શિવજીને પ્રસન્ન રાખવા માટે પૂજામાં ભૂલથી પણ ના વાપરશો આ વસ્તુઓ…

સોમવારનો દિવસ ભગવાન શિવનો પ્રિય માનવામાં આવે છે તેથી જ આ દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ રીતે કરવામાં આવે છે. પરંતુ મોટા ભાગના લોકોએ વાતથી અજાણ હોય છે કે ભગવાન શંકરની પૂજામાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. તો જો તમે પણ શિવભક્ત હોય તો જાણી લો કે શિવપૂજામાં કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

1. શંખ- ભગવાન શંકરએ શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. શંખ તે અસુરનો પ્રતીક માનવામાં આવે છે વળી તે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો એટલા માટે જ શંખથી પૂજા વિષ્ણુ ભગવાનની કરવામાં આવે છે પરંતુ ભગવાન શંકરની પૂજામાં તેનો ઉપયોગ કરી શકાતો નથી.

2. તુલસી- જાલંધર નામના અસુરની પત્ની વૃંદાના અંશથી તુલસીનો જન્મ થયો હતો. જેમનો સ્વીકાર વિષ્ણુના જ સ્વરૂપ શાલીગ્રામએ પત્ની તરીકે કર્યો છે. તેથી જ તુલસીનો ઉપયોગ શિવપૂજામાં કરવો ન જોઈએ.

3. તલ- આ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયા હોવાની માન્યતા છે. તેથી જ શિવજીને અર્પિત નથી કરાતાં.

4. ખંડિત ચોખા- ભગવાન શિવને અક્ષત એટલે કે તુટ્યા વિનાના ચોખા જ ચઢાવવા જોઈએ. તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે તેથી તેમનો ઉપયોગ શિવપૂજામાં નથી થતો.

5. કંકુ- કંકુ સૌભાગ્યનું પ્રતીક છે. ભગવાન શિવ વૈરાગી છે તેથી તેમને કંકુ નથી ચઢાવી શકાતું

6. હળદર- હળદરનો સંબંધ પણ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્ય સાથે છે તેથી તેનો ઉપયોગ શિવ પૂજામાં નથી કરી શકાતો.

7. શ્રીફળ- શ્રીફળ દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ શિવજી સમક્ષ શ્રીફળ વધેરી નથી શકાતું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર. તમે પણ લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરીને લાઇક કરવા જણાવો…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ