શરીરને ફીટ અને ફાઈન મોડેલ ટાઈપ બનાવવામાં ક્યાંક તમે તમારી કીડનીની નુકશાન તો નથી કરી રહ્યા ને?

આજકાલની યુવા પેઢી પોતાના સ્વાસ્થ્યને લઈને બહુ એલર્ટ રહેતી હોય છે, આ આદત બહુ સારી છે પણ ફીટનેસના ચક્કરમાં તેઓ પોતાની જાતને નુકશાન પાહોંચાડી રહ્યા હોય છે. આજકાલ યુવકોએ પોતાના પૈક બનાવવા માટે રીતસર રેસમાં લાગી પડ્યા છે અને યુવતીઓ એ પોતાની કમર અને પેટની ચરબીને ઓછી કરવા અને સલીમ થવાના શોખમાં ડૂબી ગઈ છે. પેટની અંદરની માંસપેશીયોમાં ઉભાર લાવવા માટે ઘણીવાર તેઓ હાઈપ્રોટીન ડાયટ અને અમુક પ્રકારના ઈન્જેકશન પણ લેતા હોય છે. પણ શું તમે જાણો છો એ બધી વસ્તુઓ એ તમારી કીડનીને તકલીફ આપી શકે છે અને તેના કારણે તમારી કિડની ખરાબ પણ થઈ શકે છે.

એક પરીક્ષણમાં એ લોકોને સામેલ કરવામાં આવ્યા જેમણે સ્ટેરોઈડ્સનું સેવન કર્યું હતું અને સિક્સ પૈક અને ફ્લેટ ટમી માટે અલગ અલગ કસરત કરી હતી તેમને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. આમાંથી લોકોમાં કીડનીની સમસ્યા વધારે જોવા મળી જે લોકોએ સ્ટેરોઈડનું સેવન કર્યું હતું.

આ વિષયમાં ડોકટરોનું કહેવું છે કે આજકાલ બોલીવુડનો ફીટનેશ ટ્રેન્ડ યુવાનોના માથે રીતસર સવાર થઈ ગયો છે, દરેક યુવાન એ પોતાના મનપસંદ અભિનેતા અને અભિનેત્રી જેવી બનવા માંગે છે. આવું કરવામાં તેઓ અનેક પ્રકારના પીણા અને ઈન્જેકશન લેતા હોય છે અને આ ઈન્જેકશનએ શરીરના હોર્મોનમાં અસર કરે છે અને તેની વિપરીત અસર એ કિડની પર પડે છે.

ઘણા બધા યુવાનોમાં કસરતને લઈને અમુક ધારણાઓ છે, ઘણીબધી યુવતીઓ કસરત ફક્ત પોતાની મનપસંદ અભિનેત્રી જેવું ફિગર મેળવવા માટે જ કરતી હોય છે. તે પોતાને ફીટ અને ફાઈન રાખવા માટે ઘણુબધું કરતી હોય છે. કેટલી બધી દવાઓ અને પાવડરનું સેવન કરતી હોય છે અને આ લોકોના મનમાં આવા વિચારો આવે છે તેમના જીમટ્રેનર પાસેથી. જીમટ્રેનર તેઓના શરીરને મોડેલ જેવું બનાવવા માટે તેમનાથી બનતા પ્રયત્નો કરતા હોય છે. તેના માટે તેઓ તેમને સ્ટેરાઈડ્સમ હાર્મોન ઈન્જેકશન વગેરે લેવાની સલાહ આપતા હોય છે. અને તેમને ખાસ પ્રકારની કસરત પણ કરાવતા હોય છે પણ તેમની આ ભૂલ જ આગળ વધીને તેમની કિડની ખરાબ થવાનું કારણ બને છે.

જે પણ મિત્રો પોતાનું શરીર એ એકદમ હુષ્ટપુષ્ટ બનાવવા માંગે છે અને જે પણ યુવતીઓ એ પોતાનું મનપસંદ ફિગર મેળવવા માંગે છે તેમણે યોગ અને કસરત એ બંને કરવું જરૂરી છે. તેની સાથે સાથે પ્રોટીનવાળી વસ્તુઓ પણ ખોરાકમાં સામેલ કરવી જોઈએ. બની શકે એટલો પ્રયત્ન કરો કે તમારું રોજિંદુ કામ તમે જાતે જ કરો. બહુ નજીકની જગ્યાએ જવું હોય તો ચાલતા જ જવાની આદત પાડો. જેટલું તમે ચાલશો એટલી તમારી કિડની સ્વસ્થ રહેશે.