શીતળામાતાનું આ મંદિર છે ચમત્કારિક, અહિયાં છે એક ઘડો જે ભક્તો માટે વર્ષમાં ૨ વાર જ ખોલવામાં આવે છે…

રાજસ્થાનની પાલી જિલ્લામાં શીતલા માતાનું મંદિર આવેલું છે. માતાના મંદિરમાં એક ચમત્કારી ઘડો સ્થાપેલ છે જે વર્ષમાં બે વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મૂકવામાં આવે છે.

ભારતીય ભૂમિને ચમત્કાર અને ઇતિહાસની ભૂમિ માનવામાં આવે છે. અહીં ભક્ત અને ભગવાન વચ્ચે વિશ્વાસ અને વિશ્વાસ ના અનન્ય બંધન જોવા મળે છે. આ જ એક ચમત્કારી મંદિર રાજસ્થાનના પાલી જીલ્લામાં આવેલું છે. જ્યાં દરેક વર્ષે, સદીઓ વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. અહીંયા શીતળા માતાનના મંદિરમાં અડધો ફૂટ ઊંડો ઘડો સ્થાપેલ છે. જેને વર્ષમાં બે વાર શ્ર્દ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે.


800 વર્ષ જૂનો છે મંદિરનો ઇતિહાસ : આ ઘડાનું રાજ અને ચમત્કાર સાંભળી વૈજ્ઞાનિકો પણ હેરાન છે. લગભગ 700 વર્ષથી સતત વર્ષમાં માત્ર બે વાર આ ઘડાને ખુલ્લો મૂકવામાં આવે છે. માનવામાં આવે છે કે આ ઘડામાં ગમે તેટલું પાણી ભરો પરંતુ આ ઘડો ક્યારેય પૂરો ભરાતો જ નથી. અત્યાર સુધીમાં આ ઘડામાં 50 લાખ લિટરથી પણ વધુ પાણી ભરાઈ ગયું છે. એક માન્યતા એ પણ છે કે તેનું પાણી રાક્ષસ પીવે છે, જેના કારણે પાણીથી ઘડો ભરાતો નથી.


વર્ષમાં બે વાર દૂર કરવામાં આવે છે પથ્થર : ગામવાસીઓ અનુસાર, લગભગ 800 વર્ષથી ગામમાં આ પરંપરા ચાલુ છે. ઘડા પરનો પત્થર વર્ષમાં બે વાર કાઢી નાખવામાં આવે છે. પ્રથમ શીતલા સપ્તમી પર અને બીજી વાર જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા પર. બંને પ્રસંગે પર ગામની મહિલાઓ તે ઘડામાં હજારો લીટર પાણી ભરે છે, ભલે હજારો લિટર પાણી નાખે પરંતુ ઘડો પૂરો ભરાતો નથી. પછી અંત માં પૂજારી પ્રચલિત માન્યતા હેઠળ માતાના ચરણોમાં દૂધનો ભોગ લગાવે કે તરત જ આ ઘડો પૂર્ણ થાય છે. દૂધનો ભોગ લગાવી ઘડાને બંધ કરી દેવામાં આવે છે. અને આ દિવસે ગામમાં મેળો ભરાય છે.

વિજ્ઞાન પણ હેરાન છે : દિલચસ્પ વાત તો એ છે કે આ ઘડાને લઈને વૈજ્ઞાનિક સ્ટાર પર પણ ઘણા શંશોધનો થયા છે. પરંતુ ઘડામાં ભરવામાં આવેલ પાણી ક્યાં જાય છે તેના વિષે કોઈને કાશી માહિતી પ્રાપ્ત થઈ નથી. માન્યતા અનુસાર રકાસ ઘડાનું પાણી પી જાય છે.


ચમત્કારિક ઘડાની આ છે કહાની : એવી માન્યતા છે કે આજથી આઠ સો વર્ષ પૂર્વે બાબરા નામનો રાક્ષસ હતો. આ રાક્ષસના આતંકથી ગ્રામીણ લોકો દુખી હતા. આ રાક્ષસ બ્રાહ્મણોના ઘરમાં જ્યારે પણ કોઈનું લગ્ન થાય તો તે દુલ્હાને મારી નાખતો. પછી બ્રહ્મણોએ શીતલા માતાની તપસ્યા કરી, તેના પછી શીતલા માતા ગામના એક બ્રાહ્મણના સ્વપ્નમાં આવ્યા. માતાએ કહ્યું કે જ્યારે તેની દીકરીનું લગ્ન થશે ત્યારે તે રાક્ષસને મારશે.લગ્નના સમયે શીતળા માતા કન્યાનું સ્વરૂપ ધારણ કરી ત્યાં હાજર રહયા.


ત્યાં માતાએ પોતાના પગ વચ્ચે દબોચીને રાક્ષસને પોતાના વશમાં કરી લીધો. ત્યારે રાક્ષસે શીતળા માતાને વિનંતી કરી કે તેનો વધ ના કરે. અને માતાએ એ રાક્ષસને છોડી મૂક્યો અને શીતળા માતા પાસે વરદાન માંગ્યું કે ગરમીના દિવસોમાં પ્યાસ વધારે લાગે છે તો માત્ર વર્ષમાં બે વાર મને પાણી પીવાનું વરદાન આપો અને માતાએ તેને વરદાન આપ્યું. બસ ત્યારથી આ પરંપરા ચાલુ છે.