શિલ્પા શેટ્ટી બીજી વાર બની માતા, દીકરીની તસવીર કરી શેર, જોવા કરો ક્લિક

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા ફરીવાર માતા બની છે. શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ઘરે આ વખતે સેરોગસીની મદદથી દીકરીનો જન્મ થયો છે. શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ દીકરીના હાથની ફોટોને સોશિયલ મીડિયા પર શેર કરીને આ વિષે જાણકારી આપી છે. આ ફોટામાં દીકરીએ શિલ્પા શેટ્ટી કુન્દ્રાની આંગળી પકડી હોય તેમ જોવા મળી રહ્યું છે.

image source

૧૫ ફેબ્રુઆરીના રોજ જન્મ થયો જુનિયર શિલ્પાનો:

દીકરીની ફોટો શેર કરતાં શિલ્પા શેટ્ટીએ “ૐ ગણેશાય નમઃ”, અમારી પ્રાર્થનાનો જવાબ મળી ગયો છે અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે લિટલ એન્જલએ અમારા ઘરે પગલાં પાડયા છે. શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ઘરે આવેલ આ લિટલ એન્જલનું નામ સમીશા રાખવામાં આવ્યું છે. સમીશાનો જન્મ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ થયો હતો. હવે ઘરમાં જુનિયર SSK આવી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પાના લગ્ન ૨૦૦૯ માં થયા હતા.

શિલ્પા શેટ્ટીએ ૨૨ નવેમ્બર, ૨૦૦૯ ના રોજ બિઝમેન રાજ કુન્દ્રા સાથે કર્યા હતા. ત્યારપછી વર્ષ ૨૦૧૨ માં એટલે કે લગ્નના ત્રણ વર્ષ પછી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. તેમજ હવે લગ્નના ૧૧ વર્ષ પછી શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને રાજ કુન્દ્રા ફરીવાર એક દીકરીના માતાપિતા બન્યા છે.

૧૩ વર્ષ પછી કમબેક

image source

શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ બૉલીવુડમાં ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટીની સાથે અભિમન્યુ દસાની અને શર્લી સેટિયા જોવા મળશે. આ ફિલ્મ જૂન મહિનામાં રીલીઝ થઈ શકે છે. આ સિવાય ડાયરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામાં’ પરેશ રાવલ સાથે જોવા મળશે.

આમિર ખાન થી લઈને એકતા કપૂર સરોગેટ બાળકના પેરેન્ટ્સ બન્યા છે.

image source

છેલ્લા કેટલાક સમયથી બૉલીવુડમાં સરોગસીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આમિર ખાન-કિરણ રાવનો દીકરો આઝાદ એક સરોગેટ બાળક છે. શાહરુખ ખાન-ગૌરી ખાનનું ત્રીજું સંતાન અબ્રામ પણ એક સરોગેટ બાળક છે. જ્યારે સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનનો બીજો દીકરો યોહાનનો જન્મ સરોગસીથી થયો છે. આ સિવાય સની લિયોની-ડેનિયલ પણ સરોગસીની મદદથી જુડવા બાળકોના માતાપિતા બન્યા છે. જ્યારે તુષાર કપૂર અને એકતા કપૂરે પણ સિંગલ ફાધર અને સિંગલ મધર બનવા માટે સરોગસીનો સહારો લીધો છે. પ્રસિધ્ધ ફિલ્મ મેકર કરણ જોહર પણ સરોગસીની મદદથી ટ્વીન્સ બાળકોના પિતા બન્યા છે. શ્રેયસ તળપદે અને દિપ્તી તળપદે પણ સરોગસીની મદદથી દીકરી આદ્યાના પેરેન્ટ્સ બન્યા છે. લિઝા રે સરોગસીની મદદથી ટ્વીન્સ દીકરીઓની માતા બની છે.

સરોગસી એટલે શું?

image source

જ્યારે કોઈ પતિ પત્ની શારીરિક કે કોઈ અન્ય કારણસર બાળકને જન્મ આપવામાં સક્ષમ નથી હોતા ત્યારે આવા યુગલો સરોગસીની મદદ લઈને સંતાનસુખ મેળવે છે. સરોગસીમાં એક સ્વસ્થ મહિલા કોઈ યુગલના બાળકને જન્મ આપે છે તો આવી માતાને સરોગેટ માતા કહેવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા નાણાકીય રીતે થાય છે. આ પ્રક્રિયામાં સરોગેટ માતાનું શોષણ કરવામાં આવતું હોય તેવી ફરિયાદો અવાર-નવાર થતી હોય છે. આથી હવે વર્ષ ૨૦૧૯ માં લોકસભામાં એક બિલ પાસ કરીને આ સરોગસીની પૂરી પ્રક્રિયાને કાયદાની મર્યાદામાં લેવામાં આવે. જો કે હવે આ બિલ રાજ્યસભાની સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ