભાંગ કે આંકડાના ફૂલ અર્પણ કરવાનું ભૂલવું નહીં. કપૂર મિક્સ કરીને જળથી અભિષેક કરવાથી પણ ભોલેનાથ પ્રસન્ન થાય છે.

તુલા

તુલા રાશિના જાતકોએ એક સરળ ઉપાય કરવાનો છે. આ રાશિના લોકોએ શિવજીને ચઢાવવાના જળમાં કોઈ એક ફૂલ રાખી લેવાનું છે. બીલીપત્ર, મોગરો, ગુલાબ, ચંદન, ચોખા મિક્સ કરીને પાણી શિવજીને ચઢાવો આ પછી આરતી કરવાથી પુણ્ય મળી શકે છે.

વૃશ્વિક

આ રાશિના લોકોએ શિવજીની કૃપા બનાવી રાખવા માટે શુદ્દ જળ શિવલિંગને અર્પણ કરવાનું રહે છે. મધ અને ધી શિવલિંગને ચઢાવી લીધા બાદ ફરીથી સ્વચ્છ જશ ચઢાવીને પૂજા કરવાથી તમને પુણ્ય મળી શકે છે. ભોલેનાથ પ્રસન્ન થશે અને તમને આર્શિવાદ મળશે.

ધન

આ રાશિના લોકોએ સૌથી અલગ કામ કરવાનું છે. ભોલેનાથને પ્રસન્ન કરવા માટ રાંધેલા ચોખા અને સૂકામેવાનો ભોગ ચઢાવવાનો રહેશે. બીલીપત્રની સાથે જો તમે ગુલાબનું ફૂલ ચઢાવીને આરતી કરો છો તો શિવજી તમારા પર તેમની કૃપા બનાવી રાખશે.

મકર

મકર રાશિના લોકોએ શિવલિંગની પ્રોપર પૂજા કરવી. આ પછી જરૂરિયાત વાળા લોકોને ઘઉં કે તેની બનાવટનું દાન કરવું આ તેમના માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

કુંભ

કુંભ રાશિના લોકોએ શિવરાત્રિના દિવસે શિવજીને સફેદ અને કાળા બંને તલને મિક્સ કરીને પાણી સાથે શિવલિંગ પર ચઢાવવાના રહે છે. આ પછી તમે શિવજીની પૂજા અને આરતી કરો છો તો તમને લાભ થઈ શકે છે.

મીન

શિવરાત્રિના દિવસે આ રાશિના જાતકોએ રાતના સમયે પીપળાના ઝાડની નીચે બેસીને ભોલેનાથની પૂજા કરવાની રહે છે. આ સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો 101 વાર જાપ કરવાથી પણ સફળતા મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ