શિવલિંગ પર અભિષેક કરવામાં શું ધ્યાન રાખશો, પરણિત મહિલાઓ માટે ખાસ માહિતી…

મહાદેવની પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્વ હોય છે.ભગવાન શિવને લઈને કહેવામાં આવે છે કે તે ખૂબ ભોળા છે,થોડી જ ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે.એવામાં બાબા મહાકાલનાં ભક્ત એમની કૃપા પ્રાપ્‍ત કરવા માટર જાત-જાતનાં ઉપાય કરતા હોય છે.શાસ્ત્રોમાં અમુક ખાસ વસ્તુઓનું વર્ણન મળી આવે છે જે મહાદેવને અત્યંત પ્રિય છે,તેનાથી ભોળાનાથની પૂજા કરવામાં આવે તો મનમાગ્યું ફળ પ્રાપ્‍ત થઈ શકે છે.પરંતુ શું તમે જાણો છો કે અમુક વસ્તુઓ એ વી પણ છે,જે ભોળાનાથને અર્પિત કરવાની મનાઈ છે.ભલે આ વસ્તુઓ દ્વારા બીજા દેવી-દેવતાઓ ની પૂજા કરવી શુભ હોય,પરંતુ આ શિવલિંગ પર ચડાવવાની સાફ મનાઈ છે.તો ચાલો આજ આ જ વિષય પર વાત કરીએ અને જાણીએ શિવલિંગની પૂજા સાથે જોડાયેલી અમુક ખાસ વાતો.

સૌપ્રથમ તમને જણાવીએ છીએ આ 5 વસ્તુઓ નાં વિષયમાં.જે શિવલિંગ પર અર્પિત કરવાની મનાઈ છે.

૧.કેતકીનું ફૂલ

ગ્રંથોને અનુસાર,એકવાર કેતકીનાં ફૂલે ભગવાન બ્રહ્માનાં કહેવા પર શિવજીની સામે ખોટી જુબાની આપી હતી.આ વાતથી ક્રોધિત થઈને ભગવાન શિવે કેતકીનાં ફૂલને પોતાની પૂજામાં વર્જિત કરી દીધું હતું.ત્યારથી શિવલિંગ પર કેતકીનું ફૂલ ચડાવવાની મનાઈ છે.

૨.તુલસી

શિવપુરાણને અનુસાર,એક સમય પર દેવી તુલસી અસુર જલંધરનાં પત્ની હતા.જલંધરનો વધ કરવા માટે તુલસીને પતિધર્મનું ખંડન કરવું જરૂરી હતું. એવામાં મહાદેવની મદદ કરવા માટે ભગવાન વિષ્ણુએ તુલસીનું પતિવ્રત ભંગ કરી દીધું.આ છળથી ક્રોધિત થઈને તુલસીએ પ્રતિજ્ઞા કરી કે તેનો પ્રયોગ શિવજીની પૂજામાં ક્યારેય પણ નહિ કરવામાં આવે.આમ કરવું અશુભ ફળોનું કારણ બનશે.

૩.નારિયેળનું પાણી

દેવી-દેવતાઓને ચડાવવામાં આવતા પ્રશાદને ગ્રહણ કરવો આવશ્યક હોય છે.પરંતુ શિવલિંગનો અભિષેક જે પદાર્થ દ્વારા થાય છે તેને ગ્રહણ નથી કરી શકાતો.એટલા માટે શિવલિંગ પર નાળિયેર પાણી ચડાવવાનું વર્જિત છે.

૪.હળદર

શિવલિંગ પૌરુષનું પ્રતિક છે,ત્યાં જ હળદરનો પ્રયોગ સ્ત્રીઓ ની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે.એ વામાં શિવલિંગ પર હળદર ચડાવવી ઉચિત નથી માનવામાં આવતું.

૫. સિંદૂર કે કંકુ

વિવાહિત મહિલાઓ પોતાના પતિનાં લાબાં આયુષ્ય માટે સિંદૂર લગાવે છે,પરંતુ ભગવાન શિવ તો વિનાશનું પ્રતિક માનવામાં આવે છે.તે જ કારણે શિવલિંગ પર સિંદૂર કે કંકુ ચડાવવું શુભ નથી હોતુ.

ચાલો હવે જાણીએ અમુક એવી વસ્તુઓ વિશે,જેને શિવલિંગ પર ચડાવવી શુભ ફળદાયક હોય છે.

૧.ધતૂરો

વૈરાગીનું જીવન જીવનાર મહાદેવને વનમાં મળી આવતી વસ્તુઓ ખૂબ વધારે પ્રિય છે.જેના ચાલતા શિવલિંગ પર ધતૂરો ચડાવવાની પરંપરા છે.

૨.બિલ્લીપત્ર

બિલ્લીપત્ર વગર ભગવાન શિવજીની પૂજા અધૂરી માનવામાં આવે છે.કહેવાય છે કે શિવલિંગ પર બિલ્લીપત્ર અર્પિત કરવાથી ભક્તની દરેક મનોકામના પૂરી થાય છે.

૩.ઠંડુ દૂધ

ધતૂરાની માફક દૂધ પણ મહાદેવની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે.રોગોથી છૂટકારો મેળવવા માટે શિવલિંગ પર ઠંડુ દૂધ અર્પિત કરવાની માન્યતા છે.સાથે જ તેનાથી લાંબુ આયુષ્ય અને સારા સ્વાસ્થયની પ્રાપ્‍તિ થાય છે.

૪.ચંદન

શાસ્ત્રોમાં સફેદ રંગને મહાદેવનું પ્રતિક કહેવામાં આવે છે.શિવલિંગ પર ચંદન ચડાવવાથી સમાજમાં માન-સમ્માન વધે છે,સાથે જ વ્યકિતત્વ આકર્ષક બને છે.

૫.ભસ્મ

ભસ્મ શિવજીનો પ્રિય શ્રીંગાર છે.ભસ્મથી શિવલિંગની આરાધના કરવી શુભ ફળદાયક હોય છે.આમ કરવાવાળા પર મહાદેવી કૃપા સદાય બનેલી રહે છે.

મનમાગ્યા ફળની કામના રાખવાવાળા ભક્તોને એ વાતનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.જાણકારી પસંદ આવી હોય તો મિત્રો સાથે પણ શેર જરૂર કરો.સાથે જ અમારી આગલી સ્ટોરી વાંચવાનું ન ભૂલો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ