એલન મસ્કની ગર્લફ્રેન્ડે ભૂક્કા બોલાવી દીધા, ડિજિટલ કલાકૃતિ 20 મિનિટમાં જ 42 કરોડમાં વેચી

ભવિષ્ય હવે ઈલેક્ટ્રિક મેદાનનો મોટો ખેલાડી આવી રહ્યો છે અને ભારતે પણ પોતાનો મોટો દાવ ખેલી દીધો છે જેની સીધી અસર ચીનને થશે. એલન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં તેની કાર વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવી દીધુ છે.

જૂન-જુલાઈ 2021ની આસપાસ ટેસ્લા ભારતમાં તેનુ કામ કાજ શરૂ કરશે, પણ હાલમાં એક બીજી માહિતી મળી રહી છે એ પણ ચોંકાવનારી છે. એલન મસ્કની ગર્લફ્રેન્ડ અને સિંગર ગ્રિમ્સે એના ડિજિટલ આર્ટ કલેક્શનની હરાજી કરી છે અને જેનો ભાવ પણ ખતરનાક મળ્યો છે. ઓનલાઈન હરાજીમાં આખું ક્લેક્શન માત્ર 20 મિનિટમાં વેચાઈ ગયું હતું.

જો વિગતે વાત કરીએ તો આ કલેક્શનની ગ્રિમ્સને 5.8 મિલિયન ડોલર્સ એટલે કે ભારતીય કરન્સીમાં 42.40 કરોડ કિંમત મળી છે. ગ્રિમ્સે આ કલેક્શનને વોરનિમ્ફ નામ પણ આપ્યું છે. આ ડિજિટલ આર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક એંજલ બાળક મંગળગ્રહની રક્ષા કરે છે અને એ એટલું અદ્ભૂત રીતે બતાવવામાં આવ્યું હતું કે લોકોની આંખો પહોળી રહી જાય અને ચોંકી જાય, ગ્રિમ્સના દરેક આર્ટવર્કને નોન ફંજિબલ ટોકંસ (NFT) તરીકે વેચવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે આ એક એવું ઓક્શન પ્લેટફોર્મ છે, જેમાં બિટકોઈન જેવી બીજી એસેટ પણ વેચવામાં આવી રહી છે અને જેના કારણે અઢળક કમાણી થાય છે.

આજની વાત કરવામાં આવે તો ગ્રિમ્સે બ્લોક પર 10 આકૃતિઓની 20 મિનિટમાં હરાજી કરી હતી અને એની 42.40 કરોડની કિંમત મેળવી હતી. ત્યારપછી તેમણે ટ્વીટ કરીને આ વિશેની માહિતી આપી હતી. ટ્વીટ વાંચીને લોકો હાફડા ફાફડા રહી ગયા છે. કારણ કે બધા વિચારતા રહી ગયા કે આખરે આટલી બધી કમાણી. જો આ ચિત્ર વિશે વાત કરીએ તો આ ડિજિટલ આર્ટવર્કમાં એક બાળક બેઠું છે, જે મંગળ ગ્રહની રખેવાળી કરતો દેખાય રહ્યો છે.

આ ડિજિટલ આર્ટની તસવીર વિશેષ ધ્યાન આકર્ષિત કરે તેવી છે. એને માત્ર 10 મિનિટમાં 3 લાખ ડોલર્સ એટલે કે 2.19 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. જ્યારે ન્યૂ બોર્ન 2 NFTને 2.5 મિલિયન ડોલર્સ એટલે કે 18.28 કરોડ રૂપિયામાં રી-લિસ્ટ કરવામાં આવી છે.

એમાં પણ રસપ્રદ વાત તો એવી છે કે ઓનલાઈન થયેલી આ હરાજીમાં ડિજિટલ આર્ટવર્ક જોઈને લોકોને પહેલાં એવું જ લાગતું હતું કે આ કલાકૃતિમાં દર્શાવવામાં આવેલું બાળક એલન મસ્ક અને ગ્રિમ્સનું છે. પરંતુ ત્યાર પછી ગ્રિમ્સે સ્પષ્ટતા કરી છે કે આ નિયો-જેનેસિસની દેવી છે. ગ્રિમ્સે નિફ્ટી ગેટવે પ્લેટફોર્મ પર NFTના માધ્યમથી આપ્ટ તસવીરો વેચી છે. આ સમગ્ર કલેક્શનમાં ગ્રિમ્સે તેના ભાઈ મેક સાથે કામ કર્યું છે. આ સાથે જ વાત કરીએ તો કલાકૃતિમાં સ્પેસમાં એક બાળકની પાંખ લગાવેલી તસવીર પણ સામેલ છે. અમુકને ગ્રિમ્સે તેના નવા મ્યુઝિક આલ્બમ માટે પણ રાખી હતી, જેમ કે અર્થના ટુકડાઓમાં ગ્રિમ્સે તેમના નવા સોંગ rythe, માર્સના ટુકડામાં માર્સ થીમ અને ડેથ ઓફ ઓલ્ડમાં એનહેડોનિયાને દર્શાવવામાં આવ્યા છે.

આ સાથે જ પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં ગ્રિમ્સે કહ્યું હતું કે તે NFT સંગ્રહ માટે ઓથ 3rkin નામનું મિથિકલ યુનિવર્સ ક્રિએટ કરવા માગે છે. તે પોતાની કમાણીનો અમુક હિસ્સો કાર્હન નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશનમાં પણ આપવા માગે છે, જે કાર્બનને ઓછું કરવાનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે ગ્રિમ્સની ડેથ ઓફ ઓલ્ડની છેલ્લી તસવીર 4,00,000 ડોલર્સ એટલે કે 2.92 કરોડમાં હરાજી થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!