ગુંદા નું ઇન્સ્ટન્ટ અથાણું – મિત્રોની ફરમાઇશ પર હાજર છીએ ગુંદાનું ટેસ્ટી અથાણું લઈને…

ઉનાળો અને અથાણું એક બીજા ના પર્યાય થઈ ગયા છે.. ખાસ કરી એમના માટે જે અથાણાં ના દીવાના હોય છે , મારી જેમ . આજે હું લાવી છું એકદમ સરળ , પણ ખૂબ જ સ્વાદિષ્ટ .. ગુંદા નું આ ઇન્સ્ટન્ટ અથાણું ઘણા અઠવાડિયા સુધી સાચવી શકાય છે. ગુંદા માર્કેટ માં થોડા સમય માટે જ આવે છે , તો ટ્રાય કરી જોવો.. આશા છે પસંદ આવશે..

સામગ્રી ::

• 250gm તાજા ગુંદા

• 2 થી 2.5 વાડકા અથાણાં નો મસાલો / કોરો સાંભાર મસાલો

• 2/3 વાડકો તેલ

રીત ::

સૌ પ્રથમ ગુંદા ને ભીના કપડાં ને લૂછી સાફ કરો. ગુંદા પર ઘણી ધૂળ ને નાનો કચરો હોય છે. ખાંડણી દસ્તા ના દસ્તા થી હળવે હળવે ગુંદા પર મારી કાપો કરો…


ગુંદા બહુ જ ચીકણા હોય છે તો ધ્યાન રહે કે કાપા કરતા પહેલા એકદમ કોરા કરી લેવા… થોડું મીઠું બાજુ માં રાખવું જેમાં છરી કે ચમચી ડુબાડી ગુંદા ના ઠળિયા કાઢી લો. મીઠું વાપરવા થી ગુંદા ની ચીકાશ બહુ નડશે નહીં.


એક એક કરી બધા ગુંદા ના ઠળિયા કાઢી લેવા. હવે આ ગુંદા માં થોડો થોડો મેથીયો મસાલો / અથાણાં નો મસાલો ભરો… વધેલો મસાલો સાઈડ પર રાખી દો.


કડાય માં તેલ ગરમ કરો.. આપ શીંગ તેલ કે રાઇ નું તેલ અથવા કોઈ પણ તેલ વાપરી શકો છો. તેલ ગરમ થાય એટલે એમાં મસાલો ભરેલા ગુંદા ઉમેરો.. ગેસ ની આંચ એકદમ ધીમી રાખવી..


સરસ મિક્સ કરી ધીમી આંચ પર પકાવો. કડાય ને ઢાંકી ઉપર થોડું પાણી રાખી દેવું. ગુંદા એકદમ બફાય ના જાય ત્યાં સુધી પકાવો. વચ્ચે વચ્ચે હલાવતા રેહવું.


ગુંદા એકદમ બફાય જાય એટલે થોડો મસાલો ઉમેરો અને સરસ રીતે મિક્સ કરો. ગેસ બંધ કરી દો અને એકદમ ઠરવા દો.

લો તૈયાર છે આપણું ઝટપટ ગુંદા નું અથાણું.. આપ ચાહો તો સાથે થોડા કેરી ના કટકા ઉમેરી શકો. આ અથાણું ખાખરા , રોટલી , પરાઠા કે દાળ ભાત સાથે બહુ જ ટેસ્ટી લાગે છે…


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ