ભગવાન શિવનું પ્રિય છે કાશિ વિશ્વનાથ, જાણો શું છે તેની પાછળનુ કારણ

12 જ્યોતિર્લિંગમાંથી કાશિ વિશ્વનાથ છે ભગવાન શિવનું પ્રિય, જાણો શા માટે

ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલા છે. પુરાણો અનુસાર આ 12 સ્થાનએ ભગવાન શિવ સ્વયં પ્રકટ થયા હતા. માનવામાં આવે છે કે આ જ્યોતિર્લિંગના દર્શન, પૂજા, આરાધના અને નામ જાપ કરવાથી પણ ભક્તોના પાપ સમાપ્ત થઈ જાય છે. માનવામાં આવે છે કે આ 12 જ્યોતિર્લિંગમાંથી કાશી વિશ્વનાથનું મંદિર ભગવાન શિવનું સૌથી પ્રિય છે. બનારસ માટે કહેવાય છે કે તે ભગવાન શિવના ત્રિશૂલ પર વિરાજમાન છે.

12 જ્યોતિર્લિંગ અને તેનું મહત્વ

સોમનાથ જ્યોતિર્લિંગ

image source

સોમનાથ ગુજરાતના પ્રભાસ ક્ષેત્રમાં આવેલું છે. આ જ્યોતિર્લિંગ સમુદ્ર કિનારે આવેલું છે. કહેવાય છે કે ચંદ્રએ ભગવાન શિવને આરાધ્ય માની પૂજા કરી હતી. તેથી જ આ જ્યોતિર્લિંગનું નામ સોમનાથ પડ્યું છે. ચંદ્રમાનું એક નામ સોમ પણ છે. તેથી સ્પષ્ટ રીતે ચંદ્રના નામ પરથી સોમનાથનું નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે.

મલ્લિકાર્જુન

image source

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે આવેલું છે. કહેવાય છે કે તેમના દર્શનથી સાત્વિક મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ દૈહિક, દૈવિક અને ભૌતિક પાપનો નાશ થાય છે.

મહાકાલેશ્વર

image source

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જેનમાં શિપ્રા નદીના કિનારે આવેલું છે. આ જ્યોતિર્લિંગ સ્વયં ભૂ દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગને મહાકાલ નામથી પણ ઓળખવામાં આવે છે.

ઓમકારેશ્વર

image source

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે માન્ધાતા પર્વત પર આવેલું છે. માનવામાં આવે છે કે તેના દર્શન માત્રથી જ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે.

કેદારનાથ

image source

કેદારનાથ જ્યોતિર્લિંગ અલકનંદા અને મંદાકિની નદીઓના સંગમ ઘાટ પર સ્થિત છે. આ પવિત્ર ધામને નર અને નારાયણની તપસ્થલી માનવામાં આવે છે.

ભીમાશંકર

image source

ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી 100 કિમી દૂર આવેલું છે. આ મંદિરમાં નજીક જ ભીમા નામક એક નદી વહે છે. જે કૃષ્ણા નદીમાં જઈને મળે છે. આ શિવલિંગ મોટું છે. આ કારણે તેને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિશ્વનાથ

image source

વિશ્વનાથ જ્યોતિર્લિંગ ધર્મ નગરી કાશીમાં આવેલું છે. કહેવાય છે કે ભગવાન શિવએ હિમાલય છોડી આ સ્થાન પર સ્થાયી વાસ કર્યો હતો. માનવામાં આવે છે કે પ્રલયકાલમાં પણ ધર્મ નગરી પર કોઈ અસર નહીં પડે. ઉલ્લેખનીય છે કે કાશી ગંગા નદીના કિનારે આવેલું છે. કાશી વિશ્વનાથનું મંદિર ભગવાન શિવનું પ્રિય છે. બનારસમાં કહેવાય છે કે આ નગરી શિવજીના ત્રિશૂલ પર વિરાજમાન છે.

ત્ર્યંબકેશ્વર

image source

આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિકથી 30 કિમી દૂર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. આ મંદિર કાળા પથ્થરથી બનેલું છે.

બૈદ્યનાથ

image source

ઝારખંડના દેવઘરમાં આવેલું છે આ સ્થાન. પૌરાણિક કથાઓ અનુસાર રાવણએ તપ કરી ભગવાન શિવને લંકા લઈ જવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ રસ્તામાં અડચણ આવતા ભગવાન શિવ અહીં જ સ્થાપિત થઈ ગયા.

રામેશ્વર

image source

લંકા જતા પહેલા ભગવાન રામએ જે શિવલિંગની સ્થાપના કરી હતી તેને રામેશ્વર જ્યોતિર્લિંગથી પૂજાય છે.

નાગેશ્વર

ગુજરાતમાં દ્વારકાથી 20 કિમી દૂર આવેલું છે આ જ્યોતિર્લિંગ.

image source

ધૃષ્ણેશ્વર

આ જ્યોતિર્લિંગ રાજસ્થાનના કોટામાં આવેલું છે. અહીં ઘુશ્માના મૃત પુત્રને જીવિત કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ