શિવજીને કરો આ વસ્તુઓથી અભિષેક, દોષો થશે દૂર અને મનને મળશે શાંતિ

મહાશિવરાત્રિ પર ભુલથી પણ ન કરતાં આવા કામ, શિવજી થશે નારાજ

મહાશિવરાત્રિ પર્વ આ વર્ષે 21 ફેબ્રુઆરી અને શુક્રવારએ ઉજવાશે. આ દિવસે ભોળાનાથના ભક્ત તેમને મનાવવા માટે વિધવિધ પ્રકારના ઉપાયો કરશે. શિવજીની આરાધના કરવામાં લીન ભક્તો ક્યારેય અજાણતા એવી ભુલ કરી દેતા હોય છે જેનું ફળ તેમને શિવજીના ક્રોધ તરીકે મળે છે. હવે જ્યારે મહાશિવરાત્રિ પર્વને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તમને જણાવીએ એવા 10 કામ વિશે જેને કરવાથી દરેક ભક્તએ બચવું જરુરી છે. જો તમે પણ શિવજીના ભક્ત છો યાદ રાખી લો કે કયા કામ કરવાથી બચવું જોઈએ.

image source

1. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા હોય તો આ દિવસે કાળા રંગના કપડા પહેરવા નહીં. આ દિવસે કાળા કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે.

2. એવી માન્યતા છે કે ભક્તજનોએ શિવલિંગ પર ચઢાવેલા પ્રસાદને ગ્રહણ કરવો જોઈએ નહીં. કારણ કે તેનાથી દુર્ભાગ્ય આવે છે. આમ કરવાથી ધન હાનિ થાય છે અને જાતકનું સ્વાસ્થ્ય બગડે છે.

3. શિવલિંગ પર તુલીસના પાન ક્યારેય ચઢાવવા નહીં. આ ઉપરાંત જો તમે દૂધ પણ ચઢાવો તો ધ્યાન રાખવું કે દૂધ પેકેટનું ન હોય અને ઠંડુ ના હોય. શિવજીનો અભિષેક જે પાત્રથી કરો તે સોના, ચાંદી અથવા તાંબાનું હોવું જોઈએ. પ્લાસ્ટિક કે સ્ટીલના પાત્રોનો ઉપયોગ કરવો નહીં.

image source

4. ભગવાનને ભુલથી પણ કેતકી કે ચંપાના ફૂલ ચઢાવવા નહીં. આમ કરવાથી શિવજી ક્રોધિત થાય છે. કેતકીના ફૂલ સફેદ હોવા છતાં તે શિવજીને ચઢતા નથી.

5. શિવરાત્રિનું વ્રત સવારથી શરુ થાય છે અને બીજા દિવસે સવાર સુધી રહે છે. વ્રત કરનારએ આ સમય દરમિયાન માત્ર દૂધ, ફળ જ ગ્રહણ કરવા જોઈએ. તેમાં પણ સૂર્યાસ્ત થાય પછી કંઈ જ ગ્રહણ કરવું જોઈએ નહીં.

6. ભગવાન શિવની પૂજામાં ભુલથી પણ તુટેલા ચોખાનો ઉપયોગ કરવો નહીં. અક્ષતનો અર્થ જ થાય છે તુટેલા ન હોય તેવા ચોખા. તેથી શિવજીને પણ તુટેલા ન હોય તેવા જ ચોખા ચઢાવો.

7. શિવલિંગ પર સૌથી પહેલા પંચામૃત ચઢાવવું જોઈએ. પંચામૃત એટલે કે દૂધ, ગંગાજળ, કેસર, મધ અને પાણીનું મિશ્રણ. જે લોકો ચાર પ્રહરની પૂજા કરે છે તેમણે પહેલા પ્રહરમાં ભગવાનનો જળાભિષેક કરવો, બીજા ગ્રહણમાં દહીં, ત્રીજા પ્રહરમાં ઘીનો અને ચોથા પ્રહરમાં મધનો અભિષેક કરવો જોઈએ.

8. શિવરાત્રિ પર ત્રણ પાનના શિવલિંગ ભગવાનને ચઢાવો ત્યારે તેમાંથી દાંડલી કાઢી નાખવી અને જે પાન તુટેલા હોય તેને પણ પૂજામાં ઉપયોગમાં ન લેવા.

9. ભગવાન શિવને દૂધ, ગુલાબ જળ, ચંદન, મધ, ઘી અને જળ અર્પણ કરતી વખતે તિલક કરો. શિવરાત્રિ પર શિવજીને બીલીનું ફળ અચૂક ચઢાવવું.

image source

10. એવી માન્યતા છે કે શિવલિંગ પર સફેદ રંગના ફૂલ જ ચઢાવવા. કારણ કે શિવજીને સફેદ રંગ જ પ્રિય છે. શિવજીને તિલક પણ સફેદ ચંદનનું જ કરવું. કંકુનો ચાંદલો શિવજીને કરવામાં આવતો નથી.

આ વર્ષે મહાશિવરાત્રિ સર્વાર્થ સિદ્ધિ યોગમાં આવશે. આ યોગના કારણે મહાશિવરાત્રિ પર્વ મહત્વપૂર્ણ બન્યો છે. ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિ પર આ પર્વ ઉજવાય છે. આ વર્ષે આ પર્વ 21 તારીખ અને શુક્રવારએ સાંજે શરુ થશે અને શનિવારએ સાંજ સુધી શિવરાત્રિની તિથિ રહેશે. તો ચાલો હાલ તમને જણાવીએ મહાશિવરાત્રિ પર્વના મુહૂર્ત વિશે.

આ છે મુહૂર્ત

માન્યતા છે કે સૃષ્ટિનો પ્રારંભ આ દિવસે જ થયો હતો. આ દિવસે મધ્ય રાત્રિએ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી હતી. આ દિવસે જ્યારે મધ્ય રાત્રિ થઈ ત્યારે ભગવાન શંકર બ્રહ્મામાંથી રુદ્રના રુપમાં અવતરિત થયા હતા. આ સમયે જ પ્રદોષને શિવજી તાંડવ કરતી વખતે ત્રીજું નેત્ર ખોલી સમાપ્ત કરે છે. તેથી જ તેને મહાશિવરાત્રિ અથવા કાલરાત્રિ કહેવાય છે. મહાશિવરાત્રિના દિવસે કરેલી પૂજા, અર્ચના, જાપ, દાન વગેરે અનેકગણું ફળ આપે છે.

image source

શિવ આરાધનાથી દૂર થશે કષ્ટ

આ વર્ષે મહાશિવરાત્રિ પર્વ પર 117 વર્ષ પછી શનિ અને શુક્રનો દુર્લભ યોગ બની રહ્યો છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર શનિ પોતાની સ્વયંની રાશિ મકરમાં અને શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં હશે. આ એક દુર્લભ યોગ છે. જ્યારે આ બંને મોટા ગ્રહ મહાશિવરાત્રિ પર આ સ્થિતિમાં રહેશે ત્યારે ખાસ યોગ સર્જાશે. આ પહેલા આવો યોગ વર્ષ 1903માં સર્જાયો હતો. આ યોગમાં ભગવાન શિવની આરાધના કરવાથી શનિ, શુક્ર, ગુરુ ગ્રહના દોષમાંથી મુક્તિ મળી શકે છે .

આ વર્ષે શું છે ખાસ ?

મહાશિવરાત્રિ એક સિદ્ધ દિવસ અને મહાપર્વ છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે જેથી સોનામાં સુગંધ ભળ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ યોગમાં દરેક મનોકામના પૂર્ણ થવાની સાથે કાર્ય સફળતા પણ મળે છે. એટલે કે આ વર્ષે શિવ આરાધના બમણું ફળ આપનારી સાબિત થશે. આ વર્ષે જો તમે કોઈ કાર્યમાં સફળ થવા ઈચ્છતા હોય તો તેની શરૂઆત શિવરાત્રિના દિવસે કરો.

આ વસ્તુઓથી કરો શિવજીનો અભિષેક

  • – સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પંચામૃત
  • – ધન પ્રાપ્તિ માટે શેરડીનો રસ
  • – શત્રુ બાધા મુક્તિ માટે સરસવનું તેલ
  • – માનસિક એકાગ્રતા માટે દૂધ
  • – વર પ્રાપ્તિ માટે કેસરયુક્ત પાણી
  • – પત્ની પ્રાપ્તિ માટે દહીં
  • – સર્વસિદ્ધિ માટે ગંગાજળ
  • – કાલસર્પ યોગથી મુક્તિ માટે કાળા તલ, ચંદન યુક્ત જળથી અભિષેક કરો.
  • – સાડાસતી દૂર કરવા કાળા તલ ચઢાવી જળાભિષેક કરો.
image source

આ વર્ષે શિવરાત્રિ પર પૂજા શુક્રવારએ સાંજે 5.21 મિનિટથી કરી શકાશે. આ દિવસે તેરસ અને ચૌદશનો મેલ હોવાથી ચૌદશની તિથિ સાંજથી શરૂ થશે. તેથી મહાશિવરાત્રિ સંધ્યા સમયથી ગણાશે. ચૌદશની તિથિ શનિવારે સંધ્યા સમય સુધી રહેવાથી મહાશિવરાત્રિ પર્વ બીજા દિવસ સુધી ગણાશે. આ સમય દરમિયાન શિવ પૂજા કરવાથી ભગવાનની વિશેષ કૃપા તમારા પર પણ વરસતી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ