પોતાના સંતાનો બીજા ધર્મની વ્યક્તિ સાથે પરણે તેમાં આ પિતાને શા માટે વાંધો નથી ? ખરેખર જાણવા જેવી વાત છે.

એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રેમને કોઈ જ ધર્મ નથી હોતો પ્રેમ પોતે જ એક ધર્મ છે. વાક્ય ભલે નાનું છે પણ ખુબ જ અસરકારક છે. જો બીજા બધા જ ધર્મને બાજુ પર મુકીને આ એક પ્રેમના ધર્મને જ જો આખું વિશ્વ અપનાવે તો તમને નથી લાગતું કે વિશ્વની કાયા જ પલટ થઈ જાય !

આજે આપણા સમાજમાં માતાપિતા આગ્રહ રાખતા હોય છે કે તેમનું સંતાન તેમના જ સામાજિક નિયમો પ્રમાણે જીવે અને લગ્ન કરે. પણ આ ત્રણ દીકરીઓના પિતાએ પોતાના બિનસાંપ્રદાયિક વિચારોને ખુબ જ સરસ રીતે રજૂ કર્યા છે જેનો મર્મ એટલો છે કે કોઈને પ્રેમ કરવો એ તે વ્યક્તિની અંગત પસંદ છે. પ્રેમ મહત્ત્વનો છે બીજુ બધું જ ગૌણ છે.

 

View this post on Instagram

 

A post shared by Humans of Bombay (@officialhumansofbombay) on


ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પર એક અકાઉન્ટ છે ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ જેના પર હંમેશા વિવિધ પ્રકારની પ્રેરણા દાયક પણ ખુબ જ હકારાત્મક પોસ્ટ શેયર કરવામાં આવે છે. અને આ કેઈ ત્રીજી વ્યક્તિ દ્વારા નહીં પણ વ્યક્તિના પોતાના અનુભવ દ્વારા સીધી જ શેયર કરવામાં આવે છે. તેમાંથી જ આ વાત તમારીસાથે શેયર કરવામાં આવી છે.

આ કાકા મુસ્લિમ છે તેમને ત્રણ દીકરીઓ છે, થોડા સમય પહેલા તેમની મોટી દીકરીએ તેમને આવીને જણાવ્યું કે તેણી એક હિન્દુ છોકરાના પ્રેમમાં છે અને તેને પરણવા માગે છે. તેમણે હંમેશા પોતાની દીકરીઓને સામે વાળી વ્યક્તિને તેના ધર્મ કે તેના વર્ગથી જજ નહીં કરતાં શીખવ્યું છે. અને આ નિયમ તેમના જીવનસાથી માટેની પસંદગી પર પણ લાગુ પડે છે.

તેમની વિચારશરણી આજના લાક્ષણિક માતાપિતાઓ કરતાં થોડી અલગ છે. તેઓ માને છે કે સમાજના નિયમો આપણા દ્વારા બનાવવામાં આવ્યા છે. અને જો તમને જીવનમાં કોઈ નિઃસ્વાર્થ પ્રેમ કરવા વાળુ તમારી સંભાળ રાખવા વાળુ મળી જાય તો તે સામાજિક નિયમોને અનુસરવા કરતાં ક્યાંય વધારે મોટી વાત છે.

તેઓ જણાવે છે, ‘મેં તેમને એટલે કે મારી છોકરીઓને કહ્યું છે કે તેમણે તેવી વ્યક્તિ સાથે રહેવાનું છે જે તમને પ્રેમ કરે તમારી કદર કરે. એવી વ્યક્તિ સાથે તમારે નથી રહેવાનું જે સમાજ પ્રમાણે નક્કી કરવામાં આવેલા આદર્શ જીવન સાથીના બિબામાં ફીટ થતી હોય. અને માટે જ હું માનું છું કે મને મારી દીકરીને એ જણાવવાનો કોઈ હક્ક નથી કે તેણે કોને પ્રેમ કરવો – ટુંક જ સમયમાં મારી મોટી દીકરી લગ્ન કરવા જઈ રહી છે.’

આજે વિશ્વમાં નફરતનું એક મોજું ઉઠેલું છે. નફરત માત્ર ધર્મ-ધર્મની નહીં પણ કાળા-ધોળા, ઉંચ-નીચ, દેશ-દેશ, અહમ-અહમની છે. તેવા સંજોગોમાં પ્રેમ એક જ એવી વસ્તુ છે જે આપણને બધાને એકબીજાથી બાંધી શકે, જોડી શકે તેમ છે. આ વડિલના આ વિચારોને સોશિયલ મિડિયા પર ખુબ જ બીરદાવવામાં આવી રહ્યા છે. બધાથી ઉપર તેમણે પ્રેમને મુક્યો છે તેમાં કંઈ ખોટું તો નથી જ !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ