શિવજીને ખુશ રાખવા માટે પૂજામાં ભૂલથી પણ ના વાપરશો આ વસ્તુઓ…

સોમવારનો દિવસ ભગવાન શિવનો પ્રિય માનવામાં આવે છે તેથી જ આ દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ રીતે કરવામાં આવે છે. પરંતુ મોટા ભાગના લોકોએ વાતથી અજાણ હોય છે કે ભગવાન શંકરની પૂજામાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. તો જો તમે પણ શિવભક્ત હોય તો જાણી લો કે શિવપૂજામાં કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.


1. શંખ- ભગવાન શંકરએ શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. શંખ તે અસુરનો પ્રતીક માનવામાં આવે છે વળી તે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો એટલા માટે જ શંખથી પૂજા વિષ્ણુ ભગવાનની કરવામાં આવે છે પરંતુ ભગવાન શંકરની પૂજામાં તેનો ઉપયોગ કરી શકાતો નથી.

2. તુલસી- જાલંધર નામના અસુરની પત્ની વૃંદાના અંશથી તુલસીનો જન્મ થયો હતો. જેમનો સ્વીકાર વિષ્ણુના જ સ્વરૂપ શાલીગ્રામએ પત્ની તરીકે કર્યો છે. તેથી જ તુલસીનો ઉપયોગ શિવપૂજામાં કરવો ન જોઈએ.

3. તલ- આ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયા હોવાની માન્યતા છે. તેથી જ શિવજીને અર્પિત નથી કરાતાં.


4. ખંડિત ચોખા- ભગવાન શિવને અક્ષત એટલે કે તુટ્યા વિનાના ચોખા જ ચઢાવવા જોઈએ. તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે તેથી તેમનો ઉપયોગ શિવપૂજામાં નથી થતો.

5. કંકુ- કંકુ સૌભાગ્યનું પ્રતીક છે. ભગવાન શિવ વૈરાગી છે તેથી તેમને કંકુ નથી ચઢાવી શકાતું

6. હળદર- હળદરનો સંબંધ પણ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્ય સાથે છે તેથી તેનો ઉપયોગ શિવ પૂજામાં નથી કરી શકાતો.

7. શ્રીફળ- શ્રીફળ દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ શિવજી સમક્ષ શ્રીફળ વધેરી નથી શકાતું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર. તમે પણ લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરીને લાઇક કરવા જણાવો.