બધાના દિલમાં રાજ કરનારા આ ફિલ્મમેકરની દીકરી બની ગઇ પોર્ન સ્ટાર

હોલીવૂડના ખ્યાતનામ ફિલ્મમેકર સ્ટીવન સ્પિલબર્ગની દીકરી બની પોર્ન સ્ટાર

હોલીવૂડના જાણીતા ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગની દીકરી મિકેલાના આ સમચારે સમગ્ર મનોરંજન જગતને ખળભળાવી મુક્યું છે. મળેલા સમાચાર પ્રમાણે મિકેલાએ પોતાની કેરિયરની શરૂઆત હોલીવૂડની મેઇન ફિલ્મોથી નહીં પણ પોર્ન ફિલ્મોથી કરી છે. અને આ સમાચાર અમેરિકાના જાણીતા સમાચાર પત્ર દ્વારા મળ્યા છે. મિકેલાએ પોતાના એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેણે પોતે જ પોતાના સોલો પોર્ન વિડિયો બનાવવા શરૂ કર્યા છે.

image source

તેણે પોતાના આ નિર્ણય વિષે પોતાના માતાપિતાને પણ જણાવ્યું હતું, અને તેના માતાપિતાએ કેરિયરની આ પસંદગી પર કોઈ જ વિરોધ નહોતો ઉઠાવ્યો. તમને જણાવી દઈએ કે સ્ટીવન સ્પીલબર્ગે એક્ટ્રેસ કેટ કૈપશો સાથે લગ્ન કર્યા છે અને તે બન્નેએ મિકેલાને 1997માં દત્તક લીધી હતી. મિકેલા સ્પિલબર્ગ અને કેટના સાત બાળકોમાંની એક છે.

image source

23 વર્ષિય મિકેલા અમેરિકાના ટેનેસી રાજ્યના નેશવિલ શહેરમાં રહે છે. તેણે જણાવ્યું હતું કે આ વિષે તેણે જ્યારે પોતાના માતાપિતાને જણાવ્યું તો તેઓ તેનાથી જરા પણ નારાજ નહોતા થયા પણ તેનો સપોર્ટ કર્યો. મિકેલાએ પોતાની આ પસંદગીને સોશિયલ મિડિયા પર પણ શેર કરી હતી. મિકેલાએ આ વિષે જણાવ્યું હતું કે તેણી આર્થિક રીતે હવે પોતાના માતાપિતા પર નિર્ભર નથી રહેવા માગતી અને તેના માટે જ તેણીએ આ નિર્ણય લીધો છે.

image source

મિકેલા પહેલા પણ શુગર સ્ટાર નામથી કેટલીક વિડિયો પોસ્ટ કરી ચૂકી છે. જો કે થોડા સમય બાદ તેણીએ આ વિડિયોને હટાવી લીધી હતી કારણ કે તે પોતાના સેક્સ વર્કરના લાયસન્સની રાહ જોઈ રહી છે. તેણી એવું કોઈ કામ નહોતી કરવા માગતી જેનાથી તેના આત્માને સંતોષ ન મળે. જો કે તેણી સોલો પોર્ન વિડિયોમાં જ કામ કરવા ઇચ્છે છે તેણી ઓન કેમેરા કોઈની પણ સાથે ઇન્ટિમેટ થવા નથી માગતી.

image source

પોતાના આ નિર્ણયને મિકેલાએ સુરક્ષિત, સમજપૂર્વકની અને મ્યુચ્યુઅલ અડંરસ્ટેંડિંગ ગણી હતી. તેણીએ જણાવ્યું હતું કે તે વિડિયો બનાવતી રહેશે, પણ ઓન કેમેરા કોઈની સાથે ઇન્ટિમેટ નહી થાય. જો તેણી તેવું કરશે તો તે તેણે બાંધેલી મર્યાદાઓનું ઉલંઘન હશે. તેણીનો આવું કરવાનો ઉદ્દેશ પોતાના ફિયાન્સ ચક પેન્કો કે જે 47 વર્ષનો છે તેનું સમ્માન જાળવી રાખવાનો છે.

image source

સ્ટિવન સ્પિલબર્ગ કે જેમણે હોલીવૂડમાં અદ્ભૂત સેંકડો કરોડોની કમાણી કરતી ફિલ્મો બનાવી છે જેમાં જુરાસિક પાર્ક સિરિઝ, ઇટી, જૉઝ, શિંડલર્સ લિસ્ટ, સેવિંગ પ્રાઇવેટ રાયન, ઇન્ડિયાના જોન્સ, અને લિંકન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે સ્પિલબર્ગની કુલ કમાણી 3.1 બિલિયન ડેલર છે. સ્પિલબર્ગનું નામ 2006માં પ્રિમિયર મેગેઝિન દ્વારા વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ