જો તમે આ સાચી રીતે પીશો દૂધ, તો શરીરને મળશે ડબ્બલ પોષણ

શું તમે દૂધ ખોટી રીતે તો નથી પી રહ્યા ને?

image source

દૂધ0માંથી ડબ્બલ પોષણ મેળવવા માટે આ નિયમ અપનાવો

દૂધ ઘણા લોકોને ખુબ પ્રિય હોય છે તો કેટલાક લોકોને અપ્રિય હોય છે. નાના છોકરા દૂધ પીવામાં ખુબ નખરા કરતાં હોય છે માટે જ તેઓ દૂધ પીવે તે માટે તેમાં બોર્નવિટા, ચોકલેટ, હોર્લિક્સ વિગેરે મિક્સ કરીને તેમને દૂધ પીવડાવવામાં આવે છે.

તો વળી કેટલાક લોકોને દૂધ એટલું પ્રિય હોય છે કે તેઓ કાચુને કાચુ જ દૂધ ગટગટાવી જાય છે. પણ આપણે દૂધ પિતિ વખતે કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતાં જેના કારણે આપણને દૂધનો ફાયદો ઓછો મળે છે અને ક્યારેક નુકસાન પણ થાય છે.

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે દૂધ એક સંપુર્ણ ખોરાક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે બાળકોના વિકાસ તેમજ તેમના હાડકા મજબૂત બનાવવા માટે અનિવાર્ય છે.

આ ઉપરાંત દૂધમાં વિટામીન એ, વિટામીન બી 12, થાઈમિન અને ખનીજતત્ત્વો જેવા કે સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ પણ રહેલા છે જે બાળકને અઢળક ઉર્જા આપે છે. અને માટે જ દૂધ એ બાળકના વિકાસ દરમિયાનના વર્ષોમાં અમૃત સમાન પીણું છે.

image source

બાળકો ઉપરાંત ડોક્ટરો દ્વારા મહિલાઓને પણ દૂધ પીવાની સલાહ આપવામા આવે છે. કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી મહિલાઓમાં જે કેલ્શિયમની ખોટના કારણે હાડકા નબળા પડવાની સમસ્યા ઉભી થાય છે તે નથી થતી.

પણ આમ કરતી વખતે એટલે કે દૂધ પીતી કે બાળકોને પીવડાવતી વખતે કેટલાક નિયમો ચોક્કસ ફોલો કરવા જોઈએ. તેમ કરવાથી તમને દૂધમાં નિયમિત કરતાં વધારે પોષણ મળશે અને કોઈ નુકસાન પણ નહીં થાય.

image source

કેટલાક લોકો દૂધ પીવામાં બેદરકારી રાખે છે જેમ કે જમ્યા બાદ તરત જ દૂધ પી લેવું અથવા તો કંઈક નોનવેજ ખાધું હોય અથવા તો કંઈક સ્પાઇસી ખાધૂં હોય તો ત્યાર બાદ તરત કે પછી તેની સાથે સાથે દૂધ પીવું.

આમ કરવાથી દૂધ તમને લાભની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. તો ચાલો જાણીએ કે દૂધ કેવી રીતે પીવું જોઈએ.

ડુંગળી તેમજ રીંગણ સાથે દૂધ ન પીવું

 

image source

ડુંગળી અથવા તો રીંગણ સાથે દૂધ પીવાથી તેમાં હાજર કેમિકલ સાથે દૂધ ભળવાથી તે એક બીજા પ્રત્યે રીએક્ટ કરશે. માટે જ આ બન્નેના સેવન વચ્ચે ઓછામાં ઓછું એક કલાકનું અંતર રાખવું.

આ ઉપરાંત તમે ફીશ સાથે પણ દૂધ ન પી શકો. આમ કરવાથી તમને ચામડીની કેટલીક સમસ્યા ઉભી થાય છે જેમ કે વ્હાઇટ સ્કાર,લ્કૂકોડર્મા વિગેરે.

રાત્રે દૂધ પીતી વખતે રાખો આ બાબતનું ધ્યાન

image source

જો તમને રોજ રાત્રે જમ્યા બાદ દૂધ પીવાની આદત હોય તો ક્યારેય જમ્યા બાદ દૂધ ન પીવું જોઈએ પણ જમીને એક કલાક બાદ દૂધ પીવું જોઈએ. તેમજ દૂધથી પણ તમારું પેટ ભરાતું હોવાથી સાંજનું જમણ તમારે ઓછું કરવું જોઈએ.

જેથી કરીને તમારું પેટ હળવુ રહે રાત્રી દરમિયાન ખાધેલા ખોરાકનું પાચન પણ સરળ રીતે થઈ જાય અને બીજો દીવસ સ્ફુર્તિલો રહે.

image source

આ સિવાય જો તમને ઠંડુ દૂધ પીવાની આદત હોય તો તમારે તેમ ન કરવું જોઈએ. તમારે તેને હુંફાળુ ગરમ કરવું જોઈએ અને તેમાં ખાંડ તો બીલકુલ ન નાખવી જોઈએ કારણ કે ખાંડ તેમાં રહેલા પોષકતત્ત્વોને મારી નાખે છે.

ઠંડા દૂધનું ધીમે ધીમે પાચન થાય છે અને તેના કારણે પેટમાં ગેસ પણ ઉત્પન્ન થાય છે.

જમ્યા પહેલાં તરત કે જમ્યા પછી તરત દૂધ ન પીવું

image source

જો તમને જમ્યા પહેલાં તરત કે પછી જમ્યા બાદ તરત જ દૂધ પીવાની આદત હોય તો તેને આજે જ છોડી દો.

કારણ કે દૂધ એક ભારે ખોરાક છે તેને પચવામાં સમય લાગે છે અને ભોજન અને દૂધ ભેગું થતાં તમને પેટ ખુબ જ ભારે લાગશે.

આ ઉપરાંત તમે જે ભોજન ખાધેલું હોય અથવા તો જે ખાવાના હોવ તેમાં મસાલા ઉપરાંત મીઠાનુ પ્રમાણ હોય છે. આયુર્વેદમાં મીઠા જોડે દૂધના સેવનની ના કહેવામાં આવી છે. તેનાથી શરીરને નુકસાન પહોંચે છે.

image source

આ ઉપરાંત કોઈ ખાટી કે પછી મીઠાવાળી જેમ કે ખારા બિસ્કિટ, ખારી પુરી વિગેરે નાશ્તા તમારે દૂધ સાથે ન કરવા જોઈએ.

તેનું સેવન તમે દૂધ પીધા પહેલાં એક કલાક અથવા તો એક કલાક બાદ કરી શકો છો.બન્ને વસ્તુ જોડે ખાવાથી તમને પાચનમાં સમસ્યા રહેશે અને સાથે સાથે તમને પેટ પણ જાણે ભરેલું ભરેલું લાગશે.

ગાયનું દૂધ છે સર્વોત્તમ

image source

જો તમે ઇચ્છતા હોવ કે તમે જે દૂધ પીવો તેમાંથી તમને સંપુર્ણ પોષણ મળે તેમજ સાથે સાથે ઉર્જા પણ મળે અને તે છતાં તેની ચરબી તમને નુકસાન ન કરે તો તેના માટે તમારે ભેંસનું નહીં પણ ગાયનું દૂધ પીવું જોઈએ.

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે ગાયના દૂધ તેમજ ઘીમાં અન્ય પ્રાણીઓ ખાસ કરીને ભેંસના દૂધ કે ઘી કરતાં ક્યાંય વધારે પોષણ હોય છે તેમજ ભેંસનું દૂધ તમને કફ કરી શકે છે જ્યારે ગાયનું દૂધ તેવું નુકસાન નથી કરતું.

image source

ગાયના દૂધમાં કેલિશિયમ, એન્ટિઓક્સિડન્ટ્સ, પ્રોટિન ઉપરાંત વિટામિન ઈ, ઝિંક, સેલેનિયમ વિગેરે પુરતા પ્રમાણમાં હોય છે. આ તત્ત્વો તમારા બોડીની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

માટે તમે અવારનવાર બિમાર નથી પડતાં અને ખાસ કરીને ફ્લૂની સિઝનમાં તમને અનોખું પ્રોટેક્સન મળી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ