સૌરાષ્ટ્રના આટલા શહેરોમાં પણ દોડશે મેટ્રો, બજેટમાં સરકારે ફાળવ્યા કરોડો રૂપિયા

નાણામંત્રી નીતિનભાઈ પટેલે બુધવારે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. સતત 9મી વખત બજેટ રજૂ કરતાં નીતિનભાઈ પટેલે આ વખતે પોતાના બજેટમાં સરકારી કચેરીઓમાં આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોને અને અન્ય ક્ષેત્રમાં 20 લાખ યુવાનોને રોજગારીનો વાયદો આપ્યો છે. કોરોના અને લોકડાઉનમાં ધંધા-રોજગાર અને નોકરી ક્ષેત્રે ખરાબ પરિસ્થિતિમાં સરકારે રોજગારી પર વધુ ફોકસ કર્યું છે. આ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ખેડૂત કલ્યાણ, ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ જેવી બાબતો પર વધુ ભાર મુકયો છે.

image source

આ સાથે જ તેમણે સૌરાષ્ટ્રમાં રાજકોટને મેટ્રો લાઈટ, મેટ્રો નિયો પ્રોજેકટ ફાળવવા સહિતની ઘોષણાઓ કરતાં રાજકોટીયન્સ રાજી રાજી થઈ ગયા હતા. બજેટ દરમિયાન થયેલી ઘોષણા અનુસાર રાજકોટમાં મેટ્રો સાથે મેડિકલ ડિવાઈસ પાર્ક બનાવવામાં આવશે અને રાજકોટ સહિત 6 સ્થળે પીપીપી મોડેલ પર નવા બસ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

image source

નાણામંત્રીએ બજેટ દરમિયાન કહ્યું હતું કે અમદાવાદ, સુરતની જેમ રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો સેવા પુરી પાડવામાં આવશે જેના માટે સરકારે 50 કરોડની જોગવાઈ કરી છે. મહાપાલીકાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ રાજકોટવાસીઓનું ઋણ મુખ્યમંત્રી વિજયભાઈ ચૂકવી રહ્યા હોય તેમ રાજકોટને લઈને મહત્વની ઘોષણાઓ કરવામાં આવી હતી. બજેટમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 3 મહાપાલિકામાં મેટ્રો સેવા શરુ કરવાનું સરકારે આયોજન કર્યું છે.

image source

બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 13,493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર માટે સ્માર્ટ સીટી અંતર્ગત 700 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકા, મહાપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળ માટે 4563 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં મેટ્રો સેવા શરુ કરવા 50 કરોડ ફાળવવામાં આવ્યા છે.

image source

ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું 2,27,029 કરોડનું પુરાંતલક્ષી બજેટ નાણામંત્રી નીતિનભાઈ પટેલે રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતાં નાણામંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાત સરકાર દ્વારા કોરોનાના કપરાં સમયગાળામાં કરેલી કામગીરીનો અને આ સમયગાળામાં અપાયેલા 14000 કરોડના આત્મનિર્ભર ગુજરાત પેકેજનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, કોરોનાના કારણે વેરાની આવકમાં 40 ટકાનો ઘટાડો થયો હતો પરંતુ હવે ધીમે ધીમે અર્થતંત્ર પાટા પર ચડી ગયું છે અને વેરાની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.

image source

આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ નિગમ, અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લાયકાત ધરાવતા અંદાજે 2 લાખ જેટલા યુવાનોની ભરતી કરવામાં આવશે તેમ જણાવી નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, આ ઉપરાંત અન્ય ક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં મેન્યુફેકચરિંગ, ફાર્મા, એન્જિનિયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર, આઈટી, પ્રવાસન, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ અને સર્વિસ સેકટર જેવા ક્ષેત્રમાં રોજગારીની 20 લાખ તક ઉભી કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!