કબૂતરની હગારથી કોરોના વાયરસ જેટલા જ ચેતજોઃ નાની પણ ખૂબ જ મહત્ત્વની વાત.

લોકડાઉન પછીની કાર-ઓફિસની સ્વચ્છતા દરમિયાન, કબૂતરની હગારથી કોરોના વાઇરસ જેટલા જ ચેતજોઃ નાની પણ ખૂબ જ મહત્ત્વની વાત.

image source

ગઈ કાલે એક મિત્રએ પોતાની કાર પચાસેક દિવસ પછી બહાર કાઢી. કારનો ઉપરનો ભાગ કબૂતરની હગારથી ભરાઈ ગયો હતો. ઓફિસો-દુકાનો-કારખાનાં બંધ છે તેમાં પણ કબૂતરની હગારના ઢગલા હશે. મિત્રો, કોરાના વાયરસ જેટલી જ કબૂતરની હગાર જોખમી છે.

image source

તેનાથી ફેફસાંનો ગંભીર રોગ થાય છે. માટે ચેતજો. ભલે કબૂતર ભોળું પક્ષી છે, શાંતિદૂત છે પણ તેની હગાર જીવલેણ હોય છે. હમણાં પત્રકાર શશાંક ત્રિવેદીનું નિધન થયું. તેને ફેફસાંની બિમારી થયેલી.

image source

નૃત્યાંગના અને કળાકાર અપર્ણાબહેન રાવલનું થોડા સમય પહેલાં નિધન થયું. કબૂતરની હગારને કારણે જ તેમને ફેફસાંનો રોગ થયો હતો. અમેરિકમાં તેમનાં ફેફસાં બદલાયેલાં.

image source

આપણે ત્યાં કબૂતરો મોટી સંખ્યામાં હોય છે. તેમની હગાર પવન વાટે શ્વાસમાં જાય તો ફેફસાં માટે અતિ જોખમી પૂરવાર થાય છે. માટે લોકડાઉન પછી કાર સાફ કરો કે ઓફિસ કે ઘર સાફ કરો ત્યારે ખાસ કાળજી રાખજો.

image source

તેના પર ઘણું પાણી છાંટીને તેને ભીની કરીને સાફ કરાય તો જોખમ ઘટે. (આવું મારું માનવું છે…) યોગ્ય માસ્ક પહેરીને જ સફાઈ કરવી જોઈએ. સફાઈ કર્મચારી સફાઈ કરતો હોય તો તેનું પણ ધ્યાન દોરવું જોઈએ.
આ વાત નાની છે, પણ ખૂબ મહત્ત્વની છે.

આલેખન : રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ