બટેટા કઈ ઉંમરના લોકો ખાય શકે છે અને તેને ખાવાથી શું ફાયદાઓ થાય છે ? આ વિશે અહીં જાણો

સળગતો ચુલો, ગરમ તાપ અને તેમાં શેકાતા બટેટા…. આહા! આ કલ્પના કરવાથી જ મોમાં પાણી આવી જાય છે. તો માત્ર એટલી કલ્પના કરો કે આ ખાવામાં કેટલું સ્વાદિષ્ટ હશે. ઘણીવાર ગામડાઓમાં શેકેલા બટેટા ખાય છે અને શિયાળામાં ભારતમાં દરેક જગ્યાએ આ ખાવામાં આવે છે. તે સ્વાદમાં જેટલું સ્વાદિષ્ટ છે તેટલા જ પોષક તત્ત્વોથી ભરપૂર છે. બટેટાને ઉગળવા સરળ છે. તે જમીનમાં ઉગે છે.

image source

જમીનમાં ઉગવાથી તે મહામારીના દિવસોમાં પણ ખરાબ નથી થતા. દક્ષિણ અમેરિકાથી સફર કરીને આખા વિશ્વમાં ફેલાયેલા બટેટા એ તમામની પસંદની શાકભાજી છે. વસંત ઋતુમાં સૂર્યપ્રકાશથી જેટલા પોષક તત્વો મળે છે એટલા જ શકેલા બટેટામાંથી મળે છે.

શેકેલા બટાકા એક સારો નાસ્તો

ડાયેટિશિયનને કેહવા મુજબ, સાંજે ચા સાથે શેકેલા બટેટા ખાવા એ સારો નાસ્તો છે. સાંજે તળેલી ચિપ્સ ખાવી તેના કરતા છાલ સાથે શેકેલા બટેટા ખાવા એ વધુ સારું છે. ડાયેટિશિયને કહ્યું કે શેકેલા બટાકાની છાલ સાથે ખાવાથી તમને વિટામિન અને મિનરલ્સ મળે છે. શેકેલા બટાકાની છાલમાં ફાઈબર અને વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે.

આ રીતે શેકો

image source

જે લોકો ગામડામાં રહે છે, જેમને પોતાની વાડી છે અથવા જે લોકો બટેટાનું વાવેતર કરે છે તે વ્યક્તિને બટાકા શેકવાની રીત ચોક્કસ ખબર હશે, પરંતુ મહાનગરોમાં રહેતા અમુક લોકોને બટેટા શેકવાની રીત ખબર ન હોય. તેથી ચિંતા કરશો નહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે બટાટા કેવી રીતે શેકવા, બટેટા શેકવાની રીત એકદમ સરળ છે.

જો તમારી પાસે ચૂલો છે, જ્યોત ઓલવ્યા પછી મધ્યમ કદના ચાર થી પાંચ બટાકાની ચૂલામાં નાખી દો, તે ધીરે-ધીરે શેકાય જશે. જો તેને વધુ જ્યોતમાં શેકવામાં આવશે, તો બહારથી બળી જશે અને અંદર કાચા રહેશે. જો તમારી પાસે ચૂલો નથી, તો તમે બટેટાને સગડી અથવા ઓવનમાં પણ શેકી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે બટાટા અંદરથી બરાબર પાકવા જોઈએ.

શેકેલા બટાકા ખાવાના ફાયદા

image source

1. વજન ઘટાડે છે

ડાયેટિશિયનએ જણાવ્યું કે શેકેલા બટાકાની છાલ સાથે ખાવાથી તમને જરૂરી પોષક તત્વો મળશે. છાલ સાથે બટાટા ખાવાથી ફાયબર મળે છે. શેકેલા બટાટા ખાવાથી ખૂબ લાંબા સમય સુધી ભૂખ નથી લગતી. આ કારણે વજન વધતું નથી.

2. ઉર્જાનો સારો સ્રોત

શેકેલા બટેટા એ કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સનો સારો સ્રોત છે. આનો અર્થ એ કે તે ટૂંકા સમયમાં ઉર્જા આપે છે. જેથી આપણું શરીર લાંબા સમય સુધી શક્તિ પ્રાપ્ત કરે છે.

image source

3. ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ સારું

શેકેલા બટાકા ખાંડનું સ્ટાર શરીરમાં વધતા રોકે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે સારું છે. ઉપરાંત, તે ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.

4. કાર્બોહાઈડ્રેટની સારી માત્રા

ડાયેટિશિયન અનુસાર, 100 ગ્રામમાં 125 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. તે કોલેસ્ટરોલ ઘટાડે છે, ચરબી ઘટાડે છે. તળેલા બટાટા ખાવાને બદલે શેકેલા બટાકા ખાઓ. તેમાં પોટેશિયમ, ખનિજ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. તે 100 ગ્રામમાં 2.5 ગ્રામ પ્રોટીન પણ પ્રદાન કરે છે.

5. હૃદયના દર્દીઓ માટે વધુ સારું

ડોક્ટર કહે છે કે શેકેલા બટેટામાં ચરબી હોતી નથી, તેથી તે હૃદયના દર્દીઓ માટે પણ સારું છે. હ્રદય રોગવાળા દર્દી છાલ સાથે શેકેલા બટાટા ખાઈ શકે છે. તે સરળતાથી પચી જાય છે.

6. તમામ ઉંમરના લોકો માટે ફાયદાકારક

image source

બટેટા એ એક એવી શાકભાજી છે જે દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. પહેલું તો એ સરળતાથી પચી જાય છે અને બીજું તે દરેક લોકોને પસંદ હોય છે. શકેલા બટેટા એ શાળા એ જતા બાળકો માટે સારો નાસ્તો હોઈ શકે છે. જો તમે તેમાં થોડું બટર નાખશો તો તે વધુ સ્વાદિષ્ટ બનશે. જે બાળકો બ્રેડ ન ખાતા હોય તેમને દૂધ, પનીર, ફળો સાથે શેકેલા બટાકા પણ આપી શકાય છે અથવા તમે ફક્ત શેકેલા બટેટા પણ આપી શકો છો. આ તેમના આખા દિવસનો આહાર પણ પૂર્ણ કરશે.

શું બટાકા ખાવાથી કોઈ આડઅસર થાય છે ?

બટાટા ખાવાથી કોઈ આડઅસર થતી નથી. ડાયેટિશિયન કહ્યું કે બટેટા સ્વાસ્થ્ય માટે સારા છે. તેની બહુ ઓછી આડઅસરો છે. પરંતુ નિયંત્રિત માત્રામાં જે કંઈપણ ખાવામાં આવે છે તે ફાયદાકારક છે. અનિયંત્રિત માત્રામાં ખાવામાં ખોરાક રોગોને આમંત્રણ આપે છે. ડાયેટિશિયને કહ્યું કે, જો કોઈ વ્યક્તિ એક દિવસમાં ખૂબ બટેટા ખાય છે, તો તે વધુ કેલરી લે છે, જેથી તેનું જાડાપણું વધે છે. પરંતુ જો તમે મધ્યમ માત્રામાં ખાશો તો ફાયદો થશે.

એક દિવસમાં 100 ગ્રામ કરતા વધારે બટેટા ન ખાશો. શકેલા બટેટા પશ્ચિમી દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ તેમાં બટર વૈગર શામેલ છે. તેથી, તે ખૂબ ફાયદાકારક નથી. પરંતુ ભારતમાં ચૂલામાં શેકવામાં આવેલા બટેટા ખૂબ ફાયદાકારક છે. તેમણે બટેટાની સાથે વધુ પ્રમાણમાં બટર અથવા ઘીનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. માત્ર ત્યારે જ તેના ફાયદાઓ પૂર્ણ થાય છે. તે તળેલા બટાટા અથવા ચિપ્સ કરતા વધુ સારું છે. તેથી તમારે તમારા આહારમાં શેકેલા બટેટાનો સમાવેશ કરવો જ જોઈએ.

બટેટાનું શાક દરેક ઘરમાં ખાવામાં આવે છે. તે ઘણા ઘરોની સ્થિતિ તો એવી હોય છે કે દરરોજ બટેટાનું શાક બનવું જ જોઈએ. ડાયેટિશિયનએ જણાવ્યું છે કે છાલવાળા શેકેલા બટાકા ખાવાથી શરીરને તમામ ચમત્કારો મળે છે. શેકેલા બટેટામાં વધુ ફાયદા અને ઓછા નુકસાન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત