૧૬ હજાર શિલ્પકારોએ બનાવ્યું હતું આ પ્રસિદ્ધ મંદિર…

ખજુરાહોના લક્ષ્મણ મંદિરનું નિર્માણ અંદાજે 930 ઈ.માં યશોવર્મન નામના રાજાએ કરાવ્યું હતું. યશોવર્મનનું એક નામ લક્ષ્મણ વર્મન પણ હતું તેથી જ આ મંદિરનું નામ લક્ષ્ણ મંદિર પડ્યું છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ ખાસ રીતે થયું છે. મંદિર ખજુરાહોમાંથી મળી આવેલા અન્ય મંદિરની સરખામણીમાં સૌથી વધારે સુરક્ષિત છે. કહેવાય છે કે આ મંદિરના નિર્માણ માટે મથુરાથી સોળ હજાર શિલ્પકારોને બોલાવવામાં આવ્યા હતા. આ મંદિરનું નિર્માણ કાર્ય સાત વર્ષે પૂર્ણ થયું હતું. આ મંદિરનું સૌંદર્ય 600 વર્ષ માનવ દ્રષ્ટિથી દૂર રહ્યું હતું.

સન 1840માં એક બ્રિટિશ શિકારીની ટુકડીને આ મંદિરના અસ્તિત્વની જાણ થઈ હતી. ત્યારબાદ આ સ્થળ પર ખોદકામ કરવામાં આવ્યું અને ત્યાંથી આ સુંદર મંદિર બહાર આવ્યું. 1923થી આ મંદિર પ્રચલિત થયું. મંદિર તેની નિર્માણ કળાની દ્રષ્ટિએ બે ભાગમાં વિભાજિત થઈ શકે છે. એક ભાગમાં ચૌસઠ યોગિની લાલગુહા મહાદેવ, બ્રહ્મા માતંગેશ્વર અને વરાહ મંદિર આવે છે. બીજા ભાગમાં અન્ય મંદિર આવેલા છે. ચંદલ વંશના રાજાઓએ કુલ 85 મંદિર બનાવ્યા હતા જેમાં વર્તમાનમાં 22 મંદિરનું અસ્તિત્વ છે.

લક્ષ્મણ મંદિર પછી આવે છે વિશ્વનાથ મંદિર જે લગભગ 1002 ઈ.માં મહારાજા ધંગદેવ વર્મનએ બનાવ્યું હતું. આ મંદિર પણ લક્ષ્મણ મંદિરની જેમ પંચાયતન શૈલીમાં બનાવવામાં આવ્યું છે. ખજુરાહોમાં બનેલા મંદિરોમાં માત્ર આ એકમાત્ર સૂર્ય મંદિર છે. આ મંદિરનું નામ ચિત્રગુપ્ત નામના ઉપદેવતાના નામ પરથી પડ્યું છે. ચિત્રગુપ્ત માનવ જીવનના લેખા જોખા રાખે છે. ગર્ભગૃહમાં સ્થિત ભગવાન સૂર્યની પ્રતિમાની જમણી તરફ હાથમાં લેખની રાખી ચિત્રગુપ્તની પ્રતિમા સ્થાપિત છે.

ખજુરાહોમાં સૌથી પ્રાચીન મધ્યકાલીન ભારતીય સ્થાપત્યનું ભવ્યતમ સ્મારક કંદારિયા મહાદેવ મંદિર પણ છે. આ ભારતની સર્વોત્તમ વાસ્તુકૃતિઓમાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. આ મંદિર 117 ફૂટ ઊંચું, 66 ફૂટ પહોડું છે. મંદિરને સામેથી જોતાં કોઈ શિખરવાળો પર્વત હોય તેવું પ્રતીત થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઐતિહાસિક માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.